Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર એસ.ટી. વિભાગ એક્શન મોડમાં:વિના ટિકિટે મુસાફરી કરતા 18 પેસેન્જરો દંડાયા, રૂ.4 હજારથી વધુનો દંડ વસૂલાયો, ટિકિટ ન આપવા બદલ બે કંડક્ટરો સામે ખાતાકીય તપાસ

    8 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સુવિધાયુક્ત અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુથી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં સપ્ટેમ્બર માસ દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં વિના ટિકિટે મુસાફરી કરતા 18 મુસાફરો પાસેથી રૂ.4,360નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે મુસાફરો પાસેથી નાણાં લઈને ટિકિટ ન આપનારા 2 કંડક્ટરો સામે પણ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને નિયમિત અને સુવિધાયુક્ત પરિવહન સેવા પૂરી પાડવાની સાથે બસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા તથા શિસ્ત જાળવવા માટે સઘન ચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુસાફરો ટિકિટ લઈને જ મુસાફરી કરે તેમજ જાહેર પરિવહનનાં સ્થળોએ તમાકુના સેવન અને ગંદકી ફેલાવવા જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે પણ વિભાગ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવે છે. ભાવનગર એસ. ટી.વિભાગના વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર સપ્ટેમ્બર માસ દરમિયાન વિભાગની લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા બસોમાં ટિકિટ વિના મુસાફરી કરતા 18 મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મુસાફરો પાસેથી નિગમના નિયમો મુજબ કુલ રૂ.4360 નો દંડ વસૂલવામાં આવ્યો હતો., આ ઉપરાંત, મુસાફરો પાસેથી ટિકિટના નાણાં વસૂલવા છતાં તેમને ટિકિટ નહીં આપવાના કિસ્સામાં બે કંડક્ટરો સામે ધોરણસરની ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોમાં ટિકિટ લઈને મુસાફરી કરવાની જાગૃતિ વધારવા તેમજ પરિવહન સેવામાં શિસ્ત અને પારદર્શિતા જાળવવા માટે આવી ચેકિંગ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધી-કાંટા રોડ પર બે દુકાનોમાં દરોડા, બ્રાન્ડેડના નામે નકલી:મુંબઈ અને નારણપુરાના વેપારીઓ પાસેથી ડુપ્લિકેટ માલ લાવી છૂટક વેચાણ કરતા 2 વેપારી ઝડપાયા
    Next Article
    મહીસાગરના ગારિયા ગામની સીમમાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:કોઠંબા પોલીસે તપાસ શરૂ કરી, મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment