Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 18મા ગણેશોત્સવમાં 22 સપ્ટેમ્બરે શ્રીનાથજીની ભવ્ય ઝાંખી:બજરંગ મિત્ર મંડળ દ્વારા રાત્રે 10 વાગ્યે આયોજન, અશોકભાઈ ભાયાણીનો ડાયરો યોજાયો

    7 hours ago

    જામનગરમાં ગણેશચતુર્થી નિમિત્તે પટેલ કોલોની શેરી નં. ૩, હનુમાનજી મંદિર પાસે બજરંગ મિત્ર મંડળ દ્વારા સતત ૧૯મા વર્ષે ગણેશજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. બજરંગ મિત્ર મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની પ્રતિમા ૧૧ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક બિરાજમાન રહેશે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંજે પૂજા-અર્ચના, આરતી, પ્રસાદ તેમજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ અંતર્ગત ૧૯ સપ્ટેમ્બરે ‘રામ નામ કે હીરે મોતી’ ભજનના પ્રસિદ્ધ ગાયક કલાકાર અશોકભાઈ ભાયાણીનો સંગીતમય ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ, સ્થાનિક કોર્પોરેટરો, વિવિધ સંસ્થાઓના આગેવાનો, બજરંગ મિત્ર મંડળના સભ્યો તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ૨૨ સપ્ટેમ્બરે રાત્રે ૧૦ વાગ્યે શ્રીનાથજીની ભવ્ય ઝાંખીનું આયોજન કરાયું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં જામનગરના સૌ ધર્મપ્રેમી નગરજનોને હાજર રહેવા માટે બજરંગ મિત્ર મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. બજરંગ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા જાળવીને ધાર્મિક કાર્યક્રમોની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન થાય છે. સમગ્ર ગણેશોત્સવ ભક્તિ અને શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે, જેને જામનગરની ધર્મપ્રેમી જનતાનો સારો પ્રતિસાદ મળે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ મિડલ-ઈસ્ટમાં દૂતાવાસોને એલર્ટ મોકલ્યું:ટ્રમ્પ રજા પૂરી થાય તે પહેલાં વ્હાઇટ હાઉસ પરત ફર્યા; દાવો—અમેરિકન વિમાનો બ્રિટિશ એરબેઝ પરથી રવાના થયા
    Next Article
    બોટાદના નવહથ્થા મંદિરે હિન્દુ ધર્મ સંસદ યોજાઈ:હિન્દુ ધર્મની રક્ષા અને જાગૃતિ માટે મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment