Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટબોલ વર્લ્ડકપ જીતવાનો સૌથી મોટો દાવેદાર સ્પેન:18 વર્ષનો યમાલ ટીમની સૌથી તાકાત; ફ્રાન્સ નંબર-2; જાણો મેસ્સીની આર્જેન્ટિના કયા નંબર પર છે

    9 hours ago

    ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ગઈ છે. દુનિયાની 48 શ્રેષ્ઠ ટીમ ટાઇટલ માટે ટકરાઈ રહી છે. ઓપ્ટા સુપરકમ્પ્યુટર અને EPSNએ એનાલિસિસ કર્યું અને કહ્યું કે આ વર્લ્ડ કપનો સૌથી મોટો દાવેદાર સ્પેન છે. આ ટીમનો સૌથી ચર્ચિત ચહેરો 18 વર્ષનો લેમિન યમાલ છે. તેને 16 ગોલ કરવા બદલ સ્પેનની સૌથી મોટી ટુર્નામેન્ટ લા લીગાનો પ્લેયર ઑફ ધ સીઝન પસંદ કર્યો. સાથે જ રોડ્રી અને પેડ્રી જેવા ભરોસાપાત્ર મિડફિલ્ડર્સથી આ ટીમ શક્તિશાળી છે. 2018નો વર્લ્ડ કપ જીતી ચૂકેલું ફ્રાન્સ આ વખતે બીજું મોટું દાવેદાર છે, જેના સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપ્પે ઇન-ફોર્મ છે. જેણે ગત વર્લ્ડ કપમાં ગોલની હેટ્રિક બનાવી હતી. વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમનું નેતૃત્વ એમ્બાપ્પેના હાથમાં જ છે. આ પછી નંબર ઇંગ્લેન્ડનો છે, જેના કેપ્ટન હેરી કેન જબરદસ્ત ફોર્મમાં છે. તે આ ટુર્નામેન્ટમાં ગોલ્ડન બૂટના દાવેદાર પણ માનવામાં આવી રહ્યો છે. તે 2025-26ની સીઝનમાં 51 મેચોમાં 61 ગોલ કરી ચૂક્યો છે. ચોથી દાવેદાર છે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના. જેના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સી પાસેથી આ વખતે પણ કરિશ્માની અપેક્ષા છે. મેસ્સી ગત વર્લ્ડકપમાં ગોલ્ડન બૂટ વિનર હતો અને ફાઈનલમાં પણ તેણે 2 ગોલ કર્યા હતા. સ્ટોરીમાં જાણીએ ઓપ્ટા સુપરકમ્પ્યુટર-ESPNના એનાલિસિસમાં આ વખતે ટાઇટલની દાવેદાર ટીમોમાં શું ખાસ અને દાવા કેટલા મજબૂત… 1. સ્પેન: ડિફેન્ડિંગ યુરો કપ ચેમ્પિયન ફિફા વર્લ્ડ કપ 2026માં સ્પેનને ખિતાબનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવ્યો છે. સ્પેનના ચેમ્પિયન બનવાની સંભાવના 16.1% છે, જે બધી ટીમમાં સૌથી વધુ છે. સ્પેન એકમાત્ર એવી ટીમ રહી, જેના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની સંભાવના 50% થી વધુ હતી. સ્પેનને ગ્રુપ-Hમાં ઉરુગ્વે, સાઉદી અરેબિયા અને કાબો વર્ડી સાથે રાખવામાં આવ્યું છે. 2. ફ્રાન્સ: સતત ત્રીજા વર્લ્ડ કપ ફાઈનલની આશા ફ્રાન્સને વર્લ્ડ કપ 2026 જીતવા માટે બીજો સૌથી મોટો દાવેદાર માનવામાં આવે છે. ટીમના ખિતાબ જીતવાની સંભાવના 13% આંકવામાં આવી છે. જોકે, ટોચની ટીમમાં ફ્રાન્સનો ગ્રુપ સૌથી મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. ગ્રુપ-Iમાં તેને નોર્વે, સેનેગલ અને ઇરાકનો સામનો કરવો પડશે. 3. ઇંગ્લેન્ડ: 60 વર્ષનો દુકાળ સમાપ્ત કરવાનો મોકો ઇંગ્લેન્ડના ટ્રોફી જીતવાની સંભાવના 11.2% છે. નવા કોચ થોમસ ટચલને પોતાની ટીમની આક્રમક તાકાત પર પૂરો ભરોસો છે. કેપ્ટન હેરી કેન શાનદાર ફોર્મમાં છે અને ટીમની સૌથી મોટી આશા માનવામાં આવે છે. 4. આર્જેન્ટિના: મેસ્સીના દમ પર સતત બીજો ખિતાબ જીતવાનો પડકાર ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને ઓપ્ટા સુપરકમ્પ્યુટરે વર્લ્ડ કપ 2026નો ચોથો સૌથી મોટો દાવેદાર માન્યો છે. ટીમના ખિતાબ જીતવાની સંભાવના 10.4% જણાવવામાં આવી છે. ગ્રુપ-Jમાં ઓસ્ટ્રિયા, અલ્જીરિયા અને જોર્ડન સાથે હોવાને કારણે આર્જેન્ટિના માટે શરૂઆતનો રાઉન્ડ સરળ માનવામાં આવી રહ્યો છે. 5. પોર્ટુગલ: રોનાલ્ડોના છેલ્લા વર્લ્ડ કપમાં ટાઇટલની આશા પોર્ટુગલના ખિતાબ જીતવાની સંભાવના 7% આંકવામાં આવી છે. ફીફા રેન્કિંગમાં પાંચમા સ્થાને રહેલા પોર્ટુગલને ગ્રુપ-Kમાં ડીઆર કોંગો, ઉઝબેકિસ્તાન અને કોલંબિયા સાથે રાખવામાં આવ્યું છે, જેના કારણે તેના નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાની સંભાવના મજબૂત માનવામાં આવી રહી છે. ઓપ્ટા સુપરકમ્પ્યુટર કેવી રીતે એનાલિસિસ કરે છે? ઓપ્ટા સુપરકમ્પ્યુટર રમતોના પરિણામોની ચોક્કસ આગાહી કરતું નથી, પરંતુ આંકડાઓના આધારે વિવિધ પરિણામોની સંભાવના દર્શાવે છે. આ માટે તે ટીમો અને ખેલાડીઓના તાજેતરના પ્રદર્શન, પરસ્પર રેકોર્ડ, ટીમની તાકાત, ખેલાડીઓની ફોર્મ અને અન્ય મહત્વપૂર્ણ આંકડાઓનું એનાલિસિસ કરે છે. આ પછી સુપરકમ્પ્યુટર કોઈ મેચ અથવા આખી ટુર્નામેન્ટને હજારો વખત વર્ચ્યુઅલી રમીને જુએ છે અને ગણતરી કરે છે કે કઈ ટીમ કેટલી વાર જીતે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ 10,000 સિમ્યુલેશનમાં 2,500 વખત ચેમ્પિયન બને છે, તો તેને ટાઇટલ જીતવાની 25% સંભાવના આપવામાં આવે છે. જોકે આ માત્ર એક અંદાજ હોય છે, કારણ કે વાસ્તવિક મેચમાં હવામાન, ઈજા, દબાણ અથવા કોઈ ખેલાડીના શાનદાર પ્રદર્શન જેવી અણધારી બાબતો પણ પરિણામો બદલી શકે છે. ------------------------------------------------------- ફૂટબોલ વર્લ્ડ કપ સંબંધિત આ સમાચાર પણ વાંચો… 12 વર્ષ બાદ FIFAમાં શકીરાની શરારત!: 'વક્કા વક્કા' ગર્લએ 'ડાઈ ડાઈ'થી મહેફિલ લૂંટી, જુઓ ગ્લેમરથી ભરપૂર ઓપનિંગ સેરેમનીના PHOTO-VIDEO ફૂટબોલ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે રાત્રે મેક્સિકોમાં 39 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાઈ. તેમાં પોપ સ્ટાર શકીરા અને નાઇજીરીયન સિંગર બર્ના બોયે પરફોર્મ કર્યું. બંનેએ મળીને FIFAનું ઓફિશિયલ સોંગ ‘ડાઈ-ડાઈ’ ગાયું.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડ કપ આજથી શરૂ:ઇંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે પહેલી મેચ રમાશે; ઓપનિંગ સેરેમનીમાં બ્રિટિશ અભિનેત્રી એમ્મા કિંગ્સટન પરફોર્મ કરશે
    Next Article
    એક ગ્રાહકને 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે:કોમર્શિયલ યુઝર્સ રિટેલ પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં, તેમના માટે ડીઝલ લગભગ ₹40 મોંઘું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment