Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે નવી મેરીટ યાદી જાહેર:નવા 1880 સહિત 47,360 વિદ્યાર્થીઓનો સમાવેશ,બીજા રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ 13 જુલાઈ સુધી ચાલશે

    1 day ago

    ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બોર્ડની ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને ACPCએ નવી મેરિટ યાદી જાહેર કરી છે. તેમજ બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ શરૂ કરવામાં આવી છે. નવા અને અગાઉ મળીને કુલ 48,968 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 47,360 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ રી-શફલિંગમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે નવી બેઠક ફાળવાશે તો પહેલાનો કન્ફર્મ એડમિશન આપોઆપ રદ થઈ જશે. સુધારેલું મેરિટ જાહેર કરવામાં આવ્યું એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા બોર્ડની ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને નવી મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 3 જુલાઈએ પૂર્ણ થયા બાદ ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા પાસ કરનારા અને JOSAA દ્વારા IIT તથા NITમાં પ્રવેશ મળતા ખાલી પડેલી બેઠકોને ધ્યાનમાં રાખીને બીજા અને ત્રીજા રાઉન્ડની કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. બીજા રાઉન્ડ પહેલાં નવા વિદ્યાર્થીઓ માટે 5 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેમાં આશરે 1,711 વિદ્યાર્થીઓએ નવા રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. આ તમામ પરિણામોને આધારે હવે સુધારેલુ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે અને બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે પ્રથમ તબક્કામાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે કુલ 47,256 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 45,480 વિદ્યાર્થીઓને મેરિટ આપવામાં આવી હતી. ત્યારબાદ નવા રજિસ્ટ્રેશન અને ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષાના પરિણામો બાદ કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 48,968 થઈ છે. નવા 1,880 વિદ્યાર્થીઓને મેરિટમાં સામેલ કરવામાં આવતા હવે કુલ 47,360 વિદ્યાર્થીઓને મેરિટ આપવામાં આવી છે. નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓમાં GUJCET આધારિત 788, JEE આધારિત 229 અને GUJCET તથા JEE બંનેના 858 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ 2,496 વિદ્યાર્થીઓના મેરિટ માર્ક્સમાં સુધારો નોંધાયો છે, જ્યારે 528 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરીને મેરિટમાં સામેલ થયા છે. બીજા રાઉન્ડનું પરિણામ 15 જુલાઈએ જાહેર થશે ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષાના કારણે અનેક વિદ્યાર્થીઓની રેન્કમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેમાં 8 વિદ્યાર્થીઓની રેન્ક ટોપ-100માં, 52 વિદ્યાર્થીઓની ટોપ-500માં અને 451 વિદ્યાર્થીઓની ટોપ-5,000માં સુધરી છે. અત્યારે નિયમ અનુસાર સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો GUJCETના આધારે ભરવામાં આવે છે, જ્યારે સરકારી સંસ્થાઓની 5 ટકા બેઠકો JEEના આધારે ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના લોગ-ઇન દ્વારા અથવા ACPCની વેબસાઇટ પર એપ્લિકેશન નંબર દાખલ કરીને નવી મેરિટ ચકાસી શકે છે. બીજા રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ 13 જુલાઈ સુધી ચાલુ રહેશે. જ્યારે બીજા રાઉન્ડનું પરિણામ 15 જુલાઈએ જાહેર થશે. ત્યારબાદ 20 જુલાઈથી ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થશે. ACPCએ વિદ્યાર્થીઓ માટે ખાસ ચેતવણી પણ આપી છે. જે ઉમેદવારો રી-શફલિંગ રાઉન્ડ-2માં ભાગ લેશે અને તેમને નવી બેઠક ફાળવવામાં આવશે, તેમનો પ્રથમ રાઉન્ડમાં કન્ફર્મ થયેલો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ જો વિદ્યાર્થી નવી બેઠક સ્વીકારશે નહીં, રિપોર્ટ નહીં કરે અથવા પ્રવેશ નહીં લે તો પણ કન્ફર્મ એડમિશન પાછો મળશે નહીં. જો નવી બેઠક નહીં મળે તો અગાઉનો પ્રવેશ યથાવત રહેશે. તેથી વિદ્યાર્થીઓએ માત્ર તે જ કોલેજ અને કોર્સની પસંદગી કરવી જોઈએ જ્યાં તેઓ ખરેખર અભ્યાસ કરવા ઇચ્છતા હોય. ACPCએ વધુમાં વધુ બેઠકો માટે ચોઇસ ફિલિંગ કરવાની, યુઝર આઈડી અને પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવાની સલાહ આપી છે.
    Click here to Read More
    Previous Article
    રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન, તાત્કાલિક સમારકામની માંગ
    Next Article
    High Court junks plea challenging Haryana move to modify UGC norms to recruit 123 Assistant Professor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment