Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલના કાંઠામાં હડકમાઈ માતાના મેળામાં મહિલા ગેંગ સક્રિય:દર્શનની લાઈનમાં ઉભેલી યુવતીના ગળામાંથી 1.70 લાખની સોનાની ચેઈન તફડાવનાર મહિલા ઝડપાઈ, પોલીસે ગુનો નોંધ્યો

    9 hours ago

    ગાંધીનગરના કલોલના કાંઠા ગામમાં હડકમાઈ માતાના મેળામાં ભીડનો લાભ ઉઠાવીને ભક્તોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. અમદાવાદના અસારવા વિસ્તારથી દર્શન કરવા આવેલા એક પરિવારની યુવતીના ગળામાંથી 1.70 લાખની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી લેવાના કેસમાં પાટણની કંચનબેન ઠાકોર નામની મહિલા વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદની યુવતી દર્શન માટે ઉભી હતી ત્યારે ચેઈન ખેંચી લીધો અમદાવાદના અસારવા કડીયાની ચાલીમાં રહેતા પાયલબેન પટણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 એપ્રિલના રોજ સહપરિવાર સાથે કાંઠા ગામે દર્શન કરવા ગયા હતા. ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યે મંદિરની બહાર મહિલાઓની લાઈનમાં ઉભા હતા. આ સમયે મંદિરના ઝાળીવાળા દરવાજા પાસે તેમની બહેન તનીશાના ગળામાંથી કોઈએ સોનાની ચેઈન ખેંચી હોવાનો અહેસાસ થયો હતો. આથી તનીશાએ તુરંત પાછળ જોતા બે અજાણી સ્ત્રીઓ ભાગતી જોવા મળી હતી. જે પૈકી એક મહિલાને પરિવારે સ્થળ પર જ પકડી પાડી હતી. બાદમાં પકડાયેલી મહિલાને મંદિર ટ્રસ્ટની ઓફિસમાં લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસેથી સોનાની ચેઈન મળી આવી નહોતી. કલોલ પોલીસે ગુનો નોંધ્યો ફરિયાદીનો આક્ષેપ છે કે પકડાયેલી મહિલાએ ચોરી કરેલી આશરે 1.70 લાખની કિંમતની બિસ્કિટ આકારની ડીઝાઈનવાળી ચેઈન પોતાની સાથેની અન્ય અજાણી મહિલાને આપી દીધી હતી. પકડાયેલી મહિલાની ઓળખ કંચનબેન ઠાકોર (રહે. રાધનપુર રેલ્વે સ્ટેશન, પાટણ) તરીકે થઈ છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’:કુમાર કાનાણી આક્રમક; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ
    Next Article
    College Students Wanted Lavish Life. They Kidnapped Classmate With Fake Gun

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment