Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂખી કાંસનો રૂટ બદલવાની તૈયારી, 17 કરોડનો ખર્ચ વધશે:અગાઉ 35 કરોડમાં મંજૂર થયેલું કામ 52 કરોડમાં કરાવવા સ્થાયી સમક્ષ દરખાસ્ત, કોને ફાયદો કરાવવાના પ્રયાસ?

    19 hours ago

    શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને જળબંબાકારની સમસ્યાના કાયમી નિરાકરણ માટેના મહત્વના એવા ભૂખી કાસ રી-રૂટીંગ પ્રોજેક્ટને લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક મોટો વળાંક આવ્યો છે. શહેરમાં ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેના આ બહુચર્ચિત પ્રોજેક્ટ અંતર્ગત છાણી જકાતનાકાથી નીઝામપુરા મુક્તિધામ (ફેઝ-૨) અને કેનાલથી છાણી જકાતનાકા (ફેઝ-1) સુધીના કાર્યો અગાઉ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ જમીની હકીકતો અને સ્થાનિક રહીશોની નારાજગી તથા વિરોધને કારણે આ બંને પ્રોજેક્ટ્સ મૂળ નિર્ધારિત સ્થળો પર આગળ ધપાવવા મુશ્કેલ બન્યા છે, જેને પગલે તંત્ર દ્વારા સ્થળ ફેરફારનો નવો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે. સ્થાનિકોની નારાજગીના કારણે કામ ન થયું સ્થાયી સમિતિ દ્વારા ફેઝ-૨ નું કામ મેસર્સ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લિ.ને અંદાજિત રકમ રૂ. 21.66 કરોડથી 2.39% ઓછા ભાવ એટલે કે રૂ. 21,14,99,749 + જી.એસ.ટી. ના ભાવપત્રકથી મંજૂર કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, ફેઝ-1 નું કામ મેસર્સ રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને અંદાજિત રકમ રૂ. 18.63 કરોડથી 1.5% ઓછા ભાવ મુજબ રૂ. 18,35,23,655 + જી.એસ.ટી. ના ભાવે ફાળવવામાં આવ્યું હતું. જો કે, જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા સંબંધિત સ્થળો પર પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવાની તકેદારી રાખવામાં આવી, ત્યારે સ્થાનિક રહીશો તરફથી ભારે વિરોધ અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. નવા કામમાં 17 કરોડ ખર્ચ વધશે ભૂખી કાંસનું રી રૂટ કરવાની કામગીરી અગાઉ 35 કરોડમાં મંજૂર કરવામાં આવી હતી પરંતુ હવે આ કામગીરીનો રૂટ લંબાતા તે જ કામગીરી જો જૂના ભાવ પ્રમાણે કરાવવામાં આવે તો 52 કરોડમાં થાય તેવી શક્યતાઓ રહેલી છે. જો કે એવી પણ ચર્ચા છે કે, સામાન્ય બાબતોમાં CVC ગાઇડલાઇન અને SBDની ગાઇડલાઈન બતાવતા કમિશનર દ્વારા જુના ઇજારદારોને જ જૂના ભાવોમાં આપવું કે નવા ભાવ મંગાવવા તેની મંજૂરી સ્થાયી સમિતી પાસે માંગી છે. તેવામાં જો ગાઈડલાઇન મુજબ કામગીરી કરવાની હોય તો રિટેન્ડરીંગ જ કરવું પડે પરંતુ આ દરખાસ્ત કેમ મુકવામાં આવી તે સમજી શકાય તેમ નથી તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે દિવાળી પૂર્વે માનીતા કોન્ટ્રાક્ટરોની દિવાળી સુધારવા માટેનો આ પેંતરો તો નથી ને તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. રી રૂટની કામગીરી માં પુનઃ રી રૂટ કરવો પડશે જનભાવના અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પ્રાથમિક દ્રષ્ટિએ આ નિર્ધારિત સ્થળો પર કામગીરી હાથ ધરવી અશક્ય જણાઈ રહી છે. આ સમસ્યાના વ્યવહારુ ઉકેલ માટે હવે તંત્ર દ્વારા નવો વિકલ્પ સામે લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મુજબ, નેશનલ હાઇવે 48 ને સમાંતર શહેરમાં પ્રવેશતા ભૂખી કાસને યોગ્ય સ્થાને ટ્રેપ કરીને, શહેર બાજુના 12 મીટરના પહોળા રસ્તા પર નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરી હાથ ધરવાનું સૂચન કરાયું છે. આ કામગીરીની અત્યંત આવશ્યકતા અને અગત્યતાને ધ્યાનમાં રાખીને, બાકી રહેતી અને વધારાની ચેનલનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે કમિશનર દ્વારા મહત્વની ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે નવેસરથી ટેન્ડર કરવું પડે સામાન્ય રીતે પ્રક્રિયા મુજબ નવેસરથી ટેન્ડર કરી નવો ઇજારો આપવો પડે છે. પરંતુ પોતાની કડક છબી ન ખરડાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે. જેમાં આ જ હાલના ઇજારદારો મારફતે મંજૂર થયેલા ભાવ મુજબ બદલાયેલા સ્થળ પર કામ કરાવવું કે પછી નવેસરથી અલાયદા ભાવપત્રકો મંગાવીને કામ પાર પાડવું તે અંગેનો નિર્ણય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભૂતકાળમાં જે કામગીરી મંજૂર થઈ હતી તેના કરતા નવી કામગીરી ના રૂટ વધી જશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રસ્ટે કચ્છના 8,500 બાળકોને નવાં કપડાં આપ્યાં:ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને ઉંમર અને માપ પ્રમાણે કપડાં અપાયાં
    Next Article
    રાહુલની રેલીમાં ન આવતાં કોંગ્રેસે 'લગ્નના ઘોડા'ને ઘરે બેસાડી દીધા:ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ-કોર્પોરેશનમાં ટિકિટ મળી હોય તેનો પણ સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment