Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે એપલ ઇવેન્ટમાં બેઝ આઇફોન 18 લોન્ચ નહીં થાય:પ્રથમ ફોલ્ડેબલ ફોન અને પ્રો મોડલ્સ લોન્ચ થશે; નવા CEO ટર્નસનું પહેલું કીનોટ

    12 hours ago

    એપલ આજે 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર તેના વાર્ષિક ઇવેન્ટમાં સ્ટાન્ડર્ડ આઇફોન 18 લોન્ચ નહીં કરે. આ ઇવેન્ટમાં માત્ર ત્રણ પ્રીમિયમ ડિવાઇસ આઇફોન 18 પ્રો, આઇફોન 18 પ્રો મેક્સ અને કંપનીનો પહેલો ફોલ્ડેબલ આઇફોન રજૂ થવાની અપેક્ષા છે. આનું કારણ મેમરી ચિપની વધતી કિંમત છે. આ ઉપરાંત વેરેબલ્સ સેગમેન્ટમાં નવી વોચ અને એરપોડ્સ પણ રજૂ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરના રોજ ટિમ કૂકના પદ છોડ્યા પછી નવા CEO બનેલા જ્હોન ટર્નસનું આ પહેલું કીનોટ હશે. ઇવેન્ટ ભારતીય સમય અનુસાર આજે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે, જેને એપલની વેબસાઇટ પર લાઇવ જોઈ શકાય છે. પહેલો ફોલ્ડેબલ આઇફોન: ખુલવા પર આઇપેડ મિની જેટલો મોટો હોઈ શકે છે આઇફોન 18 પ્રો અને પ્રો મેક્સ: નાનો ડાયનેમિક આઇલેન્ડ અને વેરીએબલ અપર્ચર પ્રો લાઇનઅપમાં ડિઝાઇન આઇફોન 17 Pro જેવી જ એલ્યુમિનિયમ બિલ્ડ અને બેક ગ્લાસ સાથે રહેશે, પરંતુ ફીચર્સમાં મોટા ફેરફારો થશે: એપલ વોચ 12, વોચ અલ્ટ્રા 4 અને નવા એરપોડ્સ પણ આવશે આઇફોન ઉપરાંત, ઇવેન્ટમાં કંપની તેની વેરેબલ્સ ઇકોસિસ્ટમને પણ મોટું અપગ્રેડ આપશે. સ્ટેજ પરથી નવી સ્માર્ટવોચ અને ઓડિયો ડિવાઇસ રજૂ કરવામાં આવશે: મેમરી ચિપ મોંઘી થઈ, ભાવ વધારતા તો ફોન વેચાતો નહોતો કંપની પ્રો મોડેલમાં તો ખર્ચનું આ દબાણ કોઈક રીતે સહન કરી શકે છે, કારણ કે પ્રો ગ્રાહકો વધુ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. પરંતુ બેઝ મોડેલમાં ખર્ચ વધવાનો સીધો પ્રભાવ કાં તો કંપનીના નફા પર પડતો અથવા ગ્રાહકો પર. આ જ કારણોસર એપલે બેઝ મોડેલના લોન્ચને ટાળી દીધું છે. 2025માં 256GB પ્રો મોડેલના કુલ કમ્પોનન્ટ ખર્ચમાં મેમરીનો હિસ્સો 10% હતો. 2026માં તે 34% થઈ ગયો. 2027 સુધીમાં તે 40%ને પાર જવાનો અંદાજ છે. બે સ્ટાન્ડર્ડ આઇફોન વચ્ચે 18 મહિનાનો ગેપ એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં નવો બેઝ આઇફોન રજૂ કરે છે, પરંતુ આ વખતે આઇફોન 18 માટે 2027ની શરૂઆત સુધી રાહ જોવી પડશે. આવી સ્થિતિમાં, બે બેઝ મોડલ વચ્ચે લગભગ દોઢ વર્ષનો તફાવત આવી જશે. એપલના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી રાહ હશે. કયા પ્રોડક્ટ્સ 9 સપ્ટેમ્બરના ઇવેન્ટમાંથી બહાર રહેશે? એપલ ઇવેન્ટનું ફોકસ માત્ર ફોલ્ડેબલ ફોન અને પ્રો મોડલ્સ પર રાખવા માગે છે, જેથી ધ્યાન ભટકે નહીં. તેથી ઘણા ડિવાઇસને પછીના મહિનાઓ માટે રોકી શકાય છે: 2027 માટે મુલતવી: આઇફોન 18, આઇફોન 18e અને સેકન્ડ જનરેશન આઇફોન એર. નવા CEO જ્હોન ટર્નસનું પહેલું કીનોટ, સિરી AI બીટાની જાહેરાત થશે આ ઇવેન્ટ દ્વારા એપલમાં નવા નેતૃત્વ યુગની શરૂઆત થઈ રહી છે. લાંબા સમય સુધી કમાન સંભાળનાર ટિમ કૂકની જગ્યાએ નવા CEO જ્હોન ટર્નસ પહેલીવાર એપલ પાર્કના સ્ટેજ પરથી કીનોટ આપશે. કંપની સિરી AI બીટાને સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરવાની તારીખ જાહેર કરી શકે છે. કીનોટ પછી iOS 27 સહિત અન્ય OS લાઇવ થશે ઇવેન્ટ પૂરી થતાં જ કંપની તેના નવા સોફ્ટવેર ઇકોસિસ્ટમના પબ્લિક રોલઆઉટની તારીખો જાહેર કરશે. જેમાં iOS 27, iPadOS 27, macOS ગોલ્ડન ગેટ, tvOS 27, watchOS 27 અને visionOS 27 શામેલ છે. સામાન્ય રીતે કીનોટના એક અઠવાડિયાની અંદર આ અપડેટ્સ તમામ સપોર્ટેડ ડિવાઇસ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ થઈ જાય છે. આ સાથે જ Apple Watch Series 12, Apple Watch Ultra 4 અને નવા AirPodsના વેચાણની તારીખો પણ સ્પષ્ટ થશે. આઇફોન 18 પ્રો અને મેક્સ લોન્ચ થયા પછી આ મોડલ્સ બંધ થશે એપલ દર વર્ષે નવા આઇફોન લોન્ચ થયા પછી કેટલાક જૂના મોડલ્સને બંધ કરે છે, ખાસ કરીને પ્રો મોડલ્સ. જેથી લોકો નવા મોડલ્સ ખરીદે. આ ઉપરાંત, જે મોડલ્સ 5 થી 7 વર્ષ પહેલાં લોન્ચ થયા છે તે પણ બંધ થઈ શકે છે. જોકે, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર આ મોડલ્સ સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી વેચાશે. -------------- આ સમાચાર પણ વાંચો… ₹142 કરોડનો સૌથી મોંઘો ફોન અને પ્રોજેક્ટ 'પર્પલ':શરૂઆતમાં iPhone નામ Appleનું નહોતું! સિક્રેટ લેબથી માંડી સ્ટીવ જોબ્સના માસ્ટરપ્લાન સુધી; દુનિયા બદલનાર ફોનની કહાની એપલની લોન્ચિંગ ઇવેન્ટ આવતીકાલે એટલે કે બુધવારે મોડી રાત્રે યોજાશે. રિપોર્ટ્સ અનુસાર, કંપની તેમાં આઇફોન 18 પ્રો, પ્રો મેક્સ અને અલ્ટ્રા લોન્ચ કરી શકે છે. પરંતુ નવા આઇફોન પહેલાં, ચાલો તે નામ અને ફોનની વાર્તા જાણીએ, જેણે લગભગ બે દાયકામાં મોબાઇલની દુનિયા બદલી નાખી... સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    AAP alleges fraud as Raghav Chadha makes it to Delhi voters rolls
    Next Article
    કર્ણાટકના મંત્રી સતીશ જારકીહોલીના ઠેકાણાઓ પર ED રેડ:સાંસદ પુત્રીના ઘર સહિત 18 સ્થળોએ તલાશી; મની લોન્ડરિંગ કેસ, પૈસા વિદેશ મોકલવાનો આરોપ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment