Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન':PM મોદીના સુશાસનના 25 વર્ષ, મંત્રી કૌશિક વેકરીયા અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આયોજન બેઠક

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની દીર્ઘ જનસેવા, રાષ્ટ્રનિષ્ઠા અને સમર્પણની ગૌરવપૂર્ણ યાત્રાને લોકભાગીદારી થકી ઉજવવાના ઉદ્દેશથી રાજ્યભરમાં આગામી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોના સુચારુ સંચાલન અને અસરકારક અમલીકરણ માટે જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાવનગરમાં યોજાનારા 12 વિશિષ્ટ પ્રકલ્પોની રૂપરેખા તૈયાર બેઠક દરમિયાન ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં હાથ ધરાનારા જનકલ્યાણકારી આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ‘આશીર્વાદનો દીવો’, ‘મારા સપનાનું ભારત-ચિત્ર સેવા’, ‘નમો સેવા-અનકહી કહાનીઓ’, ‘આંગણ મિલન સેવા’, ‘સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ’, ‘સુશાસન સેવા સંવાદ’, ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’, ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અને ‘સેવા સેતુ અભિયાન’ જેવા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરાઈ હતી. ઉપસ્થિત મંત્રીઓએ છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે તે માટે જરૂરી દિશાનિર્દેશો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટર અને કમિશનરે વહીવટી તૈયારીઓનો તાગ આપ્યો આ અભિયાનને વધુ અસરકારક અને લોકાભિમુખ બનાવવા માટે મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ પદાધિકારીઓએ રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ અને મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ ભાવનગર જિલ્લા અને શહેરમાં કાર્યક્રમોના સુવ્યવસ્થિત અમલીકરણ અંગે તંત્ર દ્વારા કરાયેલી વહીવટી તૈયારીઓનો અહેવાલ રજૂ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જિનપિંગ મોદીના ગાલા ડીનરમાં કેમ ન ગયા?:અરૂણાચલ મુદ્દે પેચ ફસાયો; ઈરાનના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચતાં નેતન્યાહૂના પેટમાં તેલ રેડાયું
    Next Article
    ઇજનેરોને સસ્પેન્ડ કરવા અંગે સિટી ઈજનેરનો બચાવ:રાજકોટ મનપા કમિશનરની નોટિસનો યોગ્ય જવાબ આપીશું, માનવસહજ ભૂલો થતી હોય છે, ઇજનેરોને પોતાની વાત રજૂ કરવાનો હક્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment