Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાને માઇક સ્મિથને નવા બેટિંગ કોચ બનાવ્યા:પૂર્વ સાઉથ આફ્રિકન ખેલાડી ઇંગ્લેન્ડ પ્રવાસથી જવાબદારી સંભાળશે, છેલ્લા 17માંથી 13 ટેસ્ટ હારી ટીમ

    2 days ago

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમની સતત નબળી બેટિંગ અને વારંવાર થતા બેટિંગ કોલેપ્સને ધ્યાનમાં રાખીને નવા બેટિંગ કોચની નિમણૂક કરી છે. બોર્ડે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને કોચ માઈક સ્મિથને બેટિંગ કોચ બનાવ્યા છે. સ્મિથ 19 ઓગસ્ટથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝથી ટીમ સાથે જોડાશે. તેઓ રેડ-બોલ અને વ્હાઈટ-બોલ બંને ટીમના બેટર્સ સાથે કામ કરશે. PTI અનુસાર, PCBએ લાંબા ગાળાના બેટિંગ કોચની શોધમાં જાહેર જાહેરાત બહાર પાડીને અરજીઓ મંગાવી હતી. ઘણા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને વેલ્યૂએશન પછી માઈક સ્મિથને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. બેટિંગ પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ બની તાજેતરમાં પાકિસ્તાનની બેટિંગ, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં, સતત સવાલોના ઘેરામાં રહી છે. ટીમે ઘણી વખત મજબૂત સ્થિતિમાંથી મેચ ગુમાવી દીધી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની તાજેતરની ટેસ્ટમાં પાકિસ્તાનનો સ્કોર એક સમયે 3 વિકેટે 244 રન હતો, પરંતુ ટીમે છેલ્લા 7 વિકેટ માત્ર 38 રનમાં ગુમાવી દીધા. બીજી ઇનિંગ્સમાં 211 રનના ટાર્ગેટને ચેઝ કરતા આખી ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ કોઈ એક મેચની વાત નથી. પાકિસ્તાને તેની છેલ્લી 17 ટેસ્ટમાંથી 13 ગુમાવી છે અને બેટિંગનું વારંવાર દબાણમાં તૂટી પડવું એ તેનું મોટું કારણ રહ્યું છે. નીચલો ક્રમ પણ બન્યો મુશ્કેલી 2025ની શરૂઆતથી પાકિસ્તાનના છેલ્લા ચાર બેટર્સ ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિ વિકેટ માત્ર 9.91 રનની સરેરાશ આપી શક્યા છે, જે આ સમયગાળામાં તમામ ટેસ્ટ રમતા દેશોમાં સૌથી ખરાબ છે. બીજી તરફ, પાકિસ્તાની બોલરો વિરોધી ટીમના છેલ્લા ચાર બેટર્સને પ્રતિ વિકેટ 27.02 રન આપી રહ્યા છે. બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં આ તફાવત ટીમના ખરાબ પ્રદર્શનનું મોટું કારણ બન્યું છે. PSLમાં કોચિંગ કરી ચૂક્યા છે માઈક સ્મિથ લેવલ-4 ક્વોલિફાઈડ કોચ છે અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં બેટિંગ કોચ તરીકે સારી ઓળખ ધરાવે છે. તેમણે પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ સાથે કામ કર્યું છે. જ્યારે PSL 2026માં તેઓ મુલ્તાન સુલ્તાન્સના આસિસ્ટન્ટ કોચ અને બેટિંગ કોચ હતા. આ પહેલા તેઓ તાસ્માનિયા ટાઈગર્સના હાઈ-પર્ફોર્મન્સ પ્રોગ્રામ સાથે પણ જોડાયેલા રહ્યા છે. પાકિસ્તાનના સ્થાનિક ખેલાડીઓ અને ત્યાંની પરિસ્થિતિઓની સમજને તેમની નિમણૂકનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. અસદ શફીકની જગ્યાએ જવાબદારી સંભાળશે સ્મિથ ભૂતપૂર્વ પાકિસ્તાની બેટર અને હાલના રાષ્ટ્રીય પસંદગીકાર અસદ શફીકની જગ્યા લેશે. શફીક તાજેતરના સમયમાં વચગાળાના બેટિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યો હતો. હાલમાં તે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પાકિસ્તાન ટીમ સાથે છે. સ્મિથના આવ્યા પછી શફીક સંપૂર્ણપણે પસંદગીકારની ભૂમિકામાં પરત ફરશે
    Click here to Read More
    Previous Article
    અર્શદીપનું એક વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં કમબેક:દિલીપ ટ્રોફી માટે નોર્થ ઝોન ટીમમાં સામેલ; વધાવાન કેપ્ટન, બદોની વાઇસ કેપ્ટન
    Next Article
    સેન્સેક્સ 210 અંક ઘટીને 78,428 પર બંધ:નિફ્ટી પણ 159 અંક ઘટ્યો; રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment