Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીનો ધમધમાટ:ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલીવાર ટોકન પ્રથા,વોર્ડ 17 -18માં સૌથી વધુ 101 સહિત 12 વોર્ડમાં 800 દાવેદારો

    4 days ago

    પાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાશે અને 28મી એપ્રિલે મત ગણતરી કરવામાં આવશે. બીજી તરફ શહેરમાં ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પહેલી વખત ટોકન સિસ્ટમ શરૂ કરતાં પૂર્વ હોદ્દેદારોએ લાઈનમાં બેસવું પડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલી સેન્સની પ્રક્રિયામાં 800થી વધુ દાવેદારી આવી છે. એક તરફ પાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે. બીજી તરફ શહેરમાં ઝોન દીઠ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે 9 કલાકે સેન્સ પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ નિરીક્ષકો બેથી અઢી કલાક સુધી મોડા પડ્યા હતા. જેને કારણે દાવેદારોએ રાહ જોવી પડી હતી. બુધવારે 4 ઝોનમાં 12 વોર્ડના 800થી વધુ દાવેદારોએ ફોર્મ ભર્યાં હતાં. આ વખતે પહેલીવાર સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોને ટોકન અપાયાં હતાં. આધારભૂત સૂત્રો મુજબ દર વખતે પૂર્વ હોદ્દેદારો પહેલાં સેન્સ આપવા જતા હતા. આ વખતે તેઓએ પણ લાઈનમાં બેસવાનો વારો આવ્યો હતો. 12 વોર્ડમાં સૌથી વધુ વોર્ડ 17-18માં 101-101 દાવેદારો નોંધાયા હતા. જ્યારે વોર્ડ 8માં 82 કાર્યકરોએ ફોર્મ ભર્યાં છે. બુધવારે વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 16, 17, 18ના કાર્યકરોના સેન્સ લેવાયા હતા. ગુરુવારે બાકી 7 વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવશે. શહેરના 12 વોર્ડના દાવેદારોની સેન્સ લેવાઈ ચૂંટણી જાહેર થતાં જ પાલિકાની આખરી મતદાર યાદી જાહેર કરાઈ પાલિકાની ચૂંટણી શાખાએ 21 માર્ચે 19 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. જેમાં 7 વોર્ડમાંથી 90 વાંધા મળ્યા હતા. બુધવારે ચૂંટણી જાહેર થતાં આખરી મતદાર યાદી જાહેર કરી છે. સાથે બૂથ માટે ફાળવાતી સ્ટેશનરીની 1131 અને વધારાની 114 કિટ બનાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ શહેર કોંગ્રેસે તમામ 19 વોર્ડમાં સેન્સ પ્રક્રિયા યોજી હતી. જ્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા છે અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ આપ પાર્ટીએ તાજેતરના 24 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. શહેરના 19 વોર્ડમાં 2.38 લાખ જેટલા મતદારો કપાયા
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ આજે અમેરિકી જનતાને સંબોધિત કરશે:ઈરાન યુદ્ધમાં જીતની ઘોષણા કરી શકે છે, નાટો છોડવાની પણ જાહેરાત શક્ય
    Next Article
    Shoaib Ibrahim returns to the treadmill, talks about getting a blood test before restarting gym routine: ‘Main line par aa gaya hun waapis’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment