Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઠીવાડામાં મોબાઇલ વાનથી 174 દર્દીઓના ટીબી ટેસ્ટ કરાયા:100 દિવસીય ઝુંબેશ અંતર્ગત કેમ્પમાં ડાયાબિટીસ-બ્લડ પ્રેશરનું પણ નિદાન

    5 दिन पहले

    દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ભાઠીવાડા-1 અને ભાઠીવાડા-2 સબ સેન્ટર ખાતે 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશના ભાગરૂપે યોજાયેલા આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે ટીબીના દર્દીઓની વહેલી તકે ભાળ મેળવી તેમને યોગ્ય સારવાર આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં આ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોબાઇલ ટીબી એક્સ-રે વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વાન દ્વારા કુલ 174 શંકાસ્પદ દર્દીઓના સ્થળ પર જ ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત, કેમ્પમાં આવેલા તમામ નાગરિકો માટે અન્ય સામાન્ય રોગોના નિદાનની પણ વ્યવસ્થા હતી. જેમાં દર્દીઓનું વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવા રોગોની તપાસ કરીને સ્થળ પર જ તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર આરોગ્ય કેમ્પનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ થયું હતું. આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના આયોજનને સફળ બનાવવા સક્રિય યોગદાન આપ્યું. આ ટીમમાં મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, આશા ફેસિલિટેટર તેમજ આશા બહેનોએ ખંતપૂર્વક ફરજ બજાવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના લક્ષણોની વહેલી તકે ઓળખ થાય તે માટે તંત્ર દ્વારા સમયાંતરે આવા સઘન પગલાં લેવાય છે. સ્થાનિક સ્તરે જ નિદાન અને વિનામૂલ્યે સારવાર મળવાથી ગરીબ દર્દીઓને જિલ્લા મથકે સુધી જવામાંથી મુક્તિ મળે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવા સ્થાનિક કેમ્પો અને સઘન સર્વેલન્સ પ્રક્રિયા દ્વારા જિલ્લામાંથી ટીબીના રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં મોટી મદદ મળશે. આ પ્રયાસો દેશને "ટીબી મુક્ત ભારત" બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક કદમ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખાડીપૂર રોકવા મનપા એક્શનમાં:દિલ્હીથી મંગાવેલા 4 સ્પેશિયલ 'ફ્લોટિંગ મશીનો'મેદાને, 540 કલાકમાં 7300 ઘન મીટર કચરો બહાર ફેંક્યો
    Next Article
    અમરેલીમાં PC-PNDT એક્ટ હેઠળ સલાહકાર સમિતિની બેઠક:નવા રજિસ્ટ્રેશનને બહાલી, જનજાગૃતિ વધારવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment