Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી:પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત, તાપમાનમાં હજી પણ ઘટાડો થવાની શક્યતા

    8 hours ago

    રાજ્યમાં માર્ચના પ્રારંભમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે. તો બીજી તરફ 18મી માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રીને નીચે આવી જતા હાલ કોઈ શહેરમાં હીટવેવની શક્યતા નથી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં રાહત રાજ્યમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 7 દિવસ સુધી હિટવેવની કોઈપણ પ્રકારની શક્યતા નથી. 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી માર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જતા 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલું મહત્તમ તાપમાન હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 39.2 ડિગ્રી, અમદાવાદમાં 38.4 ડિગ્રી, ભુજમાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 37.9 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, વડોદરામાં 36.5 ડિગ્રી, નલિયામાં 36.4 ડિગ્રી, ભાવનગરમાં 35.3 ડિગ્રી, ડાંગમાં 35.2 ડિગ્રી, દાહોદમાં 34.9 ડિગ્રી, કંડલામાં 34.8 ડિગ્રી, દમણમાં 33.8 ડિગ્રી, પોરબંદરમાં 32.9 ડિગ્રી, દીવમાં 32 ડિગ્રી, ઓખામાં 31.2 ડિગ્રી, વેરાવળમાં 31.2 ડિગ્રી, દ્વારકામાં 29.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હિટવેવની પણ કોઈપણ પ્રકારની શક્યતા જોવા મળી રહી નથી. પરંતુ આગામી 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં માધ્યમથી કમોસમી વરસાદ થઈ શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચી જશે. તેમજ અન્ય શહેરમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો નોંધાશે.
    Click here to Read More
    Previous Article
    હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબથી વેપારીઓ પરેશાન:વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો, ટ્રાફિક જામ ને ઉડતી ધૂળથી ત્રસ્ત
    Next Article
    Furious Pakistan Lodge Complaint Against Sri Lankan Umpire After Humiliation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment