Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેસમાં 18 વખત ભારતીય સેટેલાઇટ પર જોખમ તોળાયું:ઇસરોએ રસ્તો બદલીને કાટમાળથી બચાવ્યા; 2025માં 1.5 લાખ વખત એલર્ટ આપ્યું

    6 days ago

    ઇસરોની ‘ઇન્ડિયન સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ રિપોર્ટ-2025’ મુજબ, ગયા વર્ષે ભારતે તેના સેટેલાઇટ્સને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડી હતી. 2025માં ઇસરોના સેટેલાઇટ્સ માટે લગભગ દોઢ લાખથી વધુ એલર્ટ જારી કરવામાં આવ્યા હતા. આ એલર્ટ અમેરિકી સ્પેસ કમાન્ડ તરફથી મળ્યા હતા, જેનું વિશ્લેષણ ભારતીય વૈજ્ઞાનિકોએ વધુ સચોટ ઓર્બિટલ ડેટા સાથે કર્યું હતું. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે લો-અર્થ ઓર્બિટ (LEO) હવે ખતરનાક રીતે ભીડભાડવાળી બની ગઈ છે. અંતરિક્ષમાં કાટમાળના ટકરાવાના જોખમોથી બચવા માટે ઇસરોને 18 વખત ‘કોલિઝન એવોઇડન્સ મેન્યુવર’ કરવું પડ્યું હતું. આ 14 વખત LEO સેટેલાઇટ્સ અને 4 વખત જિયો સ્ટેશનરી સેટેલાઇટ્સ (GEO) માટે કરવામાં આવ્યું હતું. આ મેન્યુવર્સમાં સેટેલાઇટની ગતિ અને ઊંચાઈમાં ફેરફાર કરીને સંભવિત ટકરાવને ટાળવામાં આવે છે. ચિંતા: ચંદ્રયાન-2 માટે 2025માં 16 ઓર્બિટ મેન્યુવર ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને પણ ઇસરોને 84 વખત તેની ઓર્બિટ મેન્યુવર પ્લાનિંગ બદલવી પડી. અંતરિક્ષમાં ચંદ્રયાન-2ના ઓર્બિટર માટે 2 વખત પ્લાન બદલવામાં આવ્યો, જેથી નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર સાથે ટકરાવાથી બચી શકાય. એકલા ચંદ્રયાન-2 માટે 2025માં 16 ઓર્બિટ મેન્યુવર કરવામાં આવ્યા. ઇસરોએ 2025માં તેના તમામ 5 લોન્ચ માટે લિફ્ટ-ઓફ પહેલાં કોલિઝન એવોઇડન્સ એનાલિસિસ કર્યું. એક કિસ્સામાં LVM3-M6 મિશનના લોન્ચિંગને 41 સેકન્ડ સુધી ટાળવું પડ્યું, જેથી કાટમાળથી અંતર સુનિશ્ચિત કરી શકાય. અંતરિક્ષમાં કાટમાળમાં 12 લાખ ટુકડા ISSAR 2025 અને WEF 2026 ના અહેવાલ મુજબ અંતરિક્ષ હવે 'કચરાપેટી' બનતું જઈ રહ્યું છે. રિસર્ચ મુજબ, અંતરિક્ષમાં 10 સેન્ટિમીટરથી મોટા 40,000 અને 1 સેન્ટિમીટરથી મોટા લગભગ 12 લાખ ટુકડા કાટમાળ સ્વરૂપે હાજર છે. 2025 માં 328 લોન્ચ પ્રયાસો થયા, જેનાથી 4,198 સેટેલાઇટ્સ સ્થાપિત થયા અને કુલ 4,651 નવા સ્પેસ ઓબ્જેક્ટ્સ ઉમેરાયા. અંતરિક્ષમાં કચરો 28,000 કિમી/કલાકની ઝડપે ફરી રહ્યો છે. એક નાનો સ્ક્રૂ પણ સેટેલાઇટનો નષ્ટ કરી શકે છે. અન્ય દેશો કેવી રીતે કરી રહ્યા છે સેટેલાઇટની સુરક્ષા અમેરિકા: અદ્યતન રડાર નેટવર્ક અને સેન્સર વડે 40 હજાર કાટમાળની રિયલ-ટાઇમ ટ્રેકિંગ. યુરોપિયન અવકાશ એજન્સી: અત્યાધુનિક કોલિઝન એવોઇડન્સ સોફ્ટવેર. ચીન: વિશાળ ગ્રાઉન્ડ-બેઝ્ડ ટેલિસ્કોપ અને અવકાશમાં સેટેલાઇટ્સને એક કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જતી ‘ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ’ ટેકનિક. જાપાન: ખાનગી કંપનીઓ સાથે મળીને ચુંબકીય અને વીજળીના તાર જેવી તકનીકોથી કાટમાળને ખેંચીને પાછો પૃથ્વીના વાતાવરણમાં લાવવાનો પ્રયોગ. ------------------------------ આ સમાચાર પણ વાંચો… ગગનયાન મિશનનો બીજો ક્રૂ મોડ્યુલ ટેસ્ટ સફળ: ચિનૂક હેલિકોપ્ટરથી 3 કિમી ઊંચાઈએથી છોડવામાં આવ્યું; પેરાશૂટ સાથે સમુદ્રમાં સુરક્ષિત લેન્ડિંગ ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાનની તૈયારીમાં મોટી સફળતા મળી છે. ISRO એ શુક્રવારે બીજો ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ (IADT-1) સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.
    Click here to Read More
    Previous Article
    Veteran actor Ranjeet shares a glimpse of his workout at 84: ‘Toh hamesha fit rahuga…’
    Next Article
    કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફુલ ગેરંટી':કડીમાં નીતિન પટેલે કોંગ્રેસ પર સાડીઓ વેચવાના આરોપ લગાવ્યા; કહ્યું- જેમ વેવાઈ જોઈએ એમ ઉમેદવાર જોઇને મત આપજો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment