Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેપિડો રાઈડર અક્ષયને મળવા રાજકોટથી મુંબઈ ચાલીને પહોંચ્યો:18 દિવસે પહોંચ્યો, 1 મહિનો રેલવે સ્ટેશને રહ્યો, ઈસ્કોનમાં પ્રસાદ લેતો; અંતે 'ખિલાડી કુમાર' સાથે ભેટો થયો

    13 hours ago

    એક્ટર અક્ષય કુમારને મળવા માટે રાજકોટ નિવાસી અશોક કંજારિયા નામનો યુવાન 700 કિલોમીટરની ચાલીને રાજકોટથી મુંબઈ પહોંચ્યો. તે 17 ફેબ્રુઆરી 2026ના રોજ તિરંગો લઈને ઉઘાડા પગે રાજકોટથી નીકળ્યા અને 18 દિવસમાં મુંબઈ પહોંચ્યો. જોકે, મુંબઈ પહોંચ્યા પછી ઘણા દિવસો સુધી અક્ષય સાથે તેની મુલાકાત થઈ શકી નહીં. આ પછી તેણે શહેરમાં જ રોકાઈને પ્રયાસો ચાલુ રાખ્યો. તે ઘણી વાર અક્ષય કુમારના ઘરની બહાર પહોંચ્યો, પરંતુ તેને મળવામાં સફળતા મળી નહીં. 'દેશ ગુજરાત'ના રિપોર્ટ અનુસાર, અશોક કંજારિયાએ હાર ન માની અને લગભગ એક મહિના સુધી મુંબઈમાં રાહ જોઈ. આ દરમિયાન તે ફૂટપાથ અને રેલવે સ્ટેશન પર રહ્યો. તેનો લગભગ 14 હજાર રૂપિયા ખર્ચ થયો. તે જુહુ બિચ પર રેતીમાં સૂઈ રહેતો તો ઘણીવાર કોઈ રેલવે સ્ટેશને સૂતો. તે ઈસ્કોન મંદિરમાં પ્રસાદ લેતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે પુત્રો રાજકોટમાં તેની રાહ જોઈ રહ્યા હતા. 8 એપ્રિલે આખરે મુલાકાત થઈ 6 માર્ચે મુંબઈ પહોંચ્યા પછી તેને એક મહિના સુધી રાહ જોવી પડી. આખરે 8 એપ્રિલે મુલાકાત થઈ શકી. અક્ષય કુમારે પોતાની સિક્યોરિટી ટીમને તેને બોલાવવાનો નિર્દેશ આપ્યો હતો. અશોકે તક જતી ન રહે, એમ વિચારીને સવારે 7 વાગ્યે જુહુ પહોંચી ગયો. પછી સવારે 8:30 વાગ્યે તેમની અક્ષય કુમાર સાથે મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન અક્ષયે અશોકને 'ખુશ રહે બેટા' કહીને શુભેચ્છા આપી અને સાથે ફોટો પણ પડાવ્યો. સાથે જ અક્ષયે અશોકને ખુલ્લા પગે ચાલવાની ના પાડી અને તેને ખોટું ગણાવ્યું. અશોક રેપિડો રાઈડર છે પણ ચાલીને મુંબઈ પહોંચ્યો હતો. એક મહિનો રાહ જોયા પછી તે અક્ષય કુમારને મળી શક્યો હતો. અગાઉ દ્વારકાનો યુવક પણ ચાલતા પહોંચ્યો હતો વર્ષ 2019માં દ્વારકાનો પરબત માડમ નામનો 20 વર્ષીય યુવાન અક્ષય કુમારને મળવા દ્વારકાથી પગપાળા મુંબઇ જવા નીકળી પડ્યો હતો. આ દરમિયાન તે અંદાજે 1 હજાર કિલોમીટર ચાલી મુંબઇ પહોંચ્યો હતો. આ અંગે પરબત માડમે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અક્ષય કુમાર દેશભક્તિની ફિલ્મ્સ કરી સમાજને રાહ ચીંધી એક મેસેજ આપે છે. માત્ર એટલું જ નહીં, અક્ષય કુમારની જેમ પરબત પણ પોતે ફિટનેસ મામલે અવ્વલ છે. જેથી અક્ષય કુમાર તેનો ફેવરિટ સ્ટાર છે. તે અક્કીને પગપાળા મળીને યુવાનોને પ્રેરણા આપવા માગે છે. મુંબઈ સ્થિત મારા બનેવીએ આ અંગે અક્ષયને વાત કરી તો તે પણ ચોંકી ગયા પરબત માડમ અક્ષયનો એવો જબરો ફેન છે કે, તેને પોતના નામની આગળ ખિલાડી લગાવી દીધું. આ અંગે પરબતે વધુમાં જણાવ્યું હતુ કે મારા બનેવી મુંબઈમાં છે. જ્યારે તેની અક્ષય કુમાર સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે અક્ષયને કહ્યું કે મારો સાળો દ્વારાકાથી પગપાળા તમને મળવા નીકળી ગયો છે. એક હજાર કિલોમીટર ચાલીને આવી રહ્યો છે. આ વાત સાંભળીને અક્ષય પણ ચોંકી ગયો અને કહ્યું કે તે તેને જરૂર મળશે. મારા ભાણેજ સાથે અક્ષય કુમારે ફોટો પણ પડાવ્યો છે. મારો ભાણેજને જ્યારે ત્રીજા માળેથી પડ જવાને કારણે માથામાં ઈજા પહોંચી ત્યારે મારા બનેવી અક્ષયના ઘર બહાર ઉભા રહ્યાં હતાં અને અક્ષય આવ્યો ત્યારે તેને મળ્યાં અને મારા અંગે અક્ષય સાથે વાત કરી. અક્ષય કુમારે વીડિયો શેર કરીને લખ્યું, જો આપણા યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની યોજના અને સંકલ્પનો ઉપયોગ કરશે તો પછી અમને કોઈ રોકી નહીં શકે. આપ સૌને મળવું હંમેશાં ઉત્તમ છે અને તમે મને જે પ્રેમ કરો છો તેના માટે હું આભારી છું પણ કૃપા કરીને આ બાબતો ન કરવા વિનંતી કરું છું. તમારા જીવનને વધુ સારી બનાવવામાં તમારો સમય, શક્તિ અને સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરો, જે મને સૌથી વધુ ખુશ કરશે.
    Click here to Read More
    Previous Article
    RR vs RCB Live Score, IPL 2026 Match 16 Updates: Toss to take place at 8 PM; Rajasthan Royals vs Royal Challengers Bengaluru match starts at 8.15 PM
    Next Article
    Editor's View: યુદ્ધનો ત્રિપલ એટેક:મોટા ઉપાડે મધ્યસ્થી ને હવે શાંતિ પર સસ્પેન્સ, મોંઘવારીનો બોંબ ફૂટવાની ચેતવણી, 36 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment