Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘કેમ છો બધા, આપણું હુરટ મજામાં ને’:ગુજરાતીઓએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી, દેશ અરાજકતા, અનિશ્ચિતતા ને નિરાશાને પસંદ નથી કરતો, દ.ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

    1 week ago

    વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા હતા. એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (LT) પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સુરતનો કાર્યક્રમ પતાવી પીએમ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થયા હતા. જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ‘કનુભાઈ માવાણીને અંજલિ આપું છું, એક સાથી ગુમાવ્યાનું દર્દ છે’ પીએમ મોદીએ સંબોધન શરૂ કરતા કહ્યું કે, કેમ છો બધા મજામાને? આપણું હુરટ મજામાને? થોડા દિવસ પહેલાં જ મારા એક અનન્ય સાથી જેની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ પળ સુધી કાર્યરત રહ્યા એવા કનુભાઈ માવાણીને અંજલિ આપું છું. એક સાથી ગુમાવ્યાનું દર્દ સ્વભાવિક છે. આજે સુરત આવ્યો છું ત્યારે તેમના પૂણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું. 'સુરતનો કચરો મને ભેટ આપ્યો એ માટે આભાર' પીએમ મોદીએ જણાવ્યું કે ખેતર બચાવોના અભિયાનમાં જોડાઇએ. પ્રાકૃત્તિક ખેતી અપનાવો. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. એક લાખ લોકોએ 5 દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે. આ માટે હું આખા સુરતનો આભાર માનું છે. ‘હું સુરતથી તમામ ગુજરાતના લોકોને વંદન કરું છું’ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી પહેલીવાર ગુજરાત આવ્યો છું. હું સુરતથી ગુજરાતના તમામ લોકોને વંદન કરું છું. અઢી દાયકા કરતા વધુનો સમય થઈ ગયો છે. તમે ભાજપને નિરંતર તમારો આશીર્વાદ આપી રહ્યા છો. સમયની સાથે તમારા આર્શીવાદ વધતા જ જાય છે. ‘હાલની ચૂંટણીમાં જૂના બધા રેકોર્ડ તૂટી ગયા’ હાલની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન આપ્યુ કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. મારો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આવું બહું ઓછું જોવા મળે છે. કોઈ પક્ષને આટલા લાંબા સમય સુધી કોઈ પક્ષને સેવા કરવાનો મોકો મળે છે. ‘વિકસિત ગુજરાત વિકસિત ભારતનો સંકલ્પ’ ગુજરાતની જનતાએ આપણા સેવાભાવને સમર્થન આપ્યું છે. આ પ્રચંડ વિજ્ય સેવાના મિશનને વધુ વિસ્તાર આપવા માટે છે. આપણે હવે બહુ મહેનત કરવાની છે. આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારત સિદ્ધ કરવાનો છે. ‘પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતા માટે જાણીતું’ સુરત એ શહેર નહીં સ્પિરિટ છે. સુરત સતત સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યું છે. તમામ ભાજપના જનપ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજનો દિવસે વધુ એક સુખદ સંયોગ છે. આજના દિવસે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાના એક સુરતમાં છું. પહેલાં પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું આજે સ્વચ્છતા માટે જાણીતું છે. ‘ભારત ગ્રીન ગ્રોથની દિશામાં કામ કરી રહ્યું છે’ મારા વ્હાલા સુરતીઓને ખૂબ-ખૂબ અભિનંદન. સુરતના વિકાસના ગતિ આપવા માટે અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીન ગ્રોથ તરફ કામ કરી રહ્યું છે. ‘ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે’ ગુજરાતે વર્ષો પહેલાંથી જ કામગીરી શરૂ કરી દીધી છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.ગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનું પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવ્યું હતું. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે. ‘વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીને સપ્લાય કરાય છે’ સુરતની સર્કયુલર વોટર ઇકોનોમીની બહુ ચર્ચા થાય છે. અહીં શહેરના વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીને સપ્લાય કરાય છે. આનાથી દૂષિત પાણીનું મેનેજમેન્ટ પણ થઈ જાય છે અને પાણીથી કમાણી પણ થાય છે. ‘આવનારા અનેક દશકો સુધી સુરતના પીવાના પાણીની વ્યવસ્થા થઈ ગઈ’ છેલ્લા 12 વર્ષથી દેશમાં વેસ્ટ ટુ વેલ્થનું એક બહુ મોટુ જનઆંદોલન ચાલે છે. જે આપણા શહેરોને ગ્રીન અને ક્લિન બનાવવા માટે બહુ કામ આવી રહ્યું છે. હવે પ્રયાસ એ છે કે આવનારા અનેક દશકો સુધી સુરતના પીવાના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. ‘રસ્તા પર દોડતી તમામ બસો ઈલેક્ટ્રિક હશે’ આજે અનેક પ્રોજેક્ટના લોકાર્પણ થયા છે. સુરત સ્વચ્છતાની સાથે ગ્રીન ગ્રોથમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે. સુરત એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે કે રસ્તા પર દોડતી તમામ બસો ઈલેક્ટ્રિક હશે. ‘હજીરા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે જાણીતું બનશે’ સુરત મેટ્રોનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આવનારા સમયમાં હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે જાણીતો બનશે. ‘દેશ દરેક સંકટનો મજબૂતીથી મુકાબલો કરી રહ્યું છે’ પહેલા કોરોનાનું સંકટ આવ્યું, પછી યુદ્ધ શરૂ થઈ ગયા. હવે આટલું મોટુ ઊર્જા સંકટ જેને આખી દુનિયાને અસ્તવ્યસત કરી દીધી છે. દુનિયામાં પેટ્રોલની કિંમતમાં ઉત્તાર-ચઢાવ થઈ રહ્યો છે. ગેસની સપ્લાય ચેન ધ્વસ્ત થઈ ગઈ છે. મને બહુ સંતોષ છે. 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસથી દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી મુકાબલો કરી રહ્યું છે. આજે ભારતની રિન્યુએબલ કેપેસિટી 250 ગીગાવોટ છે આપણા દેશમાં ક્યારેય મેગાવોટથી આગળ વિચારાતું નહોતું, આજે ગીગાવોટની ચર્ચા છે. જેમાં 50 ગીગાવોટનું યોગદાન માત્ર ગુજરાતનું છે. ‘સૌર ઊર્જામાં ભારત ટોપ-5માં’ વૈશ્વિક સંકટ દેખાડે છે કે એનર્જીમાં આત્મનિર્ભરતા કેટલી જરૂરી છે. એકબાજુ આપણે દેશના અલગ અલગ ભાગમાંથી તેલ-ગેસની સપ્લાય નિશ્ચિત કરી. બીજી તરફ આપણે રિન્યુએબલ એનર્જીમાં રોકાણ વધાર્યું. 12 વર્ષ પહેલાં ભારતમાં સૌર ઊર્જાનું ઉત્પાદન નામ પૂરતું હતું. આજે આપણે દુનિયાના ટોપ 5માં છીએ. ‘ઇથેનોલ બ્લેન્ડિંગની કેપેસિટી વધારી’ ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગની કેપેસિટી વધારી. રેલવેના વિદ્યુતિકરણને ગતિ આપી. પરમાણું ઊર્જામાં કામ કર્યું. વીજળીના ટ્રાન્સમિશન નેટવર્કનું આધુનિકિકરણ કર્યું. ગેસ પાઇપલાઇનનું નેટવર્ક વધાર્યું. પોર્ટની કેપેસિટી વધારી. ‘હજીરા મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસી રહ્યું છે’ હજીરા માત્ર ઔધોગિક ક્ષેત્ર નથી, પણ ત્યાં એનર્જી, સ્ટીલ, ડિફેન્સ પ્રોડક્શન, પોર્ટ અને ગ્લોબલ ટ્રેડની ઈકો સિસ્ટમ છે. હજીરા દેશના મોટા મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવે છે’ કેટલાક નિરાશાવાદી લોકો છે જે આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવી રહ્યા છે.આ એ લોકો છે જેમણે હંમેશા ભારતને બીજા દેશ પર નિર્ભર રાખ્યો છે. ‘દાહોદ-બોડેલી-વાપી કોરિડોરથી પ્રવાસનને વેગ મળશે’ દાહોદ-બોડેલી-વાપી કોરિડોરથી તાપી, નર્મદા સુધી ફોન લેનની કનેક્ટિવીટી પહોંચી રહી છે. આ કોરિડોરથી છોટાઉદેપુર, નર્મદા, તાપી જિલ્લાનો આદિવાસી વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈ જશે, પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે. ‘સુરતમાં ESIC હોસ્પિટલનું લોકાર્પણ’ આજે સુરતમાં એક આધુનિક ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ થયું છે. આ હોસ્પિટલ શ્રમિકો અને તેમના પરિવારોને આરોગ્ય સેવાઓ મળશે. બીજા રાજ્યમાંથી આવેલા લોકોને પણ મદદ મળશે. ‘દેશ અરાજકતા, અનિશ્ચિતતા, નિરાશાને પસંદ નથી કરતો’ હાલમાં બંગાળની જીત બોલતા જ તમારામાં ઊર્જા આવી ગઈ. થોડા સમય પહેલાં હું 5 દેશોની યાત્રા પર હતો ત્યાં પણ બંગાળ બંગાળ જ થતું હતું.બધા બંગાળની ચર્ચા કરતા હતા. 3 રાજ્યોમાં NDAનો બહુ મોટો જનાદેશ મળ્યો છે. બધા ચૂંટણી પરિણામોનો એક જ સંદેશ છે કે દેશ અરાજકતા, અનિચ્છિતા, નિરાશાને પસંદ નથી કરતું. ‘ગુજરાતીઓએ તો કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી’ કોંગ્રેસ છેલ્લા 12 વર્ષથી અરાજકતા, અનિશ્ચિતા ફેલાવી પોતાના માટે અવસર શોધી રહી છે. પરંતુ દેશની જનતા વારંવાર કરારો જવાબ આપી રહી છે. તમે ગુજરાતીઓએ તો કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે. જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ જનતા કોંગ્રેસના કુશાસનથી પરેશાન થઈ ગઈ છે. હાલમાં હિમાચલ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ. હરિયાણા, પંજાબમાં પણ જનતાએ કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. સંદેશ એ છે કે કોંગ્રેસની પરજીવી પોલિટિક્સ નહીં ચાલે. કર્ણાટકમાં પણ જનતામાં નારાજગી છે એટલે સીએમ બદલવા પડ્યા. ઇન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમ પહેલાં બપોરે હજીરા ખાતે LTના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત દરમિયાન ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરનાર 'જોરાવર લાઈટ ટેન્ક'નું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમજ અત્યાધુનિક 'કે9 વજ્ર' હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત લીધી હતી. દિવસભરની પળેપળની અપડેટ્સ જાણવા બ્લોગમાંથી પસાર થઈ જાવ….
    Click here to Read More
    Previous Article
    હીરાવાડીમાં કોંગ્રેસે મોંઘવારીનો વરઘોડો કાઢી દેખાવો કર્યો:ભાજપ સત્તામાં મસ્ત ને જનતા ત્રસ્ત હોવાનો આક્ષેપ, બળદગાડા-સાયકલ પર ગેસ સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા લઈ રસ્તા પર ઉતર્યા
    Next Article
    Baba bageshwar News LIVE | બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ થઈ જશે? પોલીસ સ્ટેશનમાં પીપળિયા | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment