Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 માર્ચે PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ:82 ટીમ બાકીદારો સામે કરશે કડક કાર્યવાહી, શનિ-રવિની રજાના દિવસોમાં પણ કલેક્શન સેન્ટર કાર્યરત રહેશે

    8 hours ago

    વેરાવળ ડિવિઝન હેઠળ પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વીજ બિલની બાકી રકમ વસુલવા માટે આગામી 17 માર્ચના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી રહી છે, જેમાં એકસાથે 82 ટીમો મેદાનમાં ઉતરી બાકીદારો સામે કાર્યવાહી કરશે. સમયસર બિલ નહીં ભરનારાઓ માટે આ ડ્રાઇવ ચેતવણીરૂપ બની છે. પીજીવીસીએલ વેરાવળના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અત્યંત સફળ રહી હતી. આ અભિયાન દરમિયાન માત્ર એક જ દિવસમાં બાકીદારો પાસેથી આશરે ₹2.23 કરોડ જેટલી રકમ પીજીવીસીએલમાં જમા થઈ હતી. આ સફળતા બાદ હવે ફરી એક વખત વધુ કડક અને વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 17 માર્ચે યોજાનારી આ ડ્રાઇવમાં વેરાવળ ડિવિઝનની કુલ સાત સબ ડિવિઝનોમાં 82 જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે. જેમાં આમ કુલ મળી 82 ટીમો એકસાથે મેદાનમાં ઉતરી બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરશે. કાર્યપાલક ઇજનેર વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે બાકીદારોને બિલ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રજાના દિવસોમાં પણ કલેક્શન સેન્ટરો ચાલુ રાખવામાં આવશે અને કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ડિવિઝનની તમામ સબ ડિવિઝનમાં કેશ કલેક્શન સેન્ટર કાર્યરત રહેશે, જેથી ગ્રાહકો પોતાની બાકી રકમ સરળતાથી જમા કરી શકે. આ ઉપરાંત ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી કોઈપણ ગ્રાહક ઘરે બેઠા પોતાની બાકી રકમ ચૂકવી શકે. પરંતુ પીજીવીસીએલ તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે બાકીદાર ગ્રાહકો હજુ પણ બિલ ભરવામાં ઉદાસીનતા દાખવશે તેમના વીજ જોડાણો 17 માર્ચે યોજાનારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ દરમિયાન નિઃસંકોચ કાપી નાખવામાં આવશે. કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ તમામ બાકીદાર વીજ ગ્રાહકોને અપીલ કરી છે કે ડિસ્કનેક્શન જેવી સ્થિતિથી બચવા માટે સમયસર બિલની ચુકવણી કરી દેવી.
    Click here to Read More
    Previous Article
    મિડલ-ઈસ્ટ તણાવથી ફોરેન ટુરમાં ઘટાડો:ટ્રાવેલ સેક્ટરને દરરોજ ₹5500 કરોડનું નુકસાન, દેશમાં ટ્રાવેલ વધવાની અપેક્ષા; કોચી-પુરીની પૂછપરછમાં 200%નો વધારો
    Next Article
    Congress MLA flags LPG shortage in Assembly; Gujarat govt denies supply crunch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment