Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.70 લાખ ચોરનાર ગઠિયા જેતપુરથી ઝડપાયા:​કેશોદમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરી કરનાર MPના બે ગઠિયા ઝડપાયા, ચોરીની રકમ પણ રિકવર થઈ

    9 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રોજ ધોળા દિવસે બનેલી લાખોની રોકડની ઉઠાંતરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. કેશોદના SP બી.સી. ઠક્કરે આજે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 1.70 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને CCTVના આધારે કેશોદ પોલીસની સર્વેલન્સ ટીમે જેતપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સહયોગથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના શખ્સને દબોચી લીધો છે. પોલીસે ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર કરી લીધું છે. કેશોદની SBI બેંકમાંથી ખેતીના કામ માટેના પૈસા લઈને ફરી રહ્યા હતા ​આ ઘટનાની વિગત એવી છે કે, કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી અને HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા ગત રોજ સવારે કેશોદની SBI બેંકની એકાઉન્ટમાંથી પોતાના ખેતીના કામ માટે 1,70,000 રૂપિયાની રોકડ રકમ ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી પૈસા ઉપાડીને તેઓ બાઈક પર રવાના થયા હતા, પરંતુ બેંકથી માત્ર 150 મીટર દૂર ચાર ચોક પાસે આવેલી એક સોડાની દુકાને ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. તેઓએ પોતાની મહેનતના પૈસા બાઈકની ડીકીમાં સુરક્ષિત રાખ્યા હતા, પરંતુ ગઠિયાઓ તેમની હરકત પર નજર રાખીને બેઠા હતા. ​ગણતરીની સેકન્ડોમાં જ આ ટોળકીએ ડીકીમાંથી 1.70 લાખની ઊઠાંતરી કરી હતી જ્યારે બલભદ્રસિંહજી સોડા પીવામાં મશગૂલ હતા ત્યારે જ તકનો લાભ ઉઠાવી બાઈક પર આવેલા બે શખસો અને તેમની સાથેના એક સગીર બાળકે અત્યંત સફાઈપૂર્વક બાઈકની ડીકી ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આ ટોળકીએ ડીકીમાં રાખેલા 1.70 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી અને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ રફુચક્કર થઈ ગયા હતા. યુવકને જ્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ ત્યારે તેણે તુરંત કેશોદ પોલીસને જાણ કરી હતી. એસપીના જણાવ્યા અનુસાર, આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ અગાઉથી જ બેંકની બહાર 'રેકી' કરે છે અને જે વ્યક્તિ મોટી રકમ લઈને નીકળે તેનો પીછો કરી નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. આરોપીઓની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી આ ​ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કેશોદ પોલીસના પીઆઈ અને સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરી કરીને જેતપુર તરફ ભાગ્યા છે. જેતપુર પોલીસની મદદથી નાકાબંધી દરમિયાન પોલીસે હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ (રહે. કડિયા સાસી, મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ પણ અમદાવાદ રૂરલ અને અન્ય વિસ્તારોમાં આ પ્રકારની બેંક ઉઠાંતરીના ગુનાઓમાં પોલીસ પકડી ચૂક્યા છે. પોતાની કિંમતી વસ્તુઓ કે પૈસા વાહનમાં બિનવારસી હાલતમાં મૂકવાનું ટાળવું ​પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ રકમ કબજે કરી છે અને આ ગુનામાં સામેલ અન્ય શખ્સો તેમજ સગીર બાળકની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. કેશોદ પોલીસે અત્યંત ટૂંકા સમયમાં આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખતા વેપારીઓ અને રહીશોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. એસ.પી.એ વધુમાં ઉમેર્યું હતું કે, બેંકમાંથી મોટી રકમ ઉપાડીને જતા નાગરિકોએ સાવધ રહેવું જોઈએ અને પોતાની કિંમતી વસ્તુઓ કે પૈસા વાહનમાં બિનવારસી હાલતમાં મૂકવાનું ટાળવું જોઈએ. હાલ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર બેઠક:કલેક્ટરે રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, સૂચનો મેળવ્યા
    Next Article
    BTech student from Jharkhand dies after ‘fall from hostel’ in Bengaluru; father suspects foul play

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment