Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં 173 એજન્ડા પર નિર્ણય:કૉલેજોના જોડાણ અને NEPના 4 વર્ષના અભ્યાસક્રમોને મંજૂરી

    9 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 173 એજન્ડા આઇટમો પર ચર્ચા કરીને કૉલેજોના જોડાણ, 4 વર્ષના અભ્યાસક્રમો અને શૈક્ષણિક પ્રશ્નો અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં 50થી વધુ સભ્યોએ ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી હાજરી આપી હતી. કૉલેજોના લોકલ ઇન્ક્વાયરી કમિટી (LIC)ના રિપોર્ટના આધારે જોડાણ ચાલુ રાખવા કે ન રાખવા અંગે નિર્ણય લેવાયા. હકારાત્મક રિપોર્ટ ધરાવતી કૉલેજોને મંજૂરી અપાઈ, જ્યારે નકારાત્મક રિપોર્ટવાળી કૉલેજોના જોડાણ નામેંજૂર કરાયા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ ચાલુ વર્ષથી 4 વર્ષના ગ્રેજ્યુએશન વિથ ઓનર્સ અને ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ જેવા અભ્યાસક્રમોને વિવિધ કૉલેજોમાં મંજૂરી આપીને પ્રવેશ ફાળવણી પૂર્ણ કરવામાં આવી છે. કૉલેજોમાં આચાર્ય કે યોગ્ય શિક્ષકોની અછત હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને શિક્ષણને અસર ન થાય તે માટે નિર્ણય લેવાયો. કૉલેજના સિનિયર મોસ્ટ અને નિયમિત નિમણૂક પામેલ વ્યક્તિને ઇંચાર્જ આચાર્ય તરીકે માન્યતા આપવા તથા અસ્થાયી શિક્ષકોની નિમણૂક કરીને કૉલેજો ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. સરકાર કક્ષાએથી નિર્ણય બાકી હોય અથવા પૂર્તતા ન કરી હોય તેવી 15 કૉલેજોને ટૂંક સમયમાં પત્ર મોકલી કૉલેજ ચાલુ રાખવા કે બંધ કરવા અંગેની સ્પષ્ટતા માંગવામાં આવશે. હાલ યુનિવર્સિટી કક્ષાએ માત્ર 16 થી 48 જેટલી કૉલેજોના પ્રશ્નો પેન્ડિંગ છે, જ્યારે બાકીની તમામ કૉલેજોના પ્રશ્નોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કાલે 13 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરાની સ્કૂલ-કોલેજોમાં રજા:આજે સુરત સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, ગુજરાત માટે 4 દિવસ ભારે
    Next Article
    Can Societies Deny Pool, Gym Access If You Have A Smaller Flat? What Law Says

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment