Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી શાળાનો 18મો વાર્ષિકોત્સવ ઉજવાયો:KG-1 થી ધોરણ 8ના 200 વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

    9 hours ago

    પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સુરજમલજી પ્રાથમિક શાળાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં KG-1 થી ધોરણ 8 સુધીના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 24 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિના ગીતો, ધાર્મિક ગીતો અને નાટકોનો સમાવેશ થતો હતો. પાટડી નગરના બાળકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટડી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા, ટ્રસ્ટીઓ મુકેશભાઈ દેસાઈ, રશ્મીકાંતભાઈ રાવલ, રશ્મિકાંતભાઈ પરીખ, મંત્રી કિશોરભાઈ ઠક્કર અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, પાટડી કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા અને દિનેશભાઈ ઘેલાણી દ્વારા દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દીપકકુમાર શર્મા, તમામ શિક્ષકમિત્રો અને અન્ય સ્ટાફે સઘન પ્રયાસો કર્યા હતા. વાર્ષિકોત્સવમાં વાલીઓ અને નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    Meta and Google accused of prioritising profit over youth safety in verdict
    Next Article
    વલસાડમાં તાપમાન 38°C પર પહોંચ્યું:રવિવાર સુધી ગરમી યથાવત રહેવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment