Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ પોલીસે કેરટેકર મહિલાની ધરપકડ:વૃધ્ધાની સારસંભાળ કરતી રાજસ્થાની ઘરઘાટી મહિલાએ 16.70 લાખની ચોરી કરી બીમાર હોવાનું કહી ઘરે નાસી ગઇ'તી

    13 hours ago

    રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.16 લાખના દાગીના અને રૂ.70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી રાજસ્થાની મહિલાએ 16 તોલાથી વધુ સોનુ અને 70,000 રોકડ સેરવી લઈ બીમાર હોવાનું બહાનું બનાવી રાજસ્થાન પોતાના ઘર જવા નીકળી ગઈ હતી બીજા દિવસે માતાએ પૈસા માંગતા પુત્રએ કબાટ ખોલતા અંદરથી પૂરતા રૂપિયા ન જોવા મળતા ચોરી અંગે જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી માલવિયાનગર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મહિલા કેરટેકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કારખાનેદાર વિપુલભાઈ નાનજીભાઈ પટેલએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદની એજન્સી દ્રારા એક રમેશ નામનો વ્યક્તિ અમારા ઘરે પગારદાર તરીકે ઘરનું કામ કરવા આવ્યો હતો અને તેને માત્ર બે દીવસ જ કામ કર્યું હતુ જેથી હુ તેને ઓળખતો હતો. હાલ મારા માતા ઉંમર લાયક હોય તેમની સારસંભાળ રાખવા માટે એક સ્ત્રીની કેરટેકર તરીકે જરૂર હતી જેથી મે રમેશનો સંપર્ક કરી કોઇ કેરટેકર તરીકે સ્ત્રી હોય તો તેની જરુર છે તેમ વાત કરી હતી જેથી તેણે તા.15.07.2026ના રોજ એક છોકરી નામે બંસતીકુમારી ધુલેશ્વર મીણા અમારા ઘરે કામ કરવા માટે મોકલી હતી. તેને માસીક પગાર 18,000 ચુકવવા નક્કી કર્યા હતા બંસતી અમારી સાથે જ રહી અને મારા માતાનુ ધ્યાન રાખવાનુ તે કામ કરતી હતી પરંતુ બંસતી છેલ્લા બે દિવસથી કહેતી કે મારી તબીયત સારી નથી મારે ઘરે રાજસ્થાન જવુ છે જેથી અમે રમેશને બીજી મહિલા માટે મોકલે પછી તુ તારા ઘરે જતી રહેજે કહ્યું હતું છતા તા.13.08.2026ના રોજ સાંજના 4.30 વાગ્યે બંસતીએ ફરીથી કહ્યું કે મારે ઘરે જાવુ છે. જેથી મે મારા ડ્રાઈવરને બસસ્ટેન્ડ ખાતે મુકવા માટે મોકલ્યો હતો બાદમાં 5 વાગ્યા આસપાસ મારા માતાએ મને કહ્યું કે કબાટમાં રાખેલ પર્સમાંથી થોડા રૂપીયા મને કાઢીને દે મારે જોઇએ છે જેથી હુ પર્સમાંથી રૂપીયા કાઢતો હતો ત્યારે મને ધ્યાને આવ્યું કે આ પર્સમાં મે રૂ.3.12 લાખ રાખ્યા હતા જેમાંથી રૂપીયા 70,000 ઓછા છે. મને શંકા જતા મે મારા પત્ની તથા માતાને બોલાવીને કહ્યું કે તમારા કબાટ તથા ખાનાઓમાં બીજી વસ્તુ કે દાગીના છે કે નહી તે તપાસો જેથી મારા પત્ની એ મારા બહેનને ફોન કરીને ઘરે ઝડપથી બોલાવતા અમે ચર્ચા કરી હતી. મારા પત્ની તથા મારી બહેન સાથે મળીને અમારા ઘરની તપાસ કરતા મારા માતાના રૂમમા તેના કબાટમાંથી સોનાની કુલ 6 નંગ બંગડી, એક સોનાની મોતીની માળા, એક સોનાનો ચેન, એક જોડી સોનાની બુટી, એક સોનાની વીંટી મળીને કુલ 16 તોલાથી વધુ દાગીના ગાયબ હતા. જેથી ઘરે કામ કરતી બંસતકુમારી ચોરી 16 લાખના દાગીના અને 70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કર્યા અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલાની અટકાયત કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી:18 જુગારી ઝડપાયા, રૂ. 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    અમદાવાદમાં સગીરાએ સાબરમતી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું:પતિના શંકાશીલ સ્વભાવ અને ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું, આરોપી પતિ પેટલાદથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment