Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની ચોખાની બ્રાન્ડના નામે સુરતમાં પેકિંગનો પર્દાફાશ:પાંડેસરા પોલીસે 1680 કિલો ચોખા કબજે કર્યા, બમરોલીમાં 'જાનકી ગોલ્ડ' બ્રાન્ડની ડુપ્લિકેટ 56 બોરી ઝડપાઈ

    2 days ago

    સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરા અને બમરોલી ખાતે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ચોખા વેચવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદની પ્રતિષ્ઠિત કંપની 'જાનકી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ'ની રજિસ્ટર્ડ બ્રાન્ડ 'જાનકી ગોલ્ડ'ના નામે સુરતના અગ્રવાલ ટ્રેડિંગ દ્વારા હૂબહૂ નકલી પ્લાસ્ટિકની ગુણીઓ છપાવી બિન-અધિકૃત રીતે ચોખાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડેસરા પોલીસે તાત્કાલિક દરોડા પાડીને કુલ ₹97,440ની કિંમતનો ચોખાનો જથ્થો તેમજ હજારો નકલી ખાલી ગુણીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વેપારીની ફરિયાદના આધારે તપાસ મૂળ અમદાવાદના સાણંદ ખાતે રહેતા અને 'જાનકી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ'માં ભાગીદાર જતીનભાઈ મદનલાલ રામવાનીએ પાંડેસરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમની કંપની વર્ષોથી 'જાનકી ગોલ્ડ' નામથી ગુણવત્તાયુક્ત ચોખાનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેના તમામ ટ્રેડમાર્ક અને કોપીરાઇટ અધિકારો તેમની પાસે સુરક્ષિત છે. જોકે સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં તેમની બ્રાન્ડની હૂબહૂ નકલ કરીને બારોબાર ચોખા વેચાઈ રહ્યા હોવાની વિગતો સામે આવતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. ગોડાઉનના માળિયામાંથી 5,250 નકલી પ્લાસ્ટિકની થેલી મળી ફરિયાદના આધારે પાંડેસરા પોલીસની ટીમે પંચોને સાથે રાખી ન્યૂ હરિધામ સોસાયટી ખાતે આવેલી 'શ્રી અગ્રવાલ ટ્રેડિંગ કંપની'માં તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ગોડાઉનના માળિયામાંથી 'જાનકી ગોલ્ડ' પ્રિન્ટ કરેલી, પરંતુ વધારાનું 'કેડીએમ' (KDM) લખેલી કુલ 5,250 નંગ નકલી ખાલી પ્લાસ્ટિકની ગુણીઓ મળી આવી હતી. આ તમામ પેકિંગ મટિરિયલ અસલી પેકિંગ સાથે મળતું આવતું હોવાથી સામાન્ય ગ્રાહક કે છૂટક વેપારી માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત ઓળખવો અશક્ય બની જતો હતો. પૂછપરછમાં અન્ય વેપારીનું નામ ખૂલ્યું, 1680 કિલો ચોખા જપ્ત કરાયા અગ્રવાલ ટ્રેડિંગ કંપનીના માલિક સુરજભાઈ વિરેન્દ્રભાઈ અગ્રવાલની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે આ નકલી ગુણીઓમાં ચોખા ભરીને તેણે આવિર્ભાવ સોસાયટી સ્થિત 'શ્રી સાંઈ ટ્રેડિંગ'ના માલિક પ્રશાંત લલીતકુમાર ક્ષીરસાગરને વેચ્યા હતા. જેને પગલે પોલીસે તાત્કાલિક શ્રી સાંઈ ટ્રેડિંગ કંપનીના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે 'જાનકી ગોલ્ડ' બ્રાન્ડની 30 કિલો વજન ધરાવતી 56 બોરી એટલે કે કુલ 1680 કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો (કિંમત ₹97,440) જપ્ત કરી સીલ કર્યો હતો. કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ તેજ કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી વગર અન્ય કંપનીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને કોપીરાઈટ બ્રાન્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરી ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવા બદલ પોલીસે સુરજ વિરેન્દ્રભાઈ અગ્રવાલ (રહે. વોટર હિલ્સ રેસિડન્સી, શ્યામ મંદિર પાસે, અલથાણ) સામે ધી કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 63 અને 64 હેઠળ ગુનો નોંધ્યો છે. આ નકલી બોરીઓ ક્યાં છપાવવામાં આવી હતી અને તેમાં કઈ ક્વોલિટીના ચોખા ભરવામાં આવતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા:ભીલડીમાં રોડ-શો કરી BBBRC સેન્ટર પહોંચ્યાં, 14 હજાર કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, પ્રથમવાર ખાટલા સભા
    Next Article
    Pay 45 Paise At Railway Ticket Counters, Get Rs 10 Lakh Insurance Cover

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment