Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાએ દ.ગુજરાતને ધમરોળ્યું, ચીખલી-ધોળકામાં 18-18 ઈંચ વરસાદ:11 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 19 જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં આવતીકાલે રજા

    3 days ago

    આજે ગુજરાતના 220 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે, જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને અમદાવાદના ધોળકામાં 18-18 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામ અને મહેમદાબાદમાં 17-17 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડા, વાસંદા, માતર, દસક્રોઇ, વલસાડ સહિતના 17 તાલુકામાં 11થી 16 ઈંચ અને 110 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારીમાં 10 હજાર લોકોનું અને વલસાડમાં 12 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવશે. હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. 35થી વધુ સ્થળોએ સબ સ્ટેશનમાં ખામી સર્જાતા વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF જ્યારે વલસાડમાં 3 NDRF અને 5 SDRF ટીમો તૈનાત છે. ઓડિશાથી વધુ 4 ટીમો ગુજરાત આવશે. જેમાં 2 ટીમ વલસાડ અને 1 ટીમ સુરત તરફ મોકલવામાં આવશે. આર્મીની 2 કોલમ વલસાડ જશે, જ્યારે 1 ટીમ નવસારી માટે મોકલવામાં આવશે. બચાવ કામગીરી માટે 25 બોટ વલસાડ રવાના કરવામાં આવી છે. નવસારીમાં જરૂર પડશે તો બોટ મોકલવામાં આવશે. 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ 23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આજે 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગર સહિત આઠ જિલ્લામાં ભારેથી અતિભારેની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ સહિત સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. 19 જિલ્લામાં 24 જુલાઈએ તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહીસાગર અને નવસારી સહિત કૂલ 19 જિલ્લામાં આવતીકાલે એટલે કે 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.. અમદાવાદના વરસાદની પળેપળની અપડેટ માતરમાં ગરનાળામાં કાર ખાબકી, 4 લોકોના મોત ખેડા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર આવેલા મોતીપુરા પાસે એક કાર ગરનાળા પરથી નીચે પલટી મારીને પાણીના તીવ્ર વહેણમાં ખાબકી હતી. કારમાં સવાર તમામ છ લોકો અમદાવાદના રહેવાસી હતા, જેમાંથી ચાર વ્યક્તિઓના નીપજ્યા છે, જ્યારે બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ બે વ્યક્તિઓને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ખેડા SDM સૂરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલી રેસ્ક્યૂ કામગીરીમાં ત્રણ લોકોના મૃતદેહો બહાર કાઢી લેવાયા છે, જ્યારે ચોથા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, CMની ઈમરજન્સી બેઠક, PM મોદીએ લીધી જાણકારી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મંત્રી નરેશ પટેલ, કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર કમિશનર આલોક પાંડે સહિત પ્રભારી સચિવોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી દેવામાં આવ્યા છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે. સુરત શહેરમાં 1 મહિનામાં 50 ઇંચ વરસાદ, ખાડીપૂરથી દુકાનો-મકાનો ડૂબ્યા સુરત શહેરમાં માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં 50 ઇંચ જેટલો આફતરૂપ વરસાદ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1248 મિમી જેટલો ભારે વરસાદ વરસી ચૂક્યો છે. સાર્વત્રિક ભારે વરસાદ અને ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સારોલી, સણિયા હેમદ અને વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાં 10થી 15 ફૂટ તેમજ મીઠી ખાડી નજીકના વિસ્તારોમાં 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ આકાશી આફતમાં સારોલી પોલીસ સ્ટેશન, સોસાયટીઓ, સણિયા હેમદનું ખોડિયાર માતાનું મંદિર અને કુંભારિયાનું પૌરાણિક કુંભેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણપણે જળમગ્ન બન્યાં છે. વાહનવ્યવહાર ઠપ્પ થતાં લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે, જ્યારે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા 24x7 રેસ્ક્યૂ હાથ ધરી બોટ દ્વારા વેલંજામાંથી 80 લોકો ઉપરાંત લિંબાયત, વરાછા, ઉધના અને પાંડેસરામાંથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભેદવાડ ખાડી છેલ્લા 26 કલાકથી સતત ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. વરાછા ઝોનની સીમાડા ખાડી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જ્યારે ભેદવાડ અને મીઠી ખાડી પણ ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચતાં સ્થિતિ ગંભીર બની છે. નવસારીમાં નદીઓ ભયજનક સપાટીએ, વાંસદામાં 2ના મોત નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં સર્વત્ર પૂરની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. પૂરના પાણીમાં ફસાયેલા 3000 જેટલા લોકોને તાબડતોબ રેસ્ક્યૂ કરીને શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, વાંસદાના ગંગપુર ખાતે બેરિકેટેડ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતાં પાણીના તેજ વહેણમાં બાઈક તણાતાં બે યુવાનોના મોત નીપજ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલરૂમ પહોંચી રાહત-બચાવ કામગીરીનું સીધું મોનિટરિંગ કર્યું છે. રેલવે મુસાફરો માટે હેલ્પ ડેસ્ક શરૂ ટ્રેન સંબંધિત માહિતી, સહાય અને માર્ગદર્શન માટે મુસાફરો આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની પણ અપીલ કરી છે. ગુજરાતને પવન સાથે મેઘરાજા ધમરોળશે, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં એલર્ટ હવામાન વિભાગ દ્વારા 24 જુલાઈના પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં અતિભારે અને અમદાવાદ, સુરતમાં ભારે વરસાદની ભીતિ સેવવામાં આવી છે. 25 અને 26 જુલાઈ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Centre changes Education Secretary amid student protests, anger over exam paper leaks
    Next Article
    From painting houses to cracking NEET: Rajasthan teen now eyes a government medical college

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment