Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી:180 રેકડી અને 21776 બોર્ડ-બેનરો જપ્ત, 22.11 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 માર્ચથી 30 એપ્રિલ, 2026 દરમિયાન શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગોને ખુલ્લા કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો હતો. જપ્ત કરાયેલી વસ્તુઓ અને વસૂલાતની વિગત જાહેર માર્ગો પર અડચણરૂપ 180 રેકડી-કેબીન, 21,776 બોર્ડ-બેનરો અને 2,069 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અંદાજે 10,991 કિલો શાકભાજી અને ફળોનો જથ્થો પણ કબજે લેવાયો છે. વિવિધ નિયમ ભંગ બદલ મનપાએ કુલ ₹22,11,576 ની આવક મેળવી છે. જેમાં મંડપ-છાજલીના ₹9.34 લાખ અને અન્ય ચાર્જ પેટે ₹12.76 લાખનો સમાવેશ થાય છે. કયા વિસ્તારોમાં કામગીરી થઈ? શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, અને ઢેબર રોડ જેવા મુખ્ય માર્ગો ઉપરાંત ધરાર માર્કેટ, સંતકબીર રોડ અને પેડક રોડ જેવા ગીચ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મવડી મેઈન રોડ અને રેસકોર્સ રિંગ રોડ પરથી આડેધડ લાગેલા પતાકા-ઝંડીઓ દૂર કરી શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. ચોમાસા પૂર્વે મનપાની મિલકતોનું 'સ્ટ્રક્ચરલ ઓડિટ' કરવાનો આદેશ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા હસ્તકની 56 મિલકતોની મજબૂતી (Structural Stability) તપાસવા સિટી એન્જિનિયરોને આદેશ અપાયા છે. જોકે, એસ્ટેટ અને બાંધકામ વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ કામગીરીમાં થોડો વિલંબ થયો છે. મિલકતોની ઝોન મુજબ વિગત: આ તમામ મિલકતો હાલ ભાડે આપવામાં આવેલી છે. જે ઇમારતો જોખમી જણાશે, તેમને ખાલી કરાવવા માટેની નોટિસ આપવામાં આવશે. ગયા વર્ષે આ રિપોર્ટના આધારે લાખાજીરાજ માર્કેટ ખાલી કરાવાઈ હતી, પરંતુ પેલેસ રોડની કેટલીક જર્જરિત મિલકતો હજુ પણ ખાલી કરાવવાની બાકી છે. આ સાથે જ જ્યુબિલી શાક માર્કેટના નવનિર્માણ માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીના અવસાનમાં માતા કારણભૂત હોવાનો ખાર રાખી હુમલો કર્યો:રોણકી ગામે રહેતા વૃદ્ધ માતાને વહેલી સવારે નિંદ્રાધીન હાલતમાં દીકરાએ છરીના ઘા ઝીંકી દેતા સારવાર અર્થે ખસેડાયા
    Next Article
    Heat wave conditions likely to stay for a week: Met

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment