Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનને ખતમ કરવાનો ટ્રમ્પનો નવો પ્લાન, ફારસની ખાડીમાં ભારતનાં 18 જહાજ ફસાયાં, PM મોદી આજે ગુજરાતમાં

    4 days ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં અમિત શાહે આપેલા નિવેદનના છે. તેમણે કહ્યું કે જે હથિયાર ઉપાડશે, તે તેની કિંમત ચૂકવશે. બીજા સમાચાર ઈરાન યુદ્ધને લઈને છે, ટ્રમ્પે કહ્યું કે જો સમજૂતી નહીં થાય તો ઈરાન ખતમ થઈ જશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી મહાવીર જયંતીના અવસરે ગાંધીનગર જશે. કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે નવા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. 2. IPL 2026ની ચોથી મેચ પંજાબ અને ગુજરાત વચ્ચે મુલ્લાંપુરમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકી હુમલામાં દિલ્હી આવનારું ઈરાની વિમાન ક્ષતિગ્રસ્ત:મશહદ એરપોર્ટ પર ઊભું હતું, ભારતથી રાહત સામગ્રી લઈ જવાની હતી અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 31મો દિવસ છે. ઇરાનમાં સોમવારે મહાન એરલાઇન્સનું એક વિમાન અમેરિકી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયું. આ વિમાન મશહદ એરપોર્ટ પર ઊભું હતું અને નવી દિલ્હી આવવાનું હતું. તેનો હેતુ ભારતમાંથી દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી લઈ જવાનો હતો. બીજી તરફ યુરોપિયન યુનિયન (EU)એ ઇરાન પર લાગેલા માનવાધિકાર સંબંધિત પ્રતિબંધોને એક વર્ષ માટે વધુ લંબાવ્યા છે. હવે આ પાબંદીઓ 13 એપ્રિલ 2027 સુધી ચાલુ રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. અમિત શાહે કહ્યું- જે હથિયાર ઉઠાવશે, તેમણે કિંમત ચૂકવવી પડશે:વામપંથીઓએ ભોળા આદિવાસીઓને અંધારામાં રાખ્યા, હવે બસ્તરથી લાલ આતંક લગભગ ખતમ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં ‘નક્સલ મુક્ત ભારત’ મુદ્દે દોઢ કલાક ભાષણ આપ્યું. તેમણે કહ્યું- જે લોકો આખી વ્યવસ્થાને નકારીને હથિયાર ઉઠાવી લે છે, તે ચાલશે નહીં. હથિયાર ઉઠાવનારાઓને તેની કિંમત ચૂકવવી પડશે. શાહે કહ્યું- વર્ષોથી ભોળા આદિવાસીઓને અંધારામાં રાખવામાં આવ્યા. વામપંથીઓએ પોતાની વિચારધારા ફેલાવવા માટે આદિવાસીઓને ભ્રમિત કર્યા. કોંગ્રેસે આઝાદી પછી 75 વર્ષમાં 60 વર્ષ રાજ કર્યું. તો પછી આદિવાસીઓ વિકાસથી કેમ વંચિત રહી ગયા? શાહે કહ્યું- કોંગ્રેસે 60 વર્ષ દરમિયાન આદિવાસીઓ સુધી ઘર, શાળા, મોબાઈલ ટાવર પહોંચવા દીધા નહીં અને હવે હિસાબ માંગી રહ્યા છે. પોતાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ. જે લોકો નક્સલવાદની વકાલત કરે છે, તેમને પૂછવા માંગુ છું કે આ બધું 1970 થી અત્યાર સુધી કેમ થયું ન હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રૂપિયામાં ઐતિહાસિક ગાબડું:14 વર્ષનો સૌથી મોટો કડાકો, 95.22 પ્રતિ ડોલર પહોંચ્યો; 9 સવાલ-જવાબમાં જાણો કોને થશે ફાયદો અને કોનું બજેટ ખોરવાશે? ભારતીય રૂપિયો 30 માર્ચે અમેરિકન ડોલર સામે 88 પૈસા નબળો પડીને 95.22 પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે. અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. એક મહિનામાં રૂપિયો લગભગ 4% ઘટ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં 10%થી વધુ તૂટી ચુક્યો છે. આ છેલ્લા 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. વિદેશી બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીન મુજબ, જો ઇરાન યુદ્ધ ચાલુ રહેશે તો રૂપિયો 98 સુધી જઈ શકે છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એ બેંકોની ફોરેક્સ પોઝિશન લિમિટને કડક કરીને રૂપિયાને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદેશી રોકાણકારોના સતત વેચાણને કારણે બજારમાં તેની અસર ખૂબ જ ઓછા સમય માટે જોવા મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મમતાએ કહ્યું- ભાજપ કેશ-ગેસ બંધ કરી દેશે:કેરળમાં રાહુલે કહ્યું- મોદી પર ટ્રમ્પનું દબાણ, તેવી જ રીતે પિનારાઈ પર પીએમનું દબાણ દેશના 5 રાજ્યોમાં એપ્રિલમાં ચૂંટણી છે. તમામ રાજ્યોમાં પાર્ટીઓની જનસભા, રેલી અને ઉમેદવારોનો જનસંપર્ક ચાલુ છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બેલ્દામાં ચૂંટણી સભામાં કહ્યું- ભાજપ સમાજના તમામ વર્ગો વચ્ચે ઝઘડો ભડકાવી રહી છે. ચૂંટણી પછી ગેસ અને કેશ આપવાનું બંધ કરી દેશે. ભાજપ દેશને લૂંટવા માંગે છે. આ તરફ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. તેમણે પતનમથિટ્ટામાં ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલે કહ્યું- સત્ય તો એ છે કે નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં છે, આ વાત દરેક જણ જાણે છે. બરાબર આ જ રીતે, નરેન્દ્ર મોદી તમારા મુખ્યમંત્રીને પણ પોતાના ઈશારા પર નચાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. વસતી ગણતરી વખતે પૂછશે આ 33 સવાલો:1 એપ્રિલથી ડિજિટલ ગણતરી શરૂ; ઓનલાઈન પોર્ટલ પર જાતે પણ આપી શકાશે માહિતી; લિવ-ઈન કપલ્સ ગણાશે 'પરિણીત' વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે 33 પ્રશ્નો બહાર પાડ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર સંબંધમાં રહેતા લિવ-ઇન કપલ્સને પણ પરિણીત ગણવામાં આવશે. આ ત્યારે જ થશે જ્યારે યુગલ માનશે કે તેમનો સંબંધ લાંબો ચાલવાનો છે. પ્રથમ તબક્કા માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, લોકો પોતાની માહિતી જાતે ભરી શકશે. તેમની મદદ માટે આ પોર્ટલ પર FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) પણ આપવામાં આવ્યા છે. આ તબક્કો ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ વસ્તી ગણતરી’ કહેવાય છે. તેનો હેતુ દેશમાં ઘરો અને મૂળભૂત સુવિધાઓની માહિતી એકત્રિત કરવાનો છે, જેથી સરકાર વધુ સારી યોજનાઓ બનાવી શકે. બીજા તબક્કામાં વસ્તી સંબંધિત વિગતવાર માહિતી લેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. PM મોદી આજે ગુજરાતમાં:સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે, ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ, ડીસામાં જાહેર સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે. જ્યાં તેઓ જૈન ઇતિહાસને સમર્પિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરી અહિંસાનો વૈશ્વિક સંદેશ આપશે. વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સ્વિમિંગ પૂલમાં બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો, CCTV:રાજકોટના સોપાન હાઈટ્સના પૂલમાં નહાવા પડેલા બે માસૂમના મોત, વ્હાલસોયાને ગુમાવતા પરિવારમાં કલ્પાંત રાજકોટમાં સોપાન હાઈટ્સ બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કામ કરતા બંને બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળી પરિવાર માત્ર 14 દિવસથી જ અહીંયા સફાઈ કામ કરવા માટે કામ પર લાગ્યો હતો. 7 અને 5 વર્ષના માસૂમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : નીતિશ કુમારે MLC પદ પરથી રાજીનામું આપ્યું:સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા; નિતિન નવીને પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજીનામું મોકલાવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇઝરાયલે CNN પત્રકારો સાથે ગેરવર્તણૂક બદલ બટાલિયન સસ્પેન્ડ કરી:સૈનિકોએ અટકાયતમાં લીધા હતા, ઓપરેશનમાંથી હટાવીને તાલીમમાં મોકલ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : નેવીના જવાને ગર્લફ્રેન્ડના ત્રણ ટુકડા કર્યા:માથું સળગાવી દીધું, બોડીનો એક ભાગ પલંગ નીચે અને બીજો ફ્રિજમાં સંતાડ્યો; આંધ્રપ્રદેશમાં શ્રદ્ધા વાલકર જેવો કેસ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ચોરોએ લીધો ‘કિટકેટ બ્રેક...’:4 લાખથી વધુ ચોકલેટ લઈને ઇટલીથી પોલેન્ડ જતી ટ્રક રહસ્યમયી રીતે ગાયબ થઈ, કંપનીએ આપ્યા ફની રિએક્શન વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળશે, કેન્દ્રનો નિર્ણય:દરેક જિલ્લામાં 2 પંપ પર સુવિધા હશે, ઓઈલ કંપનીઓ 5 હજાર લિટર સ્ટોક રાખી શકશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : મેદાનમાં હાર્દિકનો જલવો, બહાર માહિકાનો દબદબો:પંડ્યાના દીકરા અગસ્ત્ય માટે પેપરાઝી પર ભડકી GF માહિકા, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પાકા ઘડે કાંઠા ન ચડે:ખરાબ ટેવમાં ફસાયેલા યુવાનને સંતની શીખ, કુટેવના મૂળીયા ઊંડે પહોંચે તે પહેલાં જ તેને ઉખેડી નાખો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ફોટોશૂટ માટે હાથીને ગુલાબી રંગમાં રંગ્યો જયપુરમાં એક રશિયન ફોટોગ્રાફર જૂલિયા બુરુલેવાએ ફોટોશૂટ માટે હાથીને ગુલાબી રંગમાં રંગી દીધો, જેની તસવીરો વાયરલ થતા જ વિવાદ થયો હતો. લોકોએ પ્રાણીની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા, જોકે ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે ઉપયોગમાં લેવાયેલ ઓર્ગેનિક રંગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: છેલ્લો નક્સલ કમાન્ડર નેપાળ ભાગ્યો, માર્યા ગયેલા એક નક્સલીની પત્ની એક્ટિવ; શું અમિત શાહની નક્સલવાદને નાબૂદ કરવાની ડેડલાઇન પૂરી થશે? 2. ભાસ્કર સિરીઝ : જોધપુરના વૈભવી ફાર્મ હાઉસમાં આસારામે કર્યું કુકર્મ: ‘કુટિયા’માં વિધિના નામે વાસનાનો વિકૃત ખેલ, આસારામની પડતીની શરૂઆત થઇ, જુઓ સિરીઝનો એપિસોડ-21 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : સરકારની નજર સામે ગાંધીનગરમાં નિયમોનો ઉલાળિયો: નિવૃત્તિના 10 વર્ષ પછી નોકરી ચાલુ, મંત્રાલયના 4-4 પત્રો છતાં કોના આશીર્વાદથી સિટી એન્જિનિયર ખુરસીથી ન ઉઠ્યા? 4. મંડે મેગા સ્ટોરી : અંધાધૂંધ બોમ્બમારો, પછી સમુદ્ર અને હવાઈ માર્ગે કમાન્ડો પહોંચશે: જાણો 3 ટાર્ગેટ પર અમેરિકી ગ્રાઉન્ડ એટેકનો સંપૂર્ણ પ્લાન; ઈરાન કેવી રીતે કિલ્લાબંધી કરી રહ્યું છે 5. MATCH મસાલા : બાપ રે, હાર્દિકે દોઢ મહિનામાં કરોડો ઉડાવી દીધા: વાનખેડેમાં સુહાના અને સારા આમને સામને; RRની ટીમે વૈભવને બાટલીમાં ઉતારી દીધો 6. Editor's View: ટ્રમ્પ સામે મહાવિદ્રોહ: અમેરિકામાં 90 લાખ લોકો રસ્તા પર ઊતર્યા, 3,300 શહેરોમાં અરાજકતા, લૉકડાઉન જેવી સ્થિતિ વચ્ચે હાલત બેકાબૂ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, વૃશ્ચિક અને મકર રાશિને લગ્નના યોગ, ગ્રહોની સ્થિતિ કર્ક જાતકોને અદ્ભુત શક્તિ પ્રદાન કરશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    RBSE Ajmer Class 12th Result 2026, Rajeduboard.rajasthan.gov.in LIVE Updates: Where to check RBSE Class 12th results today?
    Next Article
    April Calendar 2026: April Fool's Day, Ambedkar Jayanti, Good Friday And More; Check Full List Of Events And Days

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment