Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 એપ્રિલનું અંકફળ:અંક 1ના જાતકોને ચારે તરફથી સફળતા મળશે, અંક 8ના જાતકો ભાગ્યના સહારે લક્ષ્ય પ્રાપ્ત કરશે

    14 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં મન મજબૂત રહેશે, પરંતુ આવક ઓછી રહેશે અને ભવિષ્ય પ્રત્યે આશંકા રહેશે. ખર્ચ કરવામાં કંજૂસી રહેશે. બપોરથી આવકમાં વૃદ્ધિની સાથે પ્રસન્નતા પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે અને ચિંતાનો અંત આવશે. સ્થાવર મિલકત ખરીદવાનું મન બનશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આવક પ્રાપ્ત થશે અને મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે રહેવાની તક મળશે. કરિયર: કારોબારમાં નવા કામની પ્રાપ્તિ થશે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવ: પ્રેમી પાત્ર પ્રત્યે મન ઉદાસ રહેશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 2-3-6 લકી કલર: લીલો શું કરવું: ગરીબોને ફળનું દાન કરો. સ્થાયી ધન અને મિલકતના મામલામાં ફાયદો થશે. ધનનો સંચય પણ થશે અને પરિવાર તરફથી સહયોગ મળશે. બગડેલા સંબંધોમાં સુધારો થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. ભાઈ-બહેનો તરફથી સહયોગ મળશે. નવા કામમાં આવી રહેલા અવરોધો દૂર થશે. સાંજે આસપાસના લોકો તરફથી મુશ્કેલી આવી શકે છે. બાકીના સમયમાં કોઈ પરેશાની નહીં હોય. કાર્ય વિધિવત ચાલતું રહેશે. રાત્રે મન ઉદાસ રહેશે. કોઈ કામમાં મન લાગશે નહીં. કરિયર: કારોબારને લઈને ચિંતા રહી શકે છે. નોકરીમાં ફેરફાર કરવાનું મન થશે. લવ: જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. પ્રેમમાં લાગણી ઓછી થશે. લકી નંબર: 2-5-7 લકી કલર: પીળો શું કરવું: જરૂરિયાતમંદોને ભોજન કરાવવું. કાર્ય પ્રત્યે સમર્પણ રહેશે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહેશે. ભાઈઓ તરફથી સહયોગ મળશે અને પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. સ્થાવર મિલકતથી લાભની સંભાવના છે. આવક સારી રહેશે અને કાર્યમાં ગતિ આવશે. બપોરે થોડી ચિંતા થઈ શકે છે. ખર્ચ વધુ રહેશે અને તણાવનો સમય રહેશે. સહયોગની અપેક્ષા વ્યર્થ જશે. સાંજે લાભની સ્થિતિ બનશે. કાર્યમાં સુધારો થશે અને આવક પણ વધશે. સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપારલક્ષી યાત્રાનો યોગ છે. નોકરીમાં સંસાધનોનો અભાવ વર્તાશે. લવ: પ્રેમી પાત્રનો વ્યવહાર આઘાત પહોંચાડી શકે છે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 2-4-9 લકી કલર: સફેદ શું કરવું: ગરીબોને સફેદ વસ્ત્રનું દાન કરો. સવારનો સમય સંતાન તરફથી સહયોગ અપાવનારો રહેશે. આવકમાં સુધારો થશે અને અગાઉના સમય કરતા વધુ સારું અનુભવશો. ચિંતાઓ પર નિયંત્રણ રહેશે. કામની અધિકતા રહેશે અને ભાઈઓના સહયોગની સાથે પ્રદર્શનમાં સુધારો થશે. બપોરનો સમય પણ પક્ષમાં રહેવાની સંભાવના છે. આવકમાં સુધારો રહેશે અને સહયોગ મળશે. સાંજનો સમય સારો રહેશે. નવા કાર્યોની પ્રાપ્તિ થશે અને મિત્રો તરફથી પણ મદદ મળશે. કરિયર: વેપાર અને નોકરીમાં મજબૂતી આવશે. નવા કામની પ્રાપ્તિ થશે. લવ: પ્રેમી પાત્ર તરફથી સહયોગ મળશે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 2-3-7 લકી કલર: લાલ શું કરવું: ગરીબોને ગોળનું દાન કરો. શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે અને કાર્યસ્થળ પર તણાવ રહેશે. ખર્ચમાં વધારો થશે અને આવક મન મુજબ થઈ શકશે નહીં. બપોરથી સુધારો જોવા મળશે. મહેમાનોનું આગમન થશે અને ખુશીના સમાચાર મળશે. લાંબા સમયથી પ્રતિક્ષિત કાર્ય સંપન્ન થઈ શકે છે. આવક સારી રહેશે અને સંતાન તરફથી સુખ મળશે. કાર્યો સમયસર પૂર્ણ થશે અને વિવાદોમાં વિજય મળશે. સાંજે પ્રસન્નતા જળવાઈ રહેશે અને સહયોગ મળશે. કરિયર: વેપારમાં તેજી રહેશે અને અટકેલા નાણાં પ્રાપ્ત થશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે. લવ: વૈવાહિક જીવનમાં અનુકૂળતા રહેશે. પ્રેમમાં અવરોધો આવી શકે છે. લકી નંબર: 2-5-6 લકી કલર: પીળો શું કરવું: ગરીબને મીઠાઈ અર્પણ કરો. સમય પક્ષમાં રહેશે. આવકમાં સુધારો થશે અને અવરોધો દૂર થશે. સહયોગ પ્રાપ્ત થશે અને વિરોધીઓ પરાજિત થશે. સમસ્યાઓનો ઉકેલ આવશે. બપોરે તણાવપૂર્ણ સમય હોઈ શકે છે. સંતાન સાથે વિવાદ અને કાર્યસ્થળ પર પરેશાની થઈ શકે છે. આવક પણ ઓછી થશે. ક્રોધની અધિકતા રહી શકે છે. સાંજથી તેમાં સુધારો થઈ જશે. પ્રસન્નતા પ્રાપ્ત થશે અને વિવાદોનો ઉકેલ આવશે. કાર્યોમાં સુધારો થશે. ફરવા જવાની તક મળશે. કરિયર: વેપાર ઉન્નત રહેશે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે અને જરૂરી સંસાધનો ઉપલબ્ધ થશે. લવ: પ્રેમી પાત્રનો વ્યવહાર અનુચિત હોઈ શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. લકી નંબર: 1-2-8 લકી કલર: લાલ શું કરવું: ગરીબને નમકીન વસ્તુઓનું દાન કરો. શાનદાર શરૂઆત થશે. કોઈ મોટું કામ થઈ શકે છે. સંતાન તરફથી સુખ મળશે. સહયોગ પણ જળવાઈ રહેશે. આવકમાં સુધારો થશે. બપોરથી મુશ્કેલીઓ આવી શકે છે. કાર્યમાં મન લાગશે નહીં. સંભાળીને રહેવું પડશે. તણાવ અને સમસ્યાઓ રહેશે. સાંજે અપેક્ષિત સારો સમય રહેશે. ધન પ્રાપ્તિ અને સહયોગ મળશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. સંતાન તરફથી પ્રસન્નતા મળશે અને નવા કાર્યની રૂપરેખા બની શકે છે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં ફેરફારની સંભાવના બનશે. લવ: પ્રણય સંબંધ વ્યક્ત કરવા માટે આજનો દિવસ ઉચિત રહેશે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. લકી નંબર: 2-3-9 લકી કલર: સફેદ શું કરવું: ગરીબને ખાંડનું દાન કરો. સવારના સમયમાં મન ઉદાસ રહેશે. વિરોધીઓ પણ સક્રિય રહેશે. કાર્યમાં વિલંબ શક્ય છે. આવક ઓછી રહેશે અને વાહનથી કષ્ટ થઈ શકે છે. આસપાસના લોકો સાથે વિવાદ પણ થઈ શકે છે. બપોરથી આવકમાં વૃદ્ધિ થશે. ભાગ્ય સાથ આપશે. સફળતા અપાવનારો સમય રહેશે. કાર્યમાં ગતિ આવશે. ધનની સાથે સન્માન અને લક્ષ્ય સિદ્ધિ થશે. સાંજથી ફરી થોડી પરેશાનીઓ આવી શકે છે. સરકારી અડચણ પણ આવી શકે છે. કરિયર: કારોબારમાં બિનજરૂરી અવરોધો આવી શકે છે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: પ્રેમી પાત્ર તરફથી અપેક્ષિત સહયોગ નહીં મળે. વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. લકી નંબર: 2-5-8 લકી કલર: લીલો શું કરવું: ગાયને લીલું ઘાસ ખવડાવો. સવારના સમયમાં આવક સારી રહેશે, પરંતુ બિનજરૂરી તણાવ થઈ શકે છે. લોકો પરેશાન કરી શકે છે. ટૂંકી યાત્રાનો યોગ પણ બની શકે છે. બપોરે પ્રસન્નતા અને મોટી સફળતા મળશે. આવકમાં સુધારો થશે. વિવાદોનો અંત આવશે. નવા કાર્યો મળી શકે છે. સાંજે સંભાળીને રહેવાનો સમય છે. વિવાદથી દૂર રહો. વાહનથી કષ્ટ થઈ શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. શરદી અને એલર્જીથી પીડાઈ શકો છો. કાનમાં દુખાવો થઈ શકે છે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં યાત્રાનો યોગ બનશે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં પ્રસન્નતા પ્રાપ્ત થશે. લકી નંબર: 2-6-7 લકી કલર: કેસરી શું કરવું: ગરીબોને ભોજનનું દાન કરો.
    Click here to Read More
    Previous Article
    18 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓનો અંત આવશે, વૃશ્ચિક રાશિના લોકોને મહેનતનું ફળ મળશે
    Next Article
    શનિવારનું રાશિફળ:વૃષભ, ધન અને મકર રાશિને વેપારમાં પ્રગતિ થશે, મીન જાતકોના ઘરે પારણું બંધાશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment