Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16.83 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો ભેદ ઉકેલાયો:ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરના સાયબર ક્રાઈમના નાણાંની હેરફેર કરતો આરોપી સુમિત પરમાર ઝડપાયો

    1 week ago

    ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરમાં ચાલતા એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા સુમિત નરેશભાઈ પરમાર નામના શખ્સે પોતાના ડીસીબી (DCB) બેંક ખાતાનો ઉપયોગ કરી દેશભરમાં થયેલા સાયબર ગુનાઓની કરોડો રૂપિયાની રકમની હેરફેર કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીના બેંક ખાતામાં 16 કરોડના શંકાસ્પદ વ્યવહાર થયા પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ ₹9,18,60,853 અને વર્ષ 2026માં ₹7,64,78,287 મળીને કુલ ₹16,83,39,140 ના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આ ઉપરાંત, 'સમન્વય પોર્ટલ' પર ચેક કરતા જાણવા મળ્યું હતું કે દેશભરમાંથી આવેલી સાયબર ફ્રોડની 5 જેટલી અલગ-અલગ અરજીઓ સાથે સંકળાયેલા ₹1,83,382 પણ આ જ ખાતામાં જમા થયા હતા. કાળી કમાણી પોતાના ખાતામાં મંગાવી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરતો આરોપી સુમિત પરમાર પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કાળી કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને IBFT, RTGS, IMPS અને UPI જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દઈ સગેવગે કરી નાખતો હતો. આ મામલે નીલમબાગ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 317(2), 317(4) અને 54 હેઠળ ગુનો નોંધી, તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જોખમી મકાન પર તંત્રનું JCB ફર્યું:લીમડા લાઈનમાં આવેલા એક મકાનનું ડિમોલેશન, નોટિસ બાદ પણ જર્જરિત મકાન દૂર ન કરતા કાર્યવાહી
    Next Article
    Jan Nayak PM Modi | મેક ઇન ઇન્ડિયાથી લઈને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સુધીની પહેલોએ અર્થતંત્રને નવી દિશા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment