Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કરવા અધિકારી-કર્મચારીઓને સરકારનો આદેશ:17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ’માં મેદાનમાં ઉતરવું પડશે

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સેવા અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે. અભિયાનને લઈને સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી વિભાગોને માર્ગદર્શિકા જાહેર કરી છે. જેના પગલે અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સ્વચ્છતા તથા પર્યાવરણ જતનની કામગીરીમાં સક્રિય ભાગ લેવો પડશે. વિભાગોએ પોતાના સ્તરે માઈક્રો-પ્લાનિગ તૈયાર કરીને કામગીરીનું આયોજન કરવાનું રહેશે. અભિયાન દરમિયાન સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, ઐતિહાસિક સ્મારકો અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવશે. શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ તેમજ રોપાયેલા વૃક્ષોની જાળવણીને પ્રાધાન્ય આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન અને વ્યવસ્થા કરવામાં આવશે. કામગીરીના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા ઉપરાંત હાથ ધરાયેલી કામગીરીનો સંકલિત અહેવાલ નિયત નમૂનામાં રજૂ કરવાનો રહેશે. 26 વિભાગો માટે અલગ-અલગ દિવસ નક્કી સરકારે અભિયાન માટે વિભાગવાર કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. 18 સપ્ટેમ્બરે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, 19મીએ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા 20મીએ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા-કલ્પસર અને માર્ગ-મકાન વિભાગ કામગીરી કરશે. 21મીએ ગૃહ, 22મીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા 23મીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો કાર્યક્રમ રહેશે. 24 સપ્ટેમ્બરે સામાન્ય વહીવટ, અન્ન-નાગરિક પુરવઠો, ઊર્જા-પેટ્રોકેમિકલ્સ, કાયદા, નાણા, માહિતી-પ્રસારણ અને વિજ્ઞાન-પ્રોદ્યોગિક વિભાગ સહિતના વિભાગો અભિયાનમાં જોડાશે. 25મીએ આદિજાતિ વિકાસ અને શિક્ષણ તથા 26મીએ શ્રમ અને રોજગાર વિભાગ કામગીરી કરશે. 1 ઓક્ટોબરે રમતગમત-યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વૈધાનિક-સંસદીય બાબતો અને સામાજિક ન્યાય-અધિકારિતા વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 2 ઓક્ટોબરે મહેસૂલ, 3મીએ મહિલા અને બાળ વિકાસ, 4મીએ ઉદ્યોગ અને ખાણ તથા 5 ઓક્ટોબરે ક્લાઇમેટ ચેન્જ, વન-પર્યાવરણ અને બંદરો-વાહન વ્યવહાર વિભાગ દ્વારા અભિયાન હાથ ધરાશે. મંત્રીઓ કાર્યક્રમોમાં વ્યસ્ત, બુધવારની કેબિનેટ બેઠક નહીં મળે દરમિયાન, સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં બુધવારે મળનારી નિયમિત કેબિનેટ બેઠક પણ નહીં યોજાય. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી તથા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હોવાથી મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. આ કારણોસર આ સપ્તાહની કેબિનેટ બેઠક નહીં મળે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના 1 કરોડના કથિત તોડકાંડનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો:કોળી સમાજના આગેવાનો સાથે ઉમેશ મકવાણાએ CMને રજૂઆત કરી, ઓનલાઈન ગેમિંગ અને પોલીસ કાર્યવાહી અંગે તપાસની માગ
    Next Article
    भूल गए बिहार को? 48 लाख बाढ़ से प्रभावित, फिर भी ख़बरों से ग़ायब है बिहार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment