Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેટિંગ એપની ફ્રેંનચાઈઝી આપવાની લાલચે 17 લાખ પડાવ્યા:સાયબર ક્રાઇમે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી, કોઈન વેચાણ પર 25% કમિશનની લાલચ આપી'તી

    11 hours ago

    ડેટિંગ એપની એજન્સી અપાવવાના નામે ફ્રોડ આચરતા રાજસ્થાની શખ્સને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટોકી અને સુગો એપ મારફત કોઈન લે-વેંચ કરતાં શાપરના યુવકને એપમાંથી જ નિકળેલા એજન્ટે એજન્સી જ લઈ 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી ફસાવી એપ્રુવલ પ્રોસેસના નામે રૂપિયા પડાવી લીધા હતા. કોઈન વેચાણ પર 25% કમિશનની લાલચ આપી ગત તા.30 જુલાઈ, 2026ના રોજ ફરિયાદી દ્વારા રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમને ટોકી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં અવાર નવાર રીચાર્જ કરી અને કોઇન મેળવી તે કોઇન આ એપમાં અન્ય વ્યકતિઓ તથા મહિલાઓ સાથે વાતચીત કરવા માટે વાપરતો હતો. દરમ્યાન ફરિયાદીને મોબાઇલ અજાણ્યા નંબર પરથી ફોનમાં પોતે ટોકી કંપનીનો એજન્ટ હોવાનું જણાવી કંપનીની એજન્સી ખરીદવાથી કોઈન વેચાણ પર 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી હતી. ભોગ બનનાર પાસેથી રૂ.17,81,173 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યો ત્યારબાદ અલગ અલગ રીતે અને સમયે સંપર્ક કરી ટોકી એપ્લિકેશનમાં આઈડી શરૂ કરવા, એજન્સી ખરીદવા તથા એપ્રુવલ પ્રક્રિયાના બહાને વિવિધ ક્યુઆર કોડ મારફતે અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.17,81,173 ઓનલાઇન ટ્રાન્જેકશન મારફત આપ્યા હતા. આમ છતાં ફરિયાદીને ટોકી એપ્લિકેશનની એજન્સી કે આઈડી ન આપતા અવાર નવાર મેસેજ તથા ઇન્ટાગ્રામ એપ.માં ટેકસ મેસેજ કરી વધુ રકમની માંગણી કરી હતી. જો કે બાદમાં ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી સુરેન્દ્રકુમાર હીરાલાલ સીહાગની ધરપકડ કરવામાં આવી છે. જે મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા ફ્રોડની તમામ રકમ વાપરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા તમામ ટ્રાન્ઝેક્શન તેમજ બેન્ક એકાઉન્ટ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવી રીતે આચરી છેતરપિંડી? પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી મિત્રતા કેળવવાની ટોકી નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેમાં ટોકનના આધારે મહિલા અને પુરૂષો સાથે મિત્રતા કેળવવામાં આવે છે અને તેની સાથે વાતચીત કરવામાં આવે છે. ફરિયાદી આ એપ્લિકેશનમાં વાતચીત કરી રહ્યા હતા દરમિયાન તેના ટોકનની ખરીદી માટે તેને સોશિયલ મિડીયામાં રિકવેસ્ટ આવતી હતી. જેમાં ફરિયાદીનો સંપર્ક કરી અને એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતા ટોકન ડિસ્કાઉન્ટમાં આપવાની જાહેરાત આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઇને તેને એપ્લિકેશનના ટોકનની એજન્સી લેવા માટે કહ્યું હતું અને આ માટે અલગ અલગ સમયે કુલ 17.81 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીને આ શખ્સે 25 ટકા વળતર આપવાની પણ લાલચ આપી હતી. જો કે ફરિયાદીને શંકા જતા તેઓએ પોલીસનો સંપર્ક કરતા આખા કૌંભાડનો પર્દાફાશ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મુસ્લિમ ચિત્રકાર ફકરુદીનભાઈએ જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણનું ચિત્ર બનાવ્યું:મટકી ફોડ લીલા પ્રસંગનું જીવંત અને આકર્ષક ચિત્ર બનાવી શ્રદ્ધા વ્યક્ત કરી
    Next Article
    રેલવે મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટ ડિવિઝન દ્વારા જન્માષ્ટમી પર્વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, વિવિધ રૂટો પર 4 જોડી અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ ટ્રેનો જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment