Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછા પોલીસે વેપારીનું 1.87 લાખ રોકડા ભરેલું બેગ પરત અપાવ્યું:મહેસાણાથી ખરીદી કરવા આવ્યાને રિક્ષામાં ભૂલી ગયા, CCTVમાં તપાસ કરી રિક્ષાને શોધી; પોલીસનો વેપારીએ આભાર માન્યો

    6 hours ago

    સુરતમાં ખરીદી કરવા આવતા વેપારીઓ માટે સુરત પોલીસ ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. બહારગામથી સાડીઓની ખરીદી કરવા સુરત પહોંચેલા એક વેપારીની રોકડા ₹1,87,000 ભરેલી બેગ ઓટોરિક્ષામાં ભૂલાઈ જતાં વેપારીના જીવ અધ્ધર થઈ ગયા હતો. જો કે, વરાછા પોલીસે સમય સૂચકતા વાપરી અલગ-અલગ CCTV કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં જ રિક્ષાચાલકને શોધી કાઢી સમગ્ર રકમ વેપારીને હેમખેમ પરત અપાવી છે. ખાખી વર્દીની ત્વરિત કામગીરી અને રિક્ષાચાલકની ઈમાનદારી જોઈ વેપારી ભાવવિભોર થઈ ગયા હતા. મહેસાણાના સાડીના વેપારી ખરીદી કરવા સુરત આવ્યા હતા મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંદા થાણા વિસ્તારના વતની અને હાલ મહેસાણામાં શિવશક્તિ પેલેસના નામે સાડીનો વ્યવસાય કરતા પુરણસિંગ મનોહરસિંગ સિસોદીયા 7 સપ્ટેમ્બરના રોજ સુરતમાં સાડીનો માલ ખરીદવા આવ્યા હતા. તેઓ સરદાર માર્કેટથી ઓટોરિક્ષા ભાડે કરી બોમ્બે માર્કેટ ગેટ નં-4 પાસે ઉતર્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ બેગમાં હિસાબ-કિતાબની ચોપડી, કપડાં અને રોકડા ₹1,87,000 રાખેલા હતા. બેગ ન મળતાં વેપારી દોડતા વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા રિક્ષા ગયા બાદ ધ્યાને આવતાં વેપારીના હોશ ઊડી ગયા હતા. મહેનતની કમાણી અને ખરીદી માટે લાવેલી મોટી રોકડ રકમ ગુમાવી બેસવાની ચિંતામાં તેઓ બપોરે પોણા એક વાગ્યાની આસપાસ સીધા વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વરાછા PI એ.આર.વાળાને સમક્ષ વેપારીએ સમગ્ર આપવીતી રજૂ કરતાં પોલીસે તાત્કાલિક મામલાની ગંભીરતા સમજી સર્વેલન્સ ટીમને કામે લગાડી હતી. પોલીસે રૂટના CCTV ફંફોસી રિક્ષા ટ્રેસ કરી સર્વેલન્સ સ્ટાફના PSI વી.ડી.માળી સહિતની ટીમે વેપારીને સાથે રાખી બોમ્બે માર્કેટ ગેટ નં-4 આસપાસના તેમજ રસ્તાના અલગ-અલગ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી પોલીસે ગણતરીના સમયમાં ઓટોરિક્ષાની ઓળખ કરી લીધી હતી. રિક્ષાચાલકે પણ પ્રામાણિકતા દાખવી પોલીસે રિક્ષાચાલક સુનિલ શ્રીપાલ બગેલનો સંપર્ક કરી તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. રિક્ષાચાલક સુનિલે જણાવ્યું હતું કે, બોમ્બે માર્કેટનું પેસેન્જર ઉતાર્યાં બાદ તેઓ અન્ય પેસેન્જરનું ભાડું લઈને ડુમસ પહોંચ્યા હતા. ડુમસ પહોંચ્યા પછી પાછળ નજર કરતાં કોઈ મુસાફરની બેગ રહી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે બેગ સહી-સલામત પોતાની પાસે જ રાખી મૂકી હતી. વેપારીએ પોલીસનો આભાર માન્યો પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલકે વેપારીની ₹1,87,000ની રોકડ રકમ તેમજ અન્ય સામાન ભરેલી બેગ સુપરત કરી હતી. પોતાની મહેનતની પૂરેપૂરી રકમ સુરક્ષિત પરત મળતાં વેપારી પુરણસિંગની આંખો હર્ષથી છલકાઈ ગઈ હતી અને તેમણે વરાછા પોલીસ સ્ટાફ તેમજ રિક્ષાચાલક સુનિલની પ્રામાણિકતાની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેજલપુરની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી:સ્કૂલના ઈ-મેઇલ આઇડી પર થ્રેટ મેઇલ આવ્યો, પોલીસ ઘટનાસ્થળે પહોંચી
    Next Article
    બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન આજે લો પ્રેશર બનવાની સંભાવના:અમદાવાદમાં હળવો વરસાદ તો દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment