Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    181માંથી માત્ર 25 ધારાસભ્યો જોડાયા:યોગમય વિધાનસભાની વાતો વચ્ચે MLA આવાસે યોગ કાર્યક્રમમાં નબળી હાજરી

    8 hours ago

    12મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026’ને ધ્યાનમાં રાખીને 100 દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ ગાંધીનગરના નવા MLA આવાસ ખાતે આયોજિત ‘કર્ટન રેઝર’ કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે આગામી 100 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના અનેક દેશોએ સહર્ષ સ્વીકારી 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં યોજાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્યોને યોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. “એક કદમ યોગમય વિધાનસભા તરફ” સૂત્ર સાથે આયોજિત આ અભિયાન અંતર્ગત આગામી 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશે. આ અભિયાન દ્વારા 21મી જૂન પહેલાં રાજ્યભરમાં યોગનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જન-જનને આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતી જોકે, રાજ્યની 181 સભ્યોની વિધાનસભામાંથી આ યોગ કાર્યક્રમમાં માત્ર આશરે 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતી, જેમાં 5 મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. યોગમય વિધાનસભાની વાતો વચ્ચે ધારાસભ્યોની નબળી હાજરી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય યોગ બોર્ડના આયોજન મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં મોટા પાયે યોગ શિબિરો યોજાશે અને વધુમાં વધુ નાગરિકોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન ગુજરાતને દેશનું સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પેસેન્જર લેવા ઉભેલી બસમાં આગ:પાલડી ચાર રસ્તા પાસે લાલ દરવાજાથી બાવળા જતી બસમાં એન્જિનમાં આગ લાગી, કંડક્ટરે તરત પેસેન્જર ઉતાર્યા
    Next Article
    Dubai Hit Again: Video Shows Smoke Above Buildings, Burj Khalifa In Background

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment