Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 179 બેઠક માટે ભાજપના 580 દાવેદાર:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

    4 days ago

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની કુલ 179 બેઠકો માટે 580 દાવેદારોએ ટિકિટ માંગી છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બુધવાર અને ગુરુવારે મોરબી, માળિયા, વાંકાનેર, ટંકારા અને હળવદ એમ પાંચ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાઈ હતી. આ ઉપરાંત, વાંકાનેર અને ટંકારા નગરપાલિકાની બેઠકો માટે પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર, માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 47 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 31 દાવેદારો છે. વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 83 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 44 દાવેદારોએ ટિકિટ માંગી છે. વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 98 દાવેદારો નોંધાયા છે. ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 11 દાવેદારો છે. ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 35 દાવેદારોએ દાવેદારી કરી છે. મોરબી તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 55 અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે 28 દાવેદારો છે. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 71 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 37 આગેવાનોએ ટિકિટ માટે અરજી કરી છે. શુક્રવારે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો અને માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની કુલ 255 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
    Click here to Read More
    Previous Article
    ભારત બોલ્યું- હોર્મુઝમાં નાવિકો ગુમાવનાર અમે એકમાત્ર છીએ:આ સંકટનો ઉકેલ વાતચીતથી જ શક્ય છે, ઓનલાઈન બેઠકમાં 60 દેશો સામેલ થયા
    Next Article
    IPL 2026, KKR vs SRH LIVE Cricket Score: Ramandeep Singh falls for 10 for Kolkata vs Hyderabad in Eden Gardens

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment