Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાન વેચાણમાં છેતરપિંડી:બેંક લોન છુપાવી 18 લાખમાં મકાન પધરાવી દઈ 33 લાખની ઉચાપત કરનાર સામે ગુનો દાખલ

    1 day ago

    મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી ગણેશ વિવાન સોસાયટીમાં મકાન ખરીદવામાં એક શખ્સ સાથે રૂપિયા 33 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. મકાન પર અગાઉથી જ બેંકની મોટી લોન ચાલુ હોવા છતાં, તે હકીકત છુપાવીને દસ્તાવેજ કરી આપનાર મૂળ માલિક વિરુદ્ધ હાઈકોર્ટ અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચે સહમતીથી મકાનની કિંમત નક્કી થઈ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી ગણેશ વિવાન સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા વિનુભાઈ લીલાભાઈ પટેલ (ઉં.વ. 50)એ નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2018માં તેઓ મકાનની શોધમાં હતા ત્યારે પાંચોટ ગામની સીમમાં આવેલ ગણેશ વિવાન સોસાયટીમાં મકાન નંબર 21 વેચવાનું હોવાની માહિતી મળી હતી. આ મકાન નાગલપુરની શ્રીકૃષ્ણ સોસાયટીમાં રહેતા નાયક દેવેન્દ્ર સેવંતિભાઇના નામે હતું. બંને પક્ષો વચ્ચે સહમતીથી મકાનની કુલ કિંમત રૂપિયા 18 લાખ નક્કી થઈ હતી. વીનુભાઈએ પૂરેપૂરી રકમ ચૂકવી આપતા 23 માર્ચ, 2018ના રોજ મહેસાણા રજીસ્ટ્રાર કચેરી ખાતે કાયદેસરનો વેચાણ દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો હતો. દસ્તાવેજમાં મકાન પર કોઈ લોન, બોજો કે સરકારી લહેણું નથી એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2016માં મકાન ઉપર બેંકમાંથી 15 લાખની લોન લીધી હતી ખરીદી બાદ વિનુભાઈ પોતાના પરિવાર સાથે આ મકાનમાં રહેતા હતા. જોકે, ગત 22 જાન્યુઆરી, 2026ના રોજ તેમના ઘરે દેના ગુજરાત ગ્રામીણ બેંક (પાંચોટ શાખા) તરફથી મકાન જપ્ત કરવાની નોટિસ આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. વિનુભાઈએ બેંકમાં તપાસ કરતા બહાર આવ્યું હતું કે, મકાનના મૂળ માલિક દેવેન્દ્ર નાયકે આ મકાન વિનુભાઈને વેચ્યું તે પહેલાં, વર્ષ 2016માં જ આ જ મકાન ઉપર બેંકમાંથી રૂપિયા 15 લાખની લોન લીધી હતી, જે આજદિન સુધી ભરપાઈ કરવામાં આવી ન હતી. પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો આમ, આરોપી દેવેન્દ્ર સેવંતિભાઇ નાયકે મકાન પર લોન ચાલુ હોવાની હકીકત છુપાવી ખરીદદારને વિશ્વાસમાં લઈ મકાન વેચાણના 18 લાખ અને બેંક લોનના 15 લાખ મળી કુલ રૂપિયા 33 લાખની રકમ મેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે ભોગ બનનારે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને મહેસાણા પોલીસ અધિક્ષક કચેરીમાં ન્યાય માટે અરજી કરી હતી. જેના આધારે આખરે મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CBSEએ 12મા ધોરણની રી-ઇવેલ્યુએશન પ્રક્રિયાની તારીખ લંબાવી:હવે 1 જૂનથી પોર્ટલ ખુલશે, ટેકનિકલ ખામીઓ પછી લેવાયો નિર્ણય
    Next Article
    પાટણ SC હોસ્ટેલ શરૂ કરવા PMને રજૂઆત:નિર્માણ કાર્ય પૂર્ણ છતાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લી ન મુકાતાં રજુઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment