Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.1.78 કરોડના સાયબર ફ્રોડમાં 9 ની ધરપકડ:ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0: ફ્રોડની રકમની રિકવરી બાકી, માસ્ટર માઇન્ડ સુધી પોલીસ ન પહોંચી શકી : યુવાન સાથે રૂ.29 લાખની છેતરપિંડી

    1 week ago

    ગુજરાત રાજ્યમાં સાયબર ફ્રોડના વધતા કેસોને ધ્યાનમાં રાખી ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સાયબર ફ્રોડ માટે વપરાતા એકાઉન્ટ ધારકો અને કૌભાંડ આચરનારાઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા રૂ.1.78 કરોડના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 16 માંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજુ ફ્રોડની રકમ ફરિયાદ કરનારા 50 માંથી એક પણ વ્યક્તિને પરત મળી નથી અને માસ્ટર માઇન્ડ સુધી પોલીસ પહોંચી શકી નથી. 16માંથી 9 આરોપીઓની અટકાયત કરાઈ, 7 આરોપીઓ ફરાર રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતુ કે, રાજ્યમાં હાલ ઓપરેશન મ્યુઅલ હન્ટ ચાલુ છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં જે મ્યૂઅલ એકાઉન્ટ છે તેમના વિરુધ્ધ કામગીરી ચાલુ છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 16 વ્યક્તિઓ વિરૂધ્ધ 8 FIR દાખલ કરવામાં આવેલી છે. આ બધા એકાઉન્ટ વિરુદ્ધમાં ટોટલ 50 ફરિયાદ 1930 પર દાખલ કરવામાં આવેલી છે. જેમાં રૂ.1,78,92,645 નો ફ્રોડ થયેલો છે. 16માંથી 9 આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે. જ્યારે 7 આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે. કોઈને બેન્ક એકાઉન્ટ ભાડે ન આપવા નાગરિકોને અપીલ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ એકાઉન્ટ ભાડે આપેલા હતા. સાયબર ફ્રોડમાં ઉપયોગ થઈ રહ્યા હતા. તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમારા એકાઉન્ટ GST યુઝ માટે, એકાઉન્ટમાં ટ્રાન્સલેશન માટે, ભાડા ઉપર ન આપો. કારણ કે જ્યારે પણ કાર્યવાહી થશે ત્યારે આરોપી તરીકે સૌથી પહેલું નામ એકાઉન્ટ હોલ્ડરનું આવશે. જેથી કોઈપણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ બીજા લોકોને ન આપે. તમને કોઈ કહેતું હોય તો કે તમારી પેટી ખોલીને પાર્ટનર રાખશું તો આ બાબતે સૌપ્રથમ તમે માહિતી એકત્ર કરો કે કઈ પેટી છે અને શું કામ કરશે. ઝડપાયેલા આરોપીઓ પોતાનું એકાઉન્ટ બીજા લોકોને ભાડા પર આપતા હતા. જેમાં એક સુરતનું કનેક્શન પણ નીકળ્યું છે જેથી અહીંથી એક ટીમ ત્યાં આરોપીને પકડવા માટે રવાના થઈ છે. બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યા છીએ. સાયબર પોલીસ સ્ટેશન સહિતમાં અમારી તપાસ ચાલુ છે. હાલ ફ્રોડની રકમની વસુલાત કરવાની બાકી છે. તમામ ફરીયાદીઓ સાથે અમે સંપર્ક કરી રહ્યા છીએ. ફરિયાદીઓને બોલાવી તેમનું નિવેદન લઈ અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ કબૂલાત આપી છે કે, એકાઉન્ટ ભાડે આપવા બદલ મહિને રૂ.5000 થી રૂ.10000 મળતા હતા. અંતમાં તેમણે જણાવ્યું હતું કે હાલ તો જેમના એકાઉન્ટ સાઈબર ફ્રોડ માટે યુઝ થયા છે તેમની અટકાયત કરવામાં આવી છે પરંતુ તેના માસ્ટર માઇન્ડ બીજા લોકો છે. હાલ એકાઉન્ટ હોલ્ડરોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના લેયરમાં અન્ય લોકો નીકળશે તો તેને પણ પકડવામાં આવશે જે બાદ માસ્ટર માઇન્ડ સુધી પહોંચશું. કયા કયા જિલ્લામાંથી આ કૌભાંડને કરવામાં આવી રહ્યું છે તે અંગેની તપાસ ચાલુ છે. - વિંછીયા પોલીસ મથકમાં સાગર ઝાપડીયા અને યોગેશ રાઠોડ - ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુલતાનશા શાહમદાર, મોસીન શાહમદાર, હુસૈનભાઈ કાસમાણીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સુરતના કૃણાલ હાથીવાલાને પકડવાનો બાકી છે. - મેટોડા પોલીસ સ્ટેશનમાં મિતલ રુપારેલીયાની અટકાયત થઈ જ્યારે સાહિલ પોલીસ પકડથી દૂર છે. - ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં હિતેશ સલાટ, સિરાજ ખલીફા, સોહેલ શેખ અને શકીલ અગવાન પકડવાના બાકી છે. - જસદણ પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ પરમાર, ગોંડલ તાલુકામાં અરજણદાસ રાવતાણી અને પડધરી પોલીસ સ્ટેશન દ્વારા સાગર દાણીધારીયાની ધરપકડ કરવામાં આવેલી છે. સ્નીચ કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને યુવાન સાથે રૂ.29 લાખની છેતરપિંડી રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ગીતાનગરમાં રહેતા 19 વર્ષીય હિતાર્થ સોલંકીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તે એવી રીતે કે, આરોપીઓએ પોતાને સ્નીચ અપેરલસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફ્રેન્ચાઇઝી મેનેજર તરીકે ખોટી ઓળખ આપી કરિયાદીનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત ઇ-મેલ આઇ.ડી મારફતે સંપર્ક કરી ફરિયાદીને સ્નીચ કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક ખાતાઓ રૂ.29 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ ખોટા ઇ-મેલ, એપાઈન્ટમેન્ટ લેટર તથા ફ્રેન્ચાઇઝી સંબંધિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લઇ ઓનલાઇન છેતરપીંડી આચરી. જે બાદ વધુ રકમની માંગણી કરતા ફરિયાદીએ રૂપિયા પરત માંગતા પરત ન આપ્યા અને ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો. જેથી પોલીસે BNS ની 2023 ની કલમ 318(4), 319(2), 336(2), 336(3),340, 3(5) તથા આઈ.ટી. એક્ટની કલમ 66(D) મુજબ ગૂનો નોંધી ફ્રોડ કરનારાઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Dhanawali – the Pune village that time, and the state, forgot
    Next Article
    Ram Temple Trust Seeks Probe, Slams Akhilesh Yadav's "Missing Funds" Comment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment