Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે ચાલી રહેલા અભિયાનને પ્રચંડ જનસમર્થન‎:કાગળ બચાવવા 1.84 લાખ સહી સાથેનું 6,158 પૃષ્ઠનું રેકોર્ડ પેનડ્રાઇવમાં સાચવી કલેક્ટરને સુપરત

    14 hours ago

    દેશભરની સાથે મોરબી જિલ્લામાં પણ ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની ઝુંબેશને પ્રચંડ જન સમર્થન મળ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વિવિધ ધાર્મિક આશ્રમોના સંતો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મોરબી જિલ્લાની વિવિધ ગૌશાળાઓના સંચાલકો તથા ગૌપ્રેમીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ 1,84,000 સહીઓ સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી, ગૌમાતાના સંરક્ષણ અને વૈધાનિક અધિકારોની માંગ સાથે આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આપ્યું હતું. તેમજ પર્યાવરણ જાળવણી અર્થે પેનડ્રાઈવમાં 6,158 પૃષ્ઠોનો ડિજિટલ રેકોર્ડ સોંપાયો હતો. આવેદનપત્રમાં આ મુખ્ય આઠ માગણી કરવામાં આવી‎ 1. રાષ્ટ્રમાતા, રાજ્યમાતાનો દરજ્જો : વેદલક્ષણા દેશી ગૌવંશને બંધારણીય સુધારો કરીને કેન્દ્ર સ્તરે ''રાષ્ટ્રમાતા'', ગુજરાત રાજ્ય સ્તરે ''રાજ્યમાતા'' નો દરજ્જો આપવામાં આવે. 2. સ્વતંત્ર ગૌ-સેવા મંત્રાલય : પશુપાલન વિભાગથી અલગ કરીને એક પૂર્ણ સ્વતંત્ર ''ગૌ-સેવા, સંવર્ધન મંત્રાલય''ની સ્થાપના કરવામાં આવે. 3. કડક દંડાત્મક કાયદો : ગૌ તસ્કરી, ગૌવધને બિનજામીનપાત્ર ગુનો ગણી આજીવન કેદની સજા, ગુનામાં સંકળાયેલા તત્ત્વોની મિલકત, વાહનો જપ્ત (રાજસાત) કરવાનો કાયદો બનાવાય. 4. હાઇવે સુરક્ષા, એમ્બ્યુલન્સ : રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિલોમીટરના અંતરે ''ગૌ-વાહિની એમ્બ્યુલન્સ'' અને દર 150 થી 200 કિલોમીટરે સુસજ્જ ટ્રોમા સેન્ટરની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે. 5. ગૌચર અને ચારા સુરક્ષા : ચારાના ઔદ્યોગિક વપરાશ પર રોક લગાવતો કાયદો બનાવવો તથા તમામ ગૌચર, ઓરણ જમીનોને અતિક્રમણ મુક્ત કરી ''ગૌચર વિકાસ બોર્ડ'' હેઠળ સુરક્ષિત કરવી. 6. નંદીશાળા અને ગૌ-અભયારણ્ય : દરેક ગ્રામ પંચાયત સ્તરે ''નંદીશાળા'' અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 મોડેલ ''ગૌ-અભયારણ્ય'' અથવા વૃહદ ગૌશાળા નિર્માણ કરવી. 7. શિક્ષણ અને પોષણ : શાળાઓના અભ્યાસક્રમમાં ''ગૌ-વિજ્ઞાન'' વિષય દાખલ કરવો અને મિડ-ડે મીલ તથા મંદિરોના પ્રસાદમાં કેવળ દેશી ગૌ-ઘી અને દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો. 8. ગૌ-આધારિત અર્થવ્યવસ્થા : સરકારી મકાનોમાં કેમિકલના સ્થાને ગોબર-પેઇન્ટ અને ગોનાઇલનો ઉપયોગ ફરજિયાત કરવો તથા પંચગવ્ય સંશોધનને પ્રોત્સાહન આપવું.
    Click here to Read More
    Previous Article
    ધોલેરા પંથકમાં ચારે તરફ પાણી જ પાણી, ડ્રોન VIDEO:રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ અને લુણાવાડામાં એક ઈંચ વરસાદ
    Next Article
    Every Citizen is a Milliionaire in Norway!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment