Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઠંડુ પીણું પીવા ઉભો રહ્યો ને 1.70 લાખ ચોરાયા':કેશોદમાં બેંકમાંથી રૂ. 1.70 લાખ ઉપાડી ઠંડું પીવા ઉભેલા યુવકની નજર ચૂકવી ત્રણ ગઠિયાઓ રૂપિયા લઈ થયા રફુચક્કર, પોલીસે CCTVના આધારે તપાસ તેજ કરી

    21 hours ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક યુવકની નજર ચૂકવી તેના બાઈકના થેલામાં રાખેલા રૂપીયા 1.70 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા છે. આ ઘટના બાદ કેશોદ પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી ગઠિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ​કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામના યુવક આજે સવારે કેશોદની એસબીઆઈ (SBI) બેંકની શાખામાંથી રૂપીયા 1,70,000 રોકડા ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ તેઓ બાઈક લઈને રવાના થયા હતા અને બેંકથી માત્ર 150 મીટર દૂર આવેલા ચાર ચોક પાસે તિલક વિસ્તારમાં ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. ​બલભદ્રસિંહજીએ પોતાનું બાઈક પાર્ક કરીને ઠંડું પીણું પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી ત્રણ ગઠિયાઓએ બાઈક પર ટીંગાડેલા થેલાની ક્લિપ અને ચેઈન ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ ગઠિયાઓ થેલામાં રાખેલી 1.70 લાખની રોકડ રકમ કાઢીને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ ભાગી છૂટ્યા હતા. યુવકને જ્યારે શંકા ગઈ અને તેણે થેલો ચેક કર્યો ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ભોગ બનનાર બલભદ્રસિંહજીએ જણાવ્યું હતું કે, "મેં બેંકમાંથી પૈસા ઉપાડીને બાઈકના થેલામાં મૂક્યા હતા. ઠંડું પીવા માટે ગાડી રોકી ત્યારે નજર ચૂકવીને ત્રણ જણા પૈસા લઈને જતા રહ્યા હતા. મેં તાત્કાલિક પોલીસને જાણ કરી છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસની દુકાનો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લૂંટ ચલાવીને જૂનાગઢ તરફના માર્ગે નાસી છૂટ્યા છે. પોલીસે જિલ્લાભરમાં મેસેજ પાસ કરીને ગઠિયાઓનો પીછો કરવા અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘હું છું કિશોર ચીખલીયા’ મોરબી કોંગ્રેસનો સંકલ્પ:પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપશે, મહાનગરપાલિકાની ચૂંટણી માટે પુષ્પરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી
    Next Article
    દિવ્ય સાવલાણી સામે ખંડણી બાદ વ્યાજખોરીની ફરિયાદ:'ટાંટીયા ભંગાવી નાખીશ', જૂનાગઢમાં વ્યાજવટાવનો કાળો કારોબાર, ડ્રાઈવર પાસે બે કોરા ચેક લખાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment