Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યપ્રદેશની ગુમ મહિલાનું પાટણમાં પરિવાર સાથે મિલન:સખી વનસ્ટોપ સેન્ટર અને 181 હેલ્પલાઇનની મદદથી 6 મહિને સુખદ મિલન

    9 hours ago

    પાટણના સખી વન સ્ટોપ સેન્ટર અને 181 મહિલા હેલ્પલાઇનના સંયુક્ત પ્રયાસોથી મધ્યપ્રદેશની એક ગુમ થયેલી મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન થયું છે. છેલ્લા છ મહિનાથી ગુમ થયેલી આ મહિલાને તબીબી સારવાર અને કાઉન્સિલિંગ બાદ સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આ અજાણી મહિલાને પાટણ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. સેન્ટર ખાતે તેની પ્રાથમિક સંભાળ રાખી, સ્નાન કરાવી સ્વચ્છ કરવામાં આવી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. મહિલાની માનસિક અને શારીરિક તબિયતને ધ્યાનમાં રાખીને સાયકિયાટ્રિસ્ટ ડૉ. ચિંતન રાવળની દેખરેખ હેઠળ તબીબી તપાસ કરાઈ હતી. ડૉક્ટરની સલાહ મુજબ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સેન્ટરના સ્ટાફ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. તબિયતમાં સુધારો થયા બાદ, આશરે દસ દિવસના સતત કાઉન્સિલિંગ દરમિયાન મહિલા પાસેથી તેના વતનની માહિતી મેળવવામાં આવી. તે મધ્યપ્રદેશની હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના હેડ કોન્સ્ટેબલ લીલીબેને મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો અને તેમના સહયોગથી મહિલાના પરિવારનો સંપર્ક નંબર મેળવી વાતચીત કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની માતા આંગણવાડી કાર્યકર છે અને પરિવાર છેલ્લા છ મહિનાથી તેની શોધખોળ કરી રહ્યો હતો. દીકરી સુરક્ષિત હોવાની માહિતી મળતા જ પરિવારજનો પાટણ પહોંચ્યા. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે દીકરીને સ્વસ્થ અને સુરક્ષિત હાલતમાં જોઈને પરિવારજનોએ સ્ટાફનો આભાર માન્યો અને તેને પોતાના વતન લઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    રશિયાએ ટાર્ગેટ બદલ્યો-યુરોપ ધ્રૂજ્યું:બ્રિટનનાં ડ્રોનથી દુનિયામાં નવો ખતરો મંડરાયો, ટ્રમ્પે સિક્રેટ સોદાબાજીથી ગદ્દારી કરી, ચીનને મોકળું મેદાન મળતાં એશિયા પર જોખમ
    Next Article
    સરદાર કૃષિ નગરમાં મહર્ષિ ચરક મુનિની જન્મજયંતી ઉજવાઈ:પશુચિકિત્સા મહાવિદ્યાલયમાં ચિકિત્સા પરંપરા પર વિશેષ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment