Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ:ગુજરાતના 182માંથી 10 ધારાસભ્યોમાં પસંદગી, શાઈનિંગ ઈન્ડિયા દ્વારા સન્માન

    17 hours ago

    શાઈનિંગ ઈન્ડિયા ન્યૂઝ અને શાઈનિંગ ઈન્ડિયા સર્વે દ્વારા આયોજિત 18મા ‘શાઈનિંગ ઈન્ડિયા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ – ગુજરાત 2026’ અંતર્ગત વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાને ‘શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી વિવિધ માપદંડોના આધારે માત્ર 10 ધારાસભ્યોની શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ 10 ધારાસભ્યોમાં વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત સન્માન આસામના પૂર્વ રાજ્યપાલ જગદીશ મુખી તથા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને સંજયસિંહ મહીડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ જાહેર જીવનમાં સક્રિય રહી મતવિસ્તારના વિકાસના કાર્યો, જનહિતના પ્રશ્નોના નિરાકરણ, નાગરિકો સાથે સતત જનસંપર્ક તેમજ લોકોની સમસ્યાઓના નિવારણ માટે કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈને આપવામાં આવ્યો છે. એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી માત્ર 10 ધારાસભ્યોની પસંદગીમાં મારું નામ આવવું મારા માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે." તેમણે આ સન્માનને પોતાના મતવિસ્તારની જનતાના વિશ્વાસ અને આશીર્વાદને સમર્પિત કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ જનતાની વચ્ચે રહી તેમના પ્રશ્નો સાંભળવા, સ્થળ પર જઈ સમસ્યાઓનું નિરાકરણ લાવવા તેમજ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે વઢવાણના વિકાસને વધુ ગતિ આપવા માટે કામગીરી યથાવત્ રાખવાની ખાતરી પણ આપી હતી. વઢવાણના ધારાસભ્યને મળેલા આ સન્માન બદલ વિવિધ ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ જગદીશભાઈ મકવાણાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં વડાપ્રધાનના 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ:ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
    Next Article
    સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ તાપી બ્રિજ મુદ્દે ભાજપમાં ડખો!:કાનાણી અને કોર્પોરેટર આમને-સામને, MLAએ મેયરને પત્ર લખી કહ્યું-‘વિરોધ પાછળ કોઈ સ્વાર્થની ગંધ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment