Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 18 માર્ચે 10 કોલેજોના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ:અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને મળશે રોજગારની તક

    1 day ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પ 18 માર્ચ, 2026, બુધવારના રોજ કે.ડી. પોલીટેકનિક, પાટણ ખાતે યોજાશે. સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલશે. પાટણ જિલ્લાની કુલ 10 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ભાગ લઈ શકશે. 40 થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે અને અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં સામેલ થશે. ઇન્ટરવ્યૂ કે.ડી. પોલીટેકનિકના વિવિધ વિભાગોમાં યોજાશે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું સંકલન પાટણ જિલ્લા ઝોન-2, નોડ-1ના નોડલ ઓફિસર પ્રોફેસર એચ.સી. પરમાર અને કે.ડી. પોલીટેકનિક, પાટણના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર પ્રોફેસર ડી.કે. રાવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમની કારકિર્દી માટે સારો અવસર મેળવી શકે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 500 અંક વધીને 78,000 પર ટ્રેડિંગ:ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, ટ્રમ્પના 'યુદ્ધ જલ્દી સમાપ્ત' થવાના નિવેદનની અસર
    Next Article
    Anthropic sues to block Pentagon blacklisting over AI use restrictions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment