Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં લેપ્રસી ડિટેક્શન અભિયાન શરૂ:18 જૂન સુધી 2.74 લાખ લોકોનું સ્ક્રીનિંગ, 156 ટીમો સર્વે કરશે

    1 week ago

    મોરબી જિલ્લામાં લેપ્રસી (રક્તપિત્ત) નિર્મૂલન માટે 'લેપ્રસી કેસ ડિટેક્શન' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી ખાતેથી આ અભિયાનનો શુભારંભ થયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. વાસ્તવ અને જિલ્લા લેપ્રસી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોર્પોરેટર મેઘરાજસિંહ ઝાલા અને પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ સિરોહિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન 18 જૂન દરમિયાન ચાલશે. મોરબી જિલ્લાના પાંચ તાલુકાના 107 ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 156 ટીમો દ્વારા અંદાજે 2,74,998 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આશા બહેનો અને સ્વયંસેવકોની ટીમો ઘરે-ઘરે જઈને લોકોની તપાસ કરશે. આ સાથે તેઓ લેપ્રસીના લક્ષણો અને તેના નિવારણ અંગે જાગૃતિ પણ ફેલાવશે.સર્વે દરમિયાન જો કોઈ વ્યક્તિમાં લેપ્રસીના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો તેમને તાત્કાલિક નિદાન અને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    England hoping Jofra Archer is available for 2nd Test vs NZ, says Brendon McCullum
    Next Article
    HTAT મુખ્ય શિક્ષકો માટે રાહતના સમાચાર:સળંગ સેવા અને OPSના 1,771 પડતર કેસોનો થશે નિકાલ, 15 જૂનથી વિશેષ કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment