Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ગુજરાત યુનિવર્સિટીના 18 એકરના કેમ્પસમાં NSSના 100 સ્વયંસેવક વૃક્ષ-છોડ, પક્ષીઓની ગણતરી કરશે

    7 hours ago

    પર્યાવરણની જાળવણી માત્ર વૃક્ષારોપણ પૂરતી સીમિત ન રહેતાં હવે ડેટા આધારિત બને તે દિશામાં ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગે પહેલ કરી છે. 5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે યુનિવર્સિટીના 18 એકરના વિશાળ કેમ્પસમાં જૂન મહિનામાં 15 દિવસ માટે ‘ગ્રીન સર્વેક્ષણ’ હાથ ધરાશે. એનએસએસ વિભાગના નેજા હેઠળ 100થી વધુ સ્વયંસેવક કેમ્પસમાં આવેલા લીમડો, વડ, પીપળો, આસોપાલવ, મહુડો, બદામ, આંબો, જાંબૂ, લીમડો સહિતનાં વૃક્ષ અને કરેણ, મોગરો, જાસૂદ, ઓરેન્જ ફ્લાવર્સ સહિતના છોડની ગણતરી કરશે. સાથેસાથે ટીંટોડી, સમડી, મોર, ચકલી, કાગડો સહિતનાં પક્ષીઓની સંખ્યાની ગણતરી પણ કરાશે. યુનિવર્સિટીના ગાર્ડન વિભાગ, બોટની વિભાગ, પક્ષીવિદોના સંકલનથી વૃક્ષો-છોડ-પક્ષીઓને રિપોર્ટ તૈયાર થશે. જેના આધારે ભવિષ્યમાં કેમ્પસમાં બ્યુટિફિકેશન સહિતની બાબતોનું પ્લાનિંગ કરાશે. સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે 23 નવેમ્બર,1949એ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ઉચ્ચ શૈક્ષણિક મૂલ્યોની જાળવણીને કેન્દ્રમાં રાખીને શૈક્ષણિક અને માળખાકીય વિકાસ પર ભાર મૂક્યા પછીથી હવે કેમ્પસની હરિયાળી એટલે કે વૃક્ષો- પ્લાન્ટ તેમજ પક્ષીઓની ગણતરી થકી પર્યાવરણ જાળવણીની દિશામાં આગળ વધવાની વિચારણા હાથ ધરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીનાં વૃક્ષ-છોડ, પક્ષીઓની વિગતો વૃક્ષો : લીમડો, વડ, આસોપાલવ, મહુડો, બદામ, જાંબુ, પેલ્ટ્રા ફોરમ, ગુલમહોર, કણજી, બાવળ, આંબળા, બિલ્વ પત્ર, નારિયેળી, સોપારી, બુદ્ધા, લીંબુ, તમાલપત્ર. છોડ : એરિકા, એક્ઝોરા, ફિશટીલ પાલ્મ, આલામાટા, જાસૂદ, ક્રોટન, બોટલ પાલ્મ, લેબલ પાલ્મ, સિલ્વર પાલ્મ પક્ષીઓ : પોપટ, કોયલ, ચામાચીડિયું, લક્કડખોદ, બાજ, કાગડો, ઘુવડ (ગાર્ડન સુપરવાઇઝર ઝલક ગાંધીએ આપેલી માહિતી અનુસાર) ગ્રીન ડેટા થકી પર્યાવરણ જાળવણીનું લક્ષ્ય છે પર્યાવરણવિદો અને પક્ષીવિદોની મદદથી તલસ્પર્શી રિપોર્ટ તૈયાર કરીને યુનિવર્સિટીને સોંપાશે. અમારો મુખ્ય હેતુ માત્ર કેમ્પસનું બ્યુટિફિકેશન જ નહીં પણ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાળવણીની સાચી સમજણ કેળવાય અને તેમને સંશોધનમાં આ ડેટા ઉપયોગી થાય તેવો છે.’ > ડૉ. એન. એસ. વર્મા, કો-ઓર્ડિનેટર, એનએસએસ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Updated Points Table: Bengaluru on top after last-ball thriller; Chennai playoff hopes alive; Mumbai & Lucknow eliminated
    Next Article
    100 કરોડના ખર્ચે બનશે છાત્રાલય:નિકોલમાં 1200 દીકરી રહીને ભણી શકે તેવું 12 માળનું અદ્યતન કન્યા છાત્રાલય બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment