Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત સહિત 17 રાજ્યમાં મતદાર યાદી અપડેટ થશે; ભારત પર 100% ટેરિફ પર 10 દિવસમાં નિર્ણય; સુરતમાં પોલીસે શ્રમિકોને ડિટેઈન કર્યાં

    1 day ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ચૂંટણી પંચના નવા નિર્ણય સાથે જોડાયેલા છે. 17 રાજ્યોમાં SSR હેઠળ મતદાર યાદી અપડેટ કરવામાં આવશે. બીજા સમાચાર CJIના નિવેદન સાથે જોડાયેલા છે, તેમણે કહ્યું- અમને કોઈ ધમકાવી શકે નહીં. અમે તમને એ પણ જણાવીશું કે અજાણ્યા કોલરનું નામ ફોન પર ક્યારથી દેખાશે. વાંચો મોર્નિંગ બ્રીફ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના કનોટ પ્લેસમાં સાંજે 5 વાગ્યે તિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. 2. સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા લોકોની અપીલો પર સુનાવણી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ગુજરાત સહિત 17 રાજ્યો-UTsમાં મતદાર યાદી અપડેટ થશે:SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો આદેશ; 3 પોઇન્ટમાં સમજો SIR-SSRનો તફાવત ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આના હેઠળ મતદાર યાદી અપડેટ થશે. આમાં નવા નામ ઉમેરવામાં આવશે અને પહેલાથી નોંધાયેલી માહિતીમાં ભૂલો સુધારવામાં આવશે. 1 જાન્યુઆરી 2027 સુધીમાં 18 વર્ષની ઉંમર પૂરી કરનારા યુવાનો પણ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે અરજી કરી શકશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે':CJI બોલ્યા- કોર્ટની અંદર અને બહાર શું બોલો છો તે જાણીએ છીએ, સુપ્રીમ કોર્ટ સુધીના માર્ચને લઈ રાહુલ ગાંધીને નોટિસ CJI સૂર્યકાંતે રાહુલ ગાંધીના સુપ્રીમ કોર્ટ સુધીના વિરોધ માર્ચ પર ગુરુવારે કહ્યું કે કોઈ પણ કોર્ટને ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરી શકશે નહીં. આવા પ્રયાસો નિરર્થક છે. તેના પર કોઈ ધ્યાન આપતું નથી. સુપ્રીમ કોર્ટે રાહુલનું નામ લીધા વિના કહ્યું કે તેઓ અરજીકર્તાઓમાંથી એકને તેના આચરણ વિશે સવાલ કરવા માંગે છે. તેમણે સ્પષ્ટતા કરવી પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. કોકરોચ પાર્ટી- AISAની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો:દીપકે કહ્યું- દેશમાં તિરંગો ફરકાવવો પણ ગુનો બન્યો; પ્રશાંત ભૂષણે કહ્યું- બર્બરતા ચાલુ રહી, તો સરકાર બદલવી પડશે કોકરોચ જનતા પાર્ટી અને છાત્ર સંગઠન, AISAએ દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં એડવોકેટ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને અભિનેતા પ્રકાશ રાજ પણ સામેલ હતા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત હોબાળા સાથે થઈ. નેહા બોરાએ જેવું બોલવાનું શરૂ કર્યું, ત્યાં હાજર કેટલાક લોકો ‘બંધ કરો’ના નારા લગાવવા લાગ્યા. હોબાળો કરનાર લોકોની ઓળખ થઈ શકી નહીં. દીપકેએ આરોપ લગાવ્યો કે સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવવા માટે તિરંગો ફરકાવવાને પણ ગુનો બનાવી રહી છે. આ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે 16 ઓક્ટોબરે CJPના પ્રદર્શન પર રોક લગાવવાની અરજી પર આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 1 નવેમ્બરથી અજાણ્યા નંબર સાથે દેખાશે અસલી નામ:9 જવાબમાં જાણો લો નવો નિયમ, તમારે શું સાવચેતી રાખવી પડશે? Truecallerની હવે જરૂર નહીં પડે તમારા ફોન પર જ્યારે પણ કોઈનો કૉલ આવશે, ત્યારે સ્ક્રીન પર તે વ્યક્તિનો નંબર અને નામ બંને દેખાશે. દૂરસંચાર વિભાગે ટેલિકૉમ ઑપરેટર્સને 1 નવેમ્બર 2026થી સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. યુઝરને આ સર્વિસ અલગથી ઍક્ટિવેટ કરવાની જરૂર રહેશે નહીં. સરકારના આ નિયમને 9 સવાલ-જવાબમાં સમજો… 5. ભારત પર 100% ટેરિફ લાગશે કે નહીં, 10 દિવસમાં નિર્ણય:ટ્રમ્પ નક્કી કરશે કે રશિયન તેલ ખરીદનારા કયા દેશો પર પ્રતિબંધ મૂકવો; પોતે ડીઝલ ખરીદી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લાદવા અંગે આશરે 10 દિવસમાં નિર્ણય લઈ શકે છે. આ વાત અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં કહી હતી. ગોરે કહ્યું કે ભારતને પ્રતિબંધોમાંથી છૂટછાટ મળશે કે નહીં, તે પણ ટ્રમ્પ જ નક્કી કરશે. અમેરિકી સંસદે 16 સપ્ટેમ્બરે રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા દેશો પર 100% ટેરિફ લાદવાનું બિલ પસાર કર્યું હતું. ટ્રમ્પે પણ 18 સપ્ટેમ્બરે આ કાયદાને મંજૂરી આપી દીધી છે, પરંતુ કોઈ દેશ પર પ્રતિબંધ મૂક્યો નથી. જોકે કાયદો પસાર થયાના 30 દિવસની અંદર નિર્ણય લેવો જરૂરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ગુજરાત એસ.ટી.ના કર્મચારીઓના DAમાં 2%નો વધારો:એરિયર્સની પણ ચુકવણી કરાશે, મોંઘવારી ભથ્થું 3 મહિનામાં 5% વધીને 60% થયું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર ક્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરાશે. આ પહેલાં જૂન 2026માં મોંઘવારી ભથ્થું 3 ટકા વધારીને 55માંથી 58 ટકા કરવામાં આવ્યું હતું. આમ 3 મહિનામાં 5 ટકા ડીએ વધ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી 70 શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં:10થી વધુ પોલીસ વાન-બસમાં ભરીને લઈ જવાયા, એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ સાથે વિરોધ સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગણીઓને લઈને આજે (15 ઓક્ટોબર) શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે મજૂર યુનિયનના બે અગ્રણી નેતા સુરેશ સોનવણે અને મલખાનસિંહ સહિત 6થી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ સુપ્રીમ કોર્ટે કહ્યું-ધર્મ બદલ્યો તો અનામતનો લાભ નહીં:તમિલનાડુ સરકારે ઇસ્લામ અપનાવ્યા બાદ પણ લોકોને પછાત વર્ગમાં સામેલ કર્યા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ પાકિસ્તાનમાં મોતનો ક્લાસરૂમ:પેશાવરમાં ભણતાં-ભણતાં 34 ભૂલકાંઓ પર શાળાની છત કાળ બનીને ત્રાટકી; મહિલા શિક્ષક સહિત 35નાં સેકન્ડોમાં મોત; 6 મહિનામાં ચોથી મોટી દુર્ઘટના (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ CJP ફંડિંગ પર હોલિવુડ સિંગર અને દીપકે આમને-સામને:મેરી મિલબેને કહ્યું- મોદી સાથે કામ કરો, અભિજીતનો જવાબ- PM અમેરિકનોનું સમર્થન લઈ રહ્યા છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ રાઈફલ જામ થઈ ને અમેરિકામાં અનેક હિંદુઓનો જીવ બચ્યો:નવરાત્રિના પહેલાં દિવસે કટ્ટરપંથીએ મંદિર પર ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો, પોલીસે ધરપકડ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ 'જ્યારે જૂનૂન જીતમાં બદલાય છે, ત્યારે મેડલ્સ આવે છે...':મોદીએ એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓની પ્રશંસા કરી; કહ્યું- 15 વર્ષની ઉંમરના ખેલાડીએ મેડલ જીત્યો, દેશનું ગૌરવ વધાર્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ સોનું 5 દિવસમાં ₹3,866 અને ચાંદી ₹14,011 સસ્તી થઈ:10 ગ્રામ સોનું ₹1.46 લાખ પર આવ્યું, ચાંદી ₹2.07 લાખે પહોંચી; જુઓ આજના ભાવ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ સોનાની જીભ, ત્રણ આંખો અને ચાર હાથ!:કાલીઘાટ મંદિરમાં દેવીના ભોગમાં માછલી, ઝીંગા અને બકરાનું માંસ, સતીમાતાના પગની આંગળીઓ અહીં આજે પણ હાજર (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ અન્ટાર્કટિકામાં પેંગ્વિન ગણવાની નોકરી બ્રિટનનો યુકે એન્ટાર્કટિક હેરિટેજ ટ્રસ્ટ એન્ટાર્કટિકામાં પેંગ્વિન ગણવાની નોકરી આપી રહ્યો છે. 5-6 મહિનાના કામ માટે દર મહિને આશરે 1.8થી 2.7 લાખ રૂપિયા પગાર મળવાનો દાવો પણ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લવ, મેરેજ ને મર્ડરનો ખતરનાક ટ્રેન્ડ:ફાંસીના માચડે ચડ્યા સંબંધો, રિલેશનશિપમાં પડદા પાછળનું વરવું રૂપ; કિલર બન્યું સોશિયલ મીડિયા 2. 'ઘરનું બારણું ખોલું ને મમ્મી-પપ્પાની યાદ આવે':પીડિત પુત્રની આંખ ભીની કરતી કહાની, બ્રિટિશ નાગરિક મિતેન પટેલનો UKના વડાપ્રધાનને ઓપન લેટર 3. બ્લેકબોર્ડ: પોલીસે પેટ્રોલ છાંટીને દીકરાનો મૃતદેહ સળગાવી દીધો:‘પંજાબના મંત્રીને ચિટ્ટા અંગે સવાલ પૂછ્યો હતો, એટલે એને મરવું પડ્યું’ 4. આજનું એક્સપ્લેનર:‘વોટ-ચોરી’ના પ્રોટેસ્ટમાં CJP પર ભારે પડી રહ્યા છે રાહુલ ગાંધી? શું ખરેખર બંને વચ્ચે ક્રેડિટ લેવાની કોઈ હોડ લાગી છે 5. નવરાત્રિમાં લાઉડસ્પીકરથી સાવધાન!:ઊંચા અવાજથી હૃદય-મગજની નસો ફાટી જશે, સાંભળવાની ક્ષમતા ગુમાવવાનું જોખમ; 7 સાવચેતીઓ જરૂરી 6. સોનાની જીભ, ત્રણ આંખો અને ચાર હાથ!:કાલીઘાટ મંદિરમાં દેવીના ભોગમાં માછલી, ઝીંગા અને બકરાનું માંસ, સતીમાતાના પગની આંગળીઓ અહીં આજે પણ હાજર 7. 'વાણિયાનો દીકરો છે, એમાં કંઇ બાકી હોય?':હર્ષ સંઘવીના વખાણ કરીને નેતાજીએ ટ્રેક બદલ્યો, ગુજરાત અને દિલ્હીની Gen-Zમાં શું ફરક? બાપુ પાસેથી સમજો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ રાશિના જાતકો માટે લાંબી મુસાફરીનો યોગ, મીન રાશિના લોકોની શરૂઆત ખુશખબર સાથે થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:મેષ જાતકો માટે લાંબી મુસાફરીનો યોગ, મીન રાશિના લોકોની શરૂઆત ખુશખબર સાથે થશે
    Next Article
    દિવ્ય ભાસ્કર સાથે સિંગર ધ્વનિ પરીખની ખાસ વાતચીત:કહ્યું-સુરતીઓનો પ્રેમ જ મારી અસલી ઊર્જા, આખી રાત ગરબે ઘૂમવા સક્ષમ; બીજા રાઉન્ડમાં જુસ્સો ઘટવાના બદલે વધે છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment