Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદે અમદાવાદને ધ્રુજાવ્યું, સ્થિતિ ભયંકર બની:બોપલ-વેજલપુરમાં 18 ઇંચ વરસાદથી જળ પ્રલય, 2010નો રેકોર્ડ ધ્વસ્ત, 15 કલાકમાં જ સરેરાશ 11 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા

    22 hours ago

    અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે તો પેલેડિયમ મોલ આગળ CM પણ થોડીવાર માટે ફસાયા હતા. સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા પોશ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ભારે વરસાદના કારણે અમદાવાદની તમામ સ્કૂલોમાં 24 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં સવાર સુધીનું રેડ એલર્ટ છે. તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં સરેરાશ ઇંચ વરસાદ પડ્યો છે શહેરના બોપલ અને સરખેજ વિસ્તારમાં 16થી 17 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે જેના કારણે થઈને વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. ટ્રાફિક અને વરસાદના કારણે નાગરિકો સમયસર પોતાના ઘરે પહોંચી રહ્યા નથી. અતિ ભારે વરસાદથી લોકો ફસાયા છે અને હાલાકીનો સામનો કરી રહ્યા છે.અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અમદાવાદના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    PM Modi Video Message On Paper Leak: पीएम मोदी ने जारी किया वीडियो संदेश। NEET Paper Leak | CJP
    Next Article
    Rath Yatra 2026 | 29 જૂને યોજાનારી જળયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ | Jalyatra |Ahmedabad | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment