Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક:જિલ્લામાં 18.55 કરોડના 518 વિકાસ કામોની વહીવટી મંજૂરી અપાઈ

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ₹1855.76 લાખના 518 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષોના પ્રકલ્પોની પ્રગતિની પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણના કામોને આયોજનબદ્ધ વેગ આપવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કાર્યો સમયસર અને ગુણવત્તાસભર થાય તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે અધિકારીઓને જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં મુખ્યત્વે વર્ષ 2026-27ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત 15 વિવેકાધીન તાલુકા તથા જિલ્લા કક્ષા (સામાન્ય અને અ.જા.), વિવેકાધીન નગરપાલિકા તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (ખાસ પ્લાન)ની જોગવાઈઓના ₹1993.36 લાખના 555 જેટલા કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાંથી ₹1855.76 લાખના 518 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને વહીવટી મંજૂરી અપાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા અને મંજૂર થયેલા પ્રકલ્પોની પ્રગતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2023-24થી 2025-26 દરમિયાન મંજૂર થયેલા કામોના રદ/ફેરફાર, સ્થળ ફેરફાર કે ખૂટતા આયોજનને બહાલી આપવા પર ચર્ચા કરી યોગ્ય નિર્ણયો લેવાયા હતા. સંસદસભ્યની જોગવાઈના કામો, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને 'આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' જોગવાઈ સહિતના મંજૂર થયેલા કામોની પ્રગતિની પણ મંત્રી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, ધારાસભ્યો શામજી ચૌહાણ, પી.કે.પરમાર, પ્રકાશ વરમોરા, તાલુકા પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, નિવાસી અધિક કલેકટર વી.ડી.સાકરીયા, જિલ્લા આયોજન અધિકારી અલ્પેશ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રમેશ આર. કપૂરે સુરેન્દ્રનગરનો વધારાનો કાર્યભાર સંભાળ્યો:ભારત સરકારની માય ભારત કચેરીમાં જવાબદારી સોંપાઈ
    Next Article
    Aravalli News | મોડાસાના પહાડપુરમાં ખેડૂતોનો હોબાળો | Modasa | Farmers Protest | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment