Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્ભ ને ગાયનેક સાથે ગરબાની મોજ:'બેલી એન્ડ બીટ્સ'માં પ્રેગ્નન્ટ મહિલાઓ ઢોલીડા પર હીંચ લેશે, અમદાવાદમાં 17મીએ AC હોલમાં ભવ્ય આયોજન

    8 hours ago

    'મારે નવ મહિનાની પ્રેગ્નેન્સી છે, ગરબાની ખૂબ જ શોખીન છું અને સામાન્ય રીતે નવરાત્રિ દરમિયાન એક પણ દિવસ ગરબા મિસ કરતી નથી. પરંતુ આ વખતે રમી શકાશે નહીં તેવું માની લીધું હતું. જો કે, પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવતા ફરી એકવાર ગરબાની મજા માણવાની તક મળી છે' આ શબ્દોને 9 મહિનાની પ્રેગ્નન્સી ધરાવતી આનલદે નાયરના. અમદાવાદમાં અનેક પ્રકારના ગરબા આ વર્ષે યોજાઈ રહ્યા છે. ત્યારે ડિવાઈન મધર દ્વારા સતત બીજા વર્ષે પ્રેગ્નન્ટ મહિલાઓ અને નાના બાળકોના માતા-પિતાને ધ્યાનમાં રાખી ખાસ ‘સાત્વિક ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના જોધપુર કમ્યુનિટી AC હોલમાં 17 ઓક્ટોબરે એક દિવસીય આ ગરબામાં માત્ર 250 કપલ્સને જ પ્રવેશ આપવામાં આવશે. ભીડ અને ધક્કા-મુક્કીની સ્થિતિ ન સર્જાય. અહીં ડીજેના ભારે બાસ કે વધુ પડતા અવાજને બદલે પરંપરાગત સંગીત સાથે મંડળી ગરબા રહેશે. ગાયનેકોલોજિસ્ટ અને એમ્બ્યુલન્સ હાજર રહેશે પ્રેગ્નન્ટ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સ્થળે ગાયનેકોલોજિસ્ટ અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જેથી કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે. કાર્યક્રમના અંતે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવશે. આયોજનમાં પરંપરાગત અને સિમ્પલ ડેકોરેશન રાખવામાં આવશે. કપલ પાસની કિંમત 2500 રુપિયા કપલ પાસની કિંમત 2,500, જ્યારે નાના બાળક સાથે આવનારા પરિવાર માટે ફેમિલી પાસની કિંમત 2,600 રુપિયા રાખવામાં આવ્યા છે. પાસમાં ગરબા ઉપરાંત સાત્વિક ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂડ મેનુમાં સૂપ, વેજિટેબલ ટિક્કી, મસાલા ચાટ સહિતની વાનગીઓ રાખવામાં આવી છે. ભોજનમાં લસણ-ડુંગળીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેમજ બાળકો અને ગર્ભવતી મહિલાઓને ધ્યાનમાં રાખી વધુ પડતું મસાલેદાર ભોજન અને આર્ટિફિશિયલ સોસનો ઉપયોગ ટાળવામાં આવ્યો છે. 'મહિલાઓ નવસર્જન કરી રહી છે ત્યારે તેને ઉત્સવથી વંચિત ન રાખવી' બેલી એન્ડ બીટ્સ ગરબાના આયોજક અનુશ્રી શાહ છેલ્લા 10 વર્ષથી ગર્ભસંસ્કાર સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે, નવરાત્રિ નવ સર્જનની ઉપાસનાનો તહેવાર છે અને જ્યારે ગર્ભવતી મહિલાઓ નવસર્જન કરી રહી હોય ત્યારે તેને આ ઉત્સવથી વંચિત ન રાખવી જોઈએ. સામાન્ય ગરબાના આયોજનમાં વધુ પડતા મ્યુઝિક, ભીડ અને ગરમીને કારણે ગર્ભવતી મહિલાઓ તથા નાના બાળકોને મુશ્કેલી ન પડે તે માટે AC હોલમાં મર્યાદિત લોકો સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. સમય પણ 17 ઓક્ટોબરે એટલે કે શનિવારે સાંજે 6:30થી રાત્રે 11:30 વાગ્યા સુધીનો રહેશે. 'પ્રેગ્નેન્ટ છું તો સેફટી એ મારો પહેલો કન્સર્ન છે' સાત મહિનાની પ્રેગ્નન્સી ધરાવતી સમૃદ્ધિ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં છોકરીઓને તૈયાર થવાથી લઈ, કપડાં લેવાથી લઈ અને ગરબા કરવાથી લઈને જમવાથી લઈને બધા માટે ઉત્સાહ હોય છે. આ વખતે પ્રેગ્નેન્ટ છું તો સેફટી એ મારો પહેલો કન્સર્ન છે. તો 'બેલી એન્ડ બીટ્સ' ગરબા 'ડીવાઈન મધર' જે ઓર્ગેનાઈઝ કરી રહ્યું છે, તો ત્યાં પ્લાન છે. અને ત્યાં મેઈન તો સારી વસ્તુ એ છે કે ગાયનેકોલોજીસ્ટ ત્યાં હશે, ત્યાં એમ્બ્યુલન્સ પણ હશે એટલે કદાચ કોઈ ઈમરજન્સી આવે ત્યાં કંઈ વાંધો આવે નહીં. પ્રેગ્નેન્સી એન્ડ ડાયેટ ફ્રેન્ડલી બધું જ મેન્યુ એમને એ રીતે ડિઝાઈન કર્યું છે, તો એના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. 'આ ગરબાના આયોજનમાં જોડાવા ઉત્સાહિત' 6 મહિનાની પ્રેગ્નન્સી ધરાવતી માનલનું કહેવું છે કે, સામાન્ય રીતે દરેક યુવતીની જેમ તેને પણ ગરબા રમવાનો ખૂબ જ શોખ છે, પરંતુ પ્રેગ્નન્સીના કારણે આ વખતે ગરબા રમી શકશે કે નહીં તે અંગે તેને ચિંતા હતી. જો કે, પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખાસ ગરબાનું આયોજન થવાની જાણ થતાં હવે તે આ આયોજનમાં જોડાવા ઉત્સાહિત છે. ડ્રમસ્ટિક શોરબા, એવોકાડો ટોસ્ટ સહિતના હેલ્ધી ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 'એક દિવસ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગરબાની મજા માણી શકાશે' આનલદે નાયર કહે છે કે, આ આયોજનમાં પ્રેગ્નન્ટ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લો-સાઉન્ડ સિસ્ટમ, સેફ એન્વાયરમેન્ટ અને હેલ્ધી ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ ખાસ આયોજનના કારણે તે ઓછામાં ઓછો એક દિવસ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગરબાની મજા માણી શકશે. પ્રેગ્નન્ટ મહિલાઓ માટેનું આ આયોજન તેમના માટે નવરાત્રીની ખુશીને ફરી જીવંત કરનારું બની રહ્યું છે. આ ચણિયાચોળી નવરાત્રિમાં લાગશે 'જરા હટકે' અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની બજારોમાં નવરાત્રિને લઈ ખરીદીનો માહોલ કેવો છે તે જાણવા દિવ્ય ભાસ્કરે વેપારીઓ સાથે વાતચીત કરી હતી અને આ વખતે યુવતીઓમાં 9 દિવસ સુધી અલગ અલગ લુક માટે શું ટ્રેન્ડિંગ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    અમદાવાદીઓમાં ગરબાની રમઝટ સાથે ટ્રેડિશનલ લૂકનો ક્રેઝ:વાઘા ક્લોથિંગના અવનવા આઉટફિટમાં ખેલૈયાઓનો અનોખો અંદાજ
    Next Article
    US Wants New Round Of Talks With Russia, Ukraine This Month: Zelensky

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment