Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારમાં પતિ જાનવરની જેમ તુટી પડ્યો, કાતરથી 170 ઘા માર્યા:150થી વધુ ટાંકા આવ્યા, પત્નીએ કહ્યું- શંકા કરતો હતો; લવ મેરેજ કર્યા હતા

    8 hours ago

    ‘મારા પતિ મારા છાતી પર ચઢી ગયા અને કાતરથી જાનવરની જેમ મારા શરીર પર વાર કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યું. હું લગભગ 20 મિનિટ સુધી પીડાથી ચીસો પાડતી રહી. મેં પતિને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો હુમલો રોકી શકું એટલી તાકાત મારામાં નહોતી. મારા મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હું બસ એટલું જ વિચારી રહી હતી કે કોઈ મને બચાવી લે. જ્યારે હું અર્ધમૃત હાલતમાં પહોંચી, ત્યારે સસરા અને જેઠ આવ્યા અને મને હોસ્પિટલ લઈ ગયા. મને લાગતું નહોતું કે હું બચી શકીશ. હું જેવી તડપી છું, તેવી જ રીતે મારો પતિ પણ તડપે. તેને ફાંસી નહીં, પરંતુ પીડાદાયક મોત મળવું જોઈએ.’ હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાક બાદ પીડિતા રાખી (26)ને હોશ આવ્યો. ભાનમાં આવ્યા બાદ તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં આ વાતો જણાવી. રાખીએ જણાવ્યું કે તેમના પતિને તેમના પર ગેરકાયદે સંબંધ હોવાની શંકા હતી. આ જ શંકામાં તેમણે નિર્દયતાથી હુમલો કર્યો. અમે બંનેએ લવ મેરેજ કર્યા હતાં. ઘટના 28 ઑક્ટોબરની રાત્રે બની હતી. હાલમાં પીડિતાની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. પીડિતાની હાલ શું સ્થિતિ છે?, તેણે બીજું શું જણાવ્યું, ક્યારે લવ મેરેજ કર્યા, બંને કેવી રીતે એકબીજાની નજીક આવ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… પહેલા રાખીની કેટલીક તસવીરો… ‘હું જાતે ખાઈ શકતી પણ નથી’ કાતરની 170થી વધુ ઘા સહન કરનાર રાખી હોસ્પિટલમાં દાખલ છે. તેના શરીર પર પટ્ટીઓ બાંધવામાં આવી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. હું અત્યારે બેસી પણ શકતી નથી. એટલું જ નહીં, પડખું પણ ફરી શકતી નથી. પતિએ મારી એવી હાલત કરી દીધી છે કે હું પોતે જમવાનું પણ ખાઈ શકતી નથી. પરિવારના લોકો મને જમાડી રહ્યા છે. અત્યારે ખાવામાં ખીચડી આપવામાં આવી રહી છે. હવે ક્રમવાર વાંચો કે વિવાદ કેવી રીતે શરૂ થયો… ‘પંકજના મોટા ભાઈનાં લગ્ન પિતરાઈ બહેન સાથે થયાં હતાં’ રાખી જણાવે છે કે મારા લગ્ન મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભકુરા ગામના રહેવાસી પંકજ કુમાર ઠાકુર સાથે 2019માં થયા હતા. અમે બંનેએ લવ મેરેજ કર્યા હતા. અમને બે બાળકો છે. પુત્ર અભિરાજ (3) અને પુત્રી પરિ (2) છે. લવ મેરેજ પહેલાં મારી પિતરાઈ બહેન જૂલીના લગ્ન 2018માં પંકજના મોટા ભાઈ રાજૂ ઠાકુર (37) સાથે થયા હતા. લગ્ન બાદ મારા જેઠ રાજૂના બંને ભાઈ પંકજ (30) અને બંકૂ (32) અમારા ઘરે જમીરા આવતા રહેતા હતા. પંકજના મોટા ભાઈ બંકૂ છે. હું તેમને જીજા કહીને બોલાવતી હતી. પંકજ તેના ભાઈઓમાં સૌથી નાનો છે. તે મને ગમતો હતો. અમારા બંને વચ્ચે પ્રેમ સંબંધ શરુ થયો અને અમે લગ્ન કરી લીધા. ‘જેઠના ગાલ પર કેક લગાવ્યા બાદ પંકજ મારા પર શંકા કરવા લાગ્યો’ પીડિતા રાખીના જણાવ્યા અનુસાર, અમારા લગ્નના થોડા જ દિવસો બાદ મારો જન્મદિવસ હતો. જેમાં જેઠ બંકૂ પણ હાજર હતા. હું તેમને જીજા માનતી હતી, આ સંબંધે મેં મજાકમાં તેમના ગાલ પર કેક લગાવી દીધી હતી. આ પછી પંકજ નારાજ થઈ ગયો. જન્મદિવસની પાર્ટી બાદ પંકજે મારી સાથે ઝઘડો પણ કર્યો હતો. પંકજે મને કહ્યું હતું કે તું બંકૂને જીજા નહીં બોલાવે અને ન તો તેની સાથે વાત કરીશ. મેં પંકજની વાત માની લીધી. થોડા દિવસ બધું ઠીક પણ રહ્યું, ત્યાર બાદ પંકજ મારા પર શંકા કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે તારા અને બંકૂ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. મેં તેને કહ્યું કે એવું કંઈ નથી. 'પંકજથી કંટાળીને હું પિયર ચાલી ગઈ' રાખીએ કહ્યું કે પંકજ મારી સાથે મારપીટ કરવા લાગ્યો હતો. તે મને હત્યા કરવાની ધમકી આપતો હતો. આ પછી મેં પિતા મનોજ ઠાકુરને ફોન પર બધી વાત જણાવી. પિતાએ કહ્યું કે બાળકોને લઈને ઘરે આવી જા. હું 15 ઑક્ટોબરે પુત્ર-પુત્રીને લઈને પિયર જમિરા ગામે ચાલી ગઈ. 'હાથ જોડીને મને પિયરમાંથી પોતાની સાથે લઈ ગયો હતો પંકજ' રાખી જણાવે છે કે ઘટનાના એક અઠવાડિયા પહેલાં પંકજ મને લેવા જમીરા ગામ પહોંચ્યો હતો. તેણે કહ્યું હતું કે મારી માનસિક સ્થિતિ સારી નથી, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે. પંકજે હાથ જોડીને કહ્યું હતું કે મારી સાથે ચાલ. હું તેની સાથે સાસરે આવી ગઈ. પંકજ એક-બે દિવસ સુધી ઠીક રહ્યો. ત્યાર બાદ અચાનક કહેવા લાગ્યો કે તને મારી નાખીશું, પોલીસ કંઈ નહીં કરે. પંકજની ધમકી વિશે મેં ફોન પર પપ્પાને જણાવ્યું. પિયરમાં બધા કહેવા લાગ્યા કે પંકજ આવું કંઈ નહીં કરે. 'જેઠ સાથે ગેરકાયદેસર સંબંધનો આરોપ લગાવ્યો' રાખીએ જણાવ્યું કે પંકજ હંમેશાં ખોટા આરોપો લગાવતો હતો. તે બંકૂ ભૈયા સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની વાત કરતો હતો. પરંતુ એવું કંઈ નહોતું. ઘટનાના એક દિવસ પહેલાં પંકજે મારી પાસેથી 200 રૂપિયા લીધા હતા અને નવું સિમ ખરીદીને લાવ્યો હતો. ઘટનાની રાત્રે મોબાઇલમાં નવું સિમ નાખીને મોબાઇલ ચલાવી રહ્યો હતો. તે જ રાત્રે 2 વાગ્યે કહેવા લાગ્યો કે તેં મારો મોબાઇલ હેક કરાવી દીધો છે અને દાંત પીસતાં ગાળો આપવા લાગ્યો. મેં મારા સસરાને બોલાવીને મોબાઇલ ચેક કરાવ્યો તો બધું બરાબર હતું. થોડી વાર પછી ફરી ગાળો આપવા લાગ્યો. કાતર ઉઠાવીને મારી ગરદન પર મારી, પછી મને જમીન પર પછાડી મારા છાતી પર બેસીને ઘણી વાર સુધી કારતના ઘા મારતો રહ્યો. હું બેભાન થઈ ગઈ ત્યારે જેઠ અને સસરા મને હોસ્પિટલ લઈ ગયા રાખીએ જણાવ્યું કે હું બેભાન થઈ ગઈ ત્યારે મારા સસરા અને જેઠ બંકૂ ભૈયા આવ્યા. મને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. મારા સાસુ-સસરા અને બંકૂ ભૈયા બધા સારા છે. મારો પતિ જ ખરાબ છે. તે મારા પર શંકા રાખીને ઝઘડો કરતો હતો. પંકજને જેલમાં ધકેલી દેવામાં આવે, તેને તડપાવીને મારી નાખો. મારા બાળકોને મારા પપ્પા ઉછેરી લેશે. પીડિતાને ક્યાં-ક્યાં ટાંકા આવ્યા છે, સર્જરીમાં કેટલો સમય લાગ્યો… સર્જરીમાં 3 કલાક લાગી ગયા રાખીની પીઠ, ગરદનની બંને બાજુ, બંને હાથ, ચહેરાની ડાબી-જમણી બાજુ અને કપાળ પર પણ કાતરથી હુમલો કરવામાં આવ્યો છે. આ જગ્યાઓ પર ડૉક્ટરે ટાંકા લીધા છે. સર્જન ડૉ. વિકાસ સિંહે જણાવ્યું કે 179થી વધુ જગ્યાએ કાતરથી ઘા મારવામાં આવ્યા છે. 3 કલાક સુધી ઓપરેશન કરીને ક્ષતિગ્રસ્ત અંગોની સારવાર કરવામાં આવી. પીડિતાને 72 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. જમાઈ સારા સ્વભાવનો નથી, તેના ગેરકાયદે સંબંધ છે રાખીના પિતા મનોજ ઠાકુરે જણાવ્યું કે જમાઈ પંકજ સારા સ્વભાવનો નહોતો. શરૂઆતથી જ તેને ખાવા-પીવાની ખરાબ ટેવ હતી. લગ્ન પહેલાંથી જ તેના અનેક યુવતીઓ સાથે સંબંધો હતા અને લગ્ન બાદ પણ તેનું અફેર ચાલુ રહ્યું. જ્યારે મારી દીકરી ગર્ભવતી હતી, ત્યારે પણ ગામની એક યુવતી સાથે તેનું અફેર હતું. રાખીએ તેનો વિરોધ કર્યો ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન પંકજે તેને માર માર્યો હતો. અમે ઇચ્છતા નહોતા કે દીકરીનું ઘર ભાંગે, તેથી ઘણી વખત સમાધાન કરાવ્યું.
    Click here to Read More
    Previous Article
    'પ્રિય સરકાર, મહેરબાની કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાબૂદ કરો! ચીયર્સ':ગુજરાત ક્રેડાઈના જોઈન્ટ સેક્રેટરીની વિવાદાસ્પદ પોસ્ટ, રાજકોટમાં સરાઝા હોટલ દારૂ પાર્ટી વિવાદ
    Next Article
    'પ્રિય સરકાર, મહેરબાની કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાબૂદ કરો! ચીયર્સ':રાજકોટમાં સરાઝા હોટલ દારૂ પાર્ટી બાદ ગુજરાત ક્રેડાઈના જોઈન્ટ સેક્રેટરીની વિવાદાસ્પદ પોસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment