Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણી લડવા વોર્ડ નં.17માં 100 દાવેદાર:એક વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદાર નોંધાયા, ભાજપમાં સેન્સ પ્રક્રિયાનો આરંભ, બે દિવસ પ્રક્રિયા ચાલશે

    2 days ago

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી .દેવામાં આવી છે. વડોદરા મહાનગર ખાતે ચાર ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આજે પ્રથમ દિવસે એક વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. શહેરના ચાર ઝોનમાં 12 નિરીક્ષકો આવ્યા વડોદરા શહેરના સિસિદ્ધ વોર્ડને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનમા વહેંચવામાં આવ્યું હતું. ચારેય ઝોનમાં 3-3 નિરીક્ષકો સવારે આવી પહોંચ્યા હતા. જોકે, સવારે નિરીક્ષકો આવ્યા નહીં ત્યાં સુધી સસ્પેન્સ યથાવત હતું. કોઈ કાર્યકરને નિરીક્ષક તરીકે કોણ આવશે તેની ગંધ સુધ્ધાં આવવા દેવામાં આવી ન હતી. વડોદરા શહેરમાં 12માંથી 5 નિરીક્ષક સુરતથી આવ્યા હતા. વર્તમાન કોર્પોરેટરો પાંચ વર્ષના કામનો ચિઠ્ઠો લઈને પહોંચ્યા શહેરમાં 19 વોર્ડમાં ગાબટ ટર્મમાં રહી ચૂકેલા કોર્પોરેટરો પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા. આ પૈકી કેટલાય કોર્પોરેટરોએ પોતાના પાંચ વર્ષની કામગીરીની ફાઈલો તૈયાર કરીને નિરીક્ષક સમક્ષ ધરી હતી. જોકે, વડોદરા મહાનગરમાં આ વખતે જ્ઞાતિ આધારિત બેઠકોની ફાળવણીના કારણે અનેક લોકોએ પોતાની દાવેદારી ક્યાંથી નોંધાવવી તે પણ એક પ્રશ્ન જોવા મળ્યો હતો. કારણ કે હાલમાં કોર્પોરેટરો જે વોર્ડમાં છે ત્યાંના જ્ઞાતિ સમીકરણો બદલાઈ ચુક્યા છે. કેટલાકે વોર્ડ બદલવાની તૈયારી શરુ કરી જ્ઞાતિ આધારિત બેઠકોના કારણે વર્તમાન બોડીના 80 ટકા જેટલા કોર્પોરેટરો કપાઈ શકે છે. જેના કારણે કેટલાક કોર્પોરેટરોએ પોતાનો વોર્ડ બદલવાની પણ તૈયારીઓ બતાવી છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગત અનુસાર ખુદ પૂર્વ ચેરમેને પણ પોતાનો વોર્ડ બદલી અન્ય વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે. જો કે તેઓ અન્ય જિલ્લામાં નિરીક્ષક તરીકે ગયા હોવાના કારણે તેઓએ પાર્ટી કાર્યાલય ખાતે ફોર્મ સુપરત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. નિરીક્ષકો પ્રદેશમાં રિપોર્ટ રજુ કરશે વડોદરા મહાનગર ખાતે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેને પ્રદેશ મોવડી મંડળ સમક્ષ મુકવામાં આવશે. ત્યાર બાદ પ્રદેશનું મોવડી મંડળ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવો. જો કે આ ભાજપ દ્વારા કરવામાં આવતી એક પ્રક્રિયા છે. સંભવતઃ જે લોકોએ દાવેદારી નથી નોંધાવી તેઓ પણ અંત સમયે ઉમેદવાર તરીકે જાહેર થઇ શકે છે. SC/ST બેઠક પર દાવેદારોનું જોર વધ્યું વડોદરા મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી મુજબ આ વખતે મેયર તરીકે એસસી અને એસટી ઉમેદવારની નિમણુંક કરવામાં આવશે. ત્યારે જે વોર્ડમાં એસસી અને એસટી બેઠકો હતી તેના ઉપર દાવેદારોનો ઝોક વધુ જોવા મળ્યો હતો. વોર્ડ 8 માં તો 82 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. વોર્ડ નંબર 17માં કુલ 100 દાવેદારો નોંધાયા વોર્ડ નંબર 16માં કુલ 41 દાવેદારો હતા, જેમાંથી 10 મહિલા દાવેદાર અને 31 પુરુષ દાવેદારોએ દાવેદારી નોંધાવી. તમામ 10 મહિલાઓએ જનરલ કેટેગરીમાં દાવેદારી નોંધાવી છે તો 31 પુરુષ પૈકી OBCમાં 8 અને જનરલમાં 23 દાવેદારો છે. વોર્ડ નંબર 17માં કુલ 100 દાવેદારો નોંધાયા, જેમાં 30 મહિલા દાવેદારો અને 70 પુરુષ દાવેદારો નોંધાયા. વોર્ડ 4માં 63 દાવેદારો નોંધાયા જેમાં 21 મહિલા અને 42 પુરુષ ઉમેદવારો નોંધાયા. આ પૈકી OBCમાં 7, STમાં 1 અને જનરલમાં 13 મહિલાઓએ દાવેદારી નોંધાઈ, જ્યારે STમાં 2, SCમાં 2, OBCમાં 4 અને જનરલ કેટેગરીમાં 34 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 24 કલાકમાં બળાત્કારની બે FIR:ઘરે જમવા આવતાં યુવક મિત્રએ જ મિત્રની પત્ની પર દાનત બગાડી, પટ્ટાથી મારમારી પડોશીએ યુવતીને હવસનો શિકાર બનાવી
    Next Article
    13 years and running: Story of a Delhi consumer’s long battle against a personal care giant’s ‘Fair and Handsome’ claim

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment