Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભાજપ-કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા તે કેટલા શિક્ષિત?:18 વકીલ, 5 પીએચડી અને 1 તબીબ ચૂંટણી મેદાનમાં, 16 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 8 પાસ કે તેથી ઓછી

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ થતા જ હવે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો તમારા આંગણે મત માંગવા આવશે. ત્યારે તમારા માટે એ જાણવું પણ મહત્વનું છે કે, તમે જેને મત આપીને ચૂંટવાના છો તે ઉમેદવાર કેટલો શિક્ષિત છે? ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી સમયે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં રજૂ કરાયેલા શૈક્ષણિક માહિતીનું ભાસ્કરે વિશ્લેષણ કર્યું છે. જેમાં ભાજપ-કોંગ્રેસે 9-9 વકીલોને અને 1 તબીબને ટિકિટ આપી છે. જો કે, 16 ઉમેદવારો એવા પણ છે કે, જેઓની શૈક્ષણિક લાયકાત 8 પાસ કે તેથી ઓછી છે. ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતનું સરવૈયું ભાજપના નવા 72 ઉમેદવારોમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ મોટું અંતર જોવા મળે છે. પક્ષે 22 એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ ઉચ્ચ શિક્ષિત છે. જેમાં 3 ઉમેદવારો પીએચ.ડી. (ડોક્ટરેટ) ધરાવે છે, જ્યારે 9 ઉમેદવારો એડવોકેટ છે. આ ઉપરાંત ટીમમાં આર્કિટેક્ટ, એમબીએ, તબીબ અને પત્રકારત્વનો અભ્યાસ કરનારા પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો પણ છે જેઓનું શૈક્ષણિક સ્તર ઘણું ઓછું છે. વોર્ડ મુજબ ઉમેદવારોના નામ અને તેમની શૈક્ષણિક લાયકાતની વિગત નીચે મુજબ છે. ચૂંટણી લડતા કુલ ઉમેદવારોમાં 12 ઉમેદવારો તો માત્ર ધોરણ 7 થી 9 સુધીનો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. અગાઉ ચૂંટાયેલા નગરસેવકો પ્રજાના પ્રશ્નો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા કોઈપણ શહેરનો વિકાસ તેના નેતાઓની વિઝનરી શક્તિ, સમજણ અને શિક્ષણ પર આધારિત હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં જે ચિત્ર સામે આવ્યું છે તે અત્યંત આઘાતજનક છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા 72 નગરસેવકોમાંથી અડધોઅડધ કોર્પોરેટરો મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ચોંકાવનારી વિગત તો એ છે કે ભાજપના 68 અને કોંગ્રેસના 4 મળીને કુલ 72 નગરસેવકોમાંથી 17 નગરસેવકો એવા હતા જેઓ પોતે જ લખેલા કે પૂછેલા પ્રશ્નો પણ બોર્ડમાં સ્પષ્ટપણે વાંચી શકતા નહોતા! કોંગ્રેસના 39 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 કે તેથી ઓછી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે પાયાના કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 39 ઉમેદવારો એવા છે જેઓએ ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ યાદીમાં સૌથી ઓછું શિક્ષણ ધરાવતા ઉમેદવાર 4 પાસ છે. વિગતવાર આંકડા જોઈએ તો 4 થી 7 પાસ હોય તેવા 3, ધોરણ 8 પાસ 10, ધોરણ 9 પાસ 12 અને ધોરણ 10 પાસ હોય તેવા 14 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 8 ઉમેદવારો ધોરણ-12 સુધી ભણેલા છે. અન્ય 22 ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં 2 ઉમેદવારો Ph.Dની પદવી ધરાવે છે. આ ઉપરાંત 9 ઉમેદવારો એડવોકેટ છે, જ્યારે બાકીના 11 ઉમેદવારો એમ.બી.એ., બી.ટેચ, અને એમ.એસ.સી. જેવી ટેકનિકલ અને વ્યાવસાયિક ડિગ્રી ધરાવે છે. શૈક્ષણિક લાયકાતમાં સૌથી નીચેના ક્રમે જોઈએ તો, વોર્ડ નં. 6 ના ઉમેદવાર દક્ષાબેન મકવાણા માત્ર 4 પાસ છે. તેવી જ રીતે મથુરભાઈ માલવી 6 પાસ અને શૈલેષભાઈ સાકરિયા 7 પાસ છે. યાદીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો છે જેઓ પાયાનું શિક્ષણ ધરાવે છે, જેમાં 7 થી 9 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર 12 ઉમેદવારો અને 8 પાસ હોય તેવા 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 10 પાસ હોય તેવા 14 ઉમેદવારો અને 12 પાસ હોય તેવા 8 ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ, પક્ષે ગ્રાસરૂટ લેવલના 30 થી વધુ એવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જેઓ ઉચ્ચ ડિગ્રી ધરાવતા નથી પરંતુ જનતા સાથે સીધા જોડાયેલા છે. કોંગ્રેસે પણ 9 વકીલોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા સામે પક્ષે, કોંગ્રેસે બૌદ્ધિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા 22 જેટલા શિક્ષિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. જેમાં ડૉ. રતિલાલ મનજીભાઈ ડોબરિયા અને ડૉ. કોમલબેન પ્રકાશભાઈ પટેલ પીએચડીની સર્વોચ્ચ પદવી ધરાવે છે. કાયદાકીય સમજ ધરાવતા 9 એડવોકેટ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાં વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાધેલા અને અનિશભાઈ જોશી જેવા જાણીતા નામો સામેલ છે. આ યાદીમાં એમ.બી.એ., બી.ટેચ, એમ.એસ.સી. નર્સિંગ અને એમ.એસ.સી. કેમિસ્ટ્રિ જેવી ટેકનિકલ ડિગ્રી ધરાવતા યુવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કોંગ્રેસે અનુભવી કાર્યકરો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવાર રાજકોટ માહનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોની ચિત્ર ફાઈનલ થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામા પોતાની મિલકત, કેસ, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોંગદાનામાની વિગત મુજબ ભાજપ-કોંગ્રેસના 4-4 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે સૌથી વધુ 40 કરોડની સંપતિ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ 17 કરોડની મિલકત દર્શાવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) રાજકોટ મનપાની 72 બેઠક પર ભાજપ સામે કોંગ્રેસના કયા ઉમેદવારની ટક્કર, ફોટો સાથેની યાદી
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ:ડાલાનું ટાયર ફાટતાં બાઇક સવારને અડફેટે લેતાં મોત
    Next Article
    ચાંદખેડા વોર્ડની ચૂંટણીમાં ભાઈ-બહેન આમને-સામને:કોંગ્રેસના રાજશ્રી કેસરી સામે ભાજપે કૌટુંબિક ભાઈ યશ જાદવને મેદાને ઉતાર્યા, એકબીજાને હરાવવા રણનીતિ ઘડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment