Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હીમાં ચાલતી બસમાં સગીરા પર ગેંગરેપ, નેપાળથી વહીને 17 મૃતદેહ ઉત્તરપ્રદેશ પહોંચ્યા, વૈભવનું વાવાઝોડું, 7 છગ્ગા-7ચોગ્ગાથી મોટો રેકોર્ડ બનાવ્યો

    11 hours ago

    નમસ્તે, નેપાળ-તિબેટમાં આવેલા પૂરને લઈને પોતાના પર લાગી રહેલા આરોપો પર ચીને સ્પષ્ટતા આપી. દિલ્હીમાં ચાલતી બસમાં ગૅંગરેપની ઘટના સામે આવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કિરગિઝસ્તાનની રાજધાની બિશકેકમાં મુલાકાત થઈ. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં પીએમ મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ હાજર રહેશે. 2. જંતર-મંતર વિરોધ પ્રદર્શન સંબંધિત 13 FIR રદ કરવાની માગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. નેપાળ-તિબેટમાં પૂરથી મૃત્યુઆંક વધીને 955 થયો:ચીને દુર્ઘટના પર સ્પષ્ટતા કરી, કહ્યું- 12 દિવસ પહેલા એલર્ટ આપ્યું હતું નેપાળ-તિબેટમાં 26 ઓગસ્ટે આવેલા પૂર બાદ મૃત્યુઆંક વધીને 955 થયો છે. એકલા નેપાળમાં 939 મૃત્યુ થયા છે, જ્યારે તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે. તેમજ, 3900થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂર પહેલાં જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને સ્પષ્ટતા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે પૂરના 12 દિવસ પહેલા જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી. 27 મેના રોજ કાઠમંડુમાં બંને દેશોની હવામાન અને ગ્લેશિયર સંબંધિત જોખમો પર બેઠક થઈ હતી. આમાં નેપાળે ગ્લેશિયરોમાં પ્રારંભિક હલચલ અને સંભવિત ખતરાની માહિતી વહેલા આપવાની માંગ કરી હતી. નેપાળનો આરોપ છે કે ચીન ભારે વરસાદનો અંદાજ તો આપે છે, પરંતુ હિમસ્ખલન, પાણીના સ્તર, ભૂસ્ખલન અને અન્ય મોટા કુદરતી જોખમોની માહિતી શેર કરતું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કિર્ગિસ્તાનમાં પુતિન-મોદીની મુલાકાત, બંને નેતાઓ ગળે મળ્યા:PMએ BRICS માટે આમંત્રણ આપ્યું, એક જ કારમાં બેસીને નોમેડ ગેમ્સ સેરેમનીમાં પહોંચ્યા PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO શિખર સંમેલન દરમિયાન મુલાકાત થઈ. આ બેઠક લગભગ 10 મિનિટ ચાલી. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવ્યા. બંને દેશોની દ્વિપક્ષીય બેઠકમાં યુક્રેન યુદ્ધ સહિત વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભારત-રશિયા સંબંધો પર ચર્ચા થઈ. મોદીએ પુતિનને કહ્યું- દુનિયાએ ક્યારેય ન સમાપ્ત થનારા યુદ્ધોથી આગળ વધીને તેમને સમાપ્ત કરવાની દિશામાં પ્રયાસ કરવો જોઈએ. ભારત પણ શાંતિની દિશામાં કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોને સમર્થન આપે છે. પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીએ તેમને સપ્ટેમ્બરમાં યોજાનાર BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ જેવી ઘટના, સ્લીપર બસમાં ગેંગરેપ:47 કિમી સુધી રસ્તા પર દોડતી રહી બસ, 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ; ડ્રાઈવર- કંડક્ટરની ધરપકડ દિલ્હીમાં 16 વર્ષની સગીરા સાથે સ્લીપર બસમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 4 ઓગસ્ટની છે, પોલીસે સોમવારે તેની જાણકારી આપી. પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે અને 11મા ધોરણમાં ભણે છે. દિલ્હી પોલીસ અનુસાર, આ મામલામાં બસ ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપને તિમારપુરથી ધરપકડ કરવામાં આવી છે. બસને ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરવામાં આવી છે. આરોપીઓએ કથિત રીતે છોકરીને પરી ચોકથી બસમાં બેસાડી, પછી રેપ કર્યો અને બાદમાં કાશ્મીરી ગેટ પાસે છોડી દીધી. પોલીસ સૂત્રો અનુસાર, વિદ્યાર્થિની પરિવારજનોથી નારાજ થઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને નોઈડામાં રહેતા તેના પિતરાઈ ભાઈ પાસે જઈ રહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. RBIએ કહ્યું 7%, ભારતે કરી બતાવ્યું 7.8%:યુદ્ધ અને મોંઘવારી વચ્ચે ભારતનો GDP રોકેટ ગતીએ વધ્યો, RBIની અપેક્ષા વટાવી ગયો; IT-રિયલ એસ્ટેટમાં વૃદ્ધિની અસર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વધતી મોંઘવારી છતાં ભારતની અર્થવ્યવસ્થા RBIના અંદાજ કરતાં વધુ મજબૂત રહી. આ વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂનમાં GDP 7.8% રહ્યો. RBIનો અંદાજ 7% હતો. એક વર્ષ પહેલાંના આ જ ક્વાર્ટરમાં તે 6.9%ના દરે વધ્યો હતો. બેંકિંગ/ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, IT અને અન્ય બિઝનેસ સર્વિસિસ સેક્ટરમાં 10%થી વધુ વૃદ્ધિ જોવા મળી. આનાથી મોંઘવારીની અસર GDP વૃદ્ધિ પર પડી નહીં. સોમવારે આ આંકડા કેન્દ્ર સરકારના આંકડા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 6,6,6,6,6,6,6...વૈભવની સેમીફાઇનલમાં આક્રમક બેટિંગ:સદી ચુકી ગયો પણ બોલરોને બરાબરના ધોયા, દુલીપ ટ્રોફીમાં 7 ચોગ્ગા-7 છગ્ગા ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ એકવાર ફરી પોતાની બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દુલીપ ટ્રોફી 2026ની પહેલી સેમીફાઇનલમાં તોફાની ઇનિંગ રમી છે. આ ઇનિંગ દરમિયાન તેણે ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું. જોકે, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાઇ રહેલી દુલીપ ટ્રોફીની મેચમાં વૈભવ સદી ફટકારવાથી માત્ર થોડા રનથી ચૂકી ગયા, પરંતુ તેમણે પોતાની ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી દીધો. આ તોફાની ઇનિંગ સાથે તેમણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 92 રનની તોફાની ઇનિંગ રમી. તેણે આ ઇનિંગ દરમિયાન 81 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન વૈભવનો સ્ટ્રાઇક રેટ 113.58 રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપના પાંચેય આરોપીઓને આજીવન કેદ:વડોદરાના પોક્સો કોર્ટે કહ્યું- 'નવરાત્રિના પર્વમાં બનેલી ઘટનાને હળવાશથી લઈ શકાય નહીં' વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી. સજાનું એલાન કરતા પોક્સો કોર્ટે નોંધ્યું કે, નવરાત્રિ જેવા તહેવારમાં સગીરા પર ગેગરેપ જેવું જધન્ય કૃત્ય આચરવામાં આવે તેને સાંખી ન લેવાય. આરોપીઓને 50-50 હજારનો દંડ ફટકારાયો અને અને પીડિતાને રૂ. 10 લાખનું વળતર ચુકવવા હુકમ કરાયો. 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે જ પાંચ શખસોએ ત્યાં આવી સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું'તું. મહત્વનું છે કે, વડોદરામાં પ્રથમવાર એકસાથે પાંચ આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:ટીશ્યુ પેપર પર 'BOMB DEAD 4:30'નો મેસેજ, તમામ મુસાફરોના હેન્ડ રાઈટીંગ સેમ્પલ લેવામાં આવ્યા સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સફેદ કલરના ટીશ્યુ પેપર પર કાળી પેનથી 'BOMB DEAD 4:30' લખેલું મળી આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને બહાર કાઢી તપાસ કરવામાં આવતા કંઈપણ શંકાસ્પદ ન મળ્યું. તમામ મુસાફરોને ફ્લાઈટમાં દિલ્હી મોકલાશે. જો કે, ટીશ્યુ પર લખાણ લખનારની ઓળખ કરવા માટે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના હેન્ડ રાઈટીંગ સેમ્પલ મેળવવામાં આવ્યા છે. જેને ટીશ્યુના લખાણ સાથે મેચ કરાશે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બાથરૂમમાંથી ક્રૂ મેમ્બરને 'BOMB DEAD 4:30' લખેલું એક ટીશ્યુ પેપર મળી આવ્યું. શંકાસ્પદ લખાણની જાણ થતા જ ક્રૂ સ્ટાફે તુરંત પાઇલટને વાકેફ કર્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મદદ કરવી એ ભારતની પરંપરા:કેનેડામાં ભાગવતે કહ્યું- વિવિધતા જ આપણા દેશની સુંદરતા, 'આ મારું, પેલું તમારું' ની વિચારસરણીથી આગળ વધવું પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હોર્મુઝમાં દરિયાઈ માઈન્સ સાથે સુપર ટેન્કર અથડાયું:વિસ્ફોટ બાદ આગ લાગી, એન્જિન બંધ પડ્યું; અમેરિકાનો એક મહિના પછી ફરી ઈરાન પર હુમલો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સરકારે પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી FIR રદ કરાવવા અરજી કરી:સુપ્રીમ કોર્ટનો CJP પ્રદર્શન પર રોક લગાવવાનો ઇનકાર, કહ્યું- અપ્રિય ઘટનાની સંભાવના નથી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઉઝબેકિસ્તાનમાં PM મોદી ભાવુક થયા:વિદ્યાર્થીઓએ હિન્દીમાં તેમની જ લખેલી કવિતાઓ સંભળાવી; મોદીએ કહ્યું- 'તમે મારા હૃદયની વાત સમજી લીધી' વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનાનાં ભાવમાં આવશે મોટો કડાકો!:તહેવારો અને લગ્નની સિઝન પહેલાં ભાવ ઘટશે, સરકારનાં એક નિર્ણયથી સોનું સસ્તું થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહ્યું:ઇન્સ્ટા પર ઈમોશનલ પોસ્ટ કરી; લખ્યું- આ નિર્ણય ખૂબ મુશ્કેલ અને પીડાદાયક વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ઘરમાં કઈ ધાતુનું શિવલિંગ રાખવું જોઈએ?:નંદીને કેમ હંમેશા સાથે રાખવામાં આવે છે? શું શિવલિંગ ક્યારેય ખંડિત થાય? જાણો શિવપુરાણની 3 કથા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રોબોટે અફેરનો ખુલાસો કર્યો તાઇવાનમાં એક વ્યક્તિએ પત્નીના અફેરના પુરાવા એકઠા કરવા માટે રોબોટ વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કર્યો. શંકાના આધારે તેણે પત્નીના રૂમમાં વેક્યુમ ક્લીનર મૂક્યું. કેમેરાની મદદથી તેણે પત્નીને બીજા કોઈની સાથે રેકોર્ડ કરી લીધી. પુરાવાના આધારે વ્યક્તિએ કેસ જીત્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ₹1500માં 10 હજાર ફોલોઅર્સ; રાતોરાત ચેનલ મોનેટાઇઝેશનનું સેટિંગ: ગુજરાતથી UP-ઝારખંડ સુધી ફેલાયું નેટવર્ક; જાણો, 90% નવા ક્રિએટરને કેવી રીતે બનાવાય છે શિકાર? 2. ગુજરાત એક્સપ્લેનર : અંબાલાલ પટેલે વરસાદની તારીખ આપી દીધી: બે કારણોથી મેઘરાજાને બ્રેક લાગી; સૂર્ય રાશિ બદલશે ને મેહુલિયો તૂટી પડશે; નોરતાંમાં શું થશે 3. Editor's View : સંઘ અને સુપ્રીમના ટાર્ગેટ પર મોદી?: મુસ્લિમો વિશે ભાગવતે અમેરિકાથી ગાંધીજીની વાત દોહરાવી, જસ્ટિસ ભુયાને કહ્યું-જેન ઝી સવાલો પૂછે તો ધમકાવી ના શકો 4. પારકી પંચાત : 'તમારે મોદી સાહેબને મળવું છેને': જેન-ઝી સામે પાટીલના સૂર બદલાયા, બારોબાર પ્રોમિસ આપ્યું, મામલતદાર ઓફિસમાં બિલાડી સાહેબની ખુરશી પર ચડી ગઈ 5. આજનું એક્સપ્લેનર: બોમ્બે હાઈકોર્ટે કહ્યું- 'શું તમે તમારી જાતને લોર્ડ સમજો છો?', કોણ છે IAS તુકારામ મુંઢે, તેમના એક્શનની આટલી ચર્ચા કેમ? 6. નેપાળથી ભાસ્કર : પૂર આવ્યું...પૂર આવ્યું, જીવ બચાવીને લોકો ફરી ભાગ્યા: 30 સેકન્ડમાં દેવીઘાટ કાટમાળમાં દટાયું, 7 હજાર લોકોનો પત્તો નથી 7. મંડે મેગા સ્ટોરી : હિમાલયમાં ગ્લેશિયર તૂટવાથી લઈને લાશો ભારતમાં વહીને આવવા સુધી: ઓરિજિનલ વીડિયોમાં જુઓ નેપાળ દુર્ઘટનાની સંપૂર્ણ કહાણી; પહેલીવાર બધી કડીઓ એકસાથે 8. ઓનલાઈન કરિયાણું-શાકભાજી ઓર્ડર કરતા પહેલા સાવધાન: 'ફ્રી ફ્રુટ'ના નામે ધતૂરાનું વેચાણ, જાણો જીવલેણ ફળ ખાઈ લીધું હોય તો શું કરવું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:કર્ક અને કન્યા રાશિ પ્રેમ સંબંધોના મામલે ભાગ્યશાળી અનુભવશે, વૃશ્ચિક અને મીન રાશિને પ્રમોશન પાક્કું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ સિલિન્ડર ₹11.50 અને દૂધ ₹9 સુધી મોંઘું:ટાટા-હ્યુન્ડાઈની કારની કિંમતો ₹25 હજાર સુધી વધી; e-KYC વિના એલપીજી સબસિડી અટકી શકે છે
    Next Article
    Indian-Origin Man's US Citizenship Revoked After 15 Years Over Rape Conviction

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment