Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી:પહેલા રાઉન્ડના અંતે ભાજપ 1640 મતથી આગળ, બપોર પહેલા જ હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે

    1 day ago

    વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે(3 ઓગસ્ટ) મતગણતરી ચાલી રહી છે. 37.05 ટકા જેવા નબળા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસ પણ જીતવાની આશા રાખી રહ્યું છે. તો ભાજપ ફરી એકવાર બેઠક કરજે કરવા માટે તત્પર છે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પહેલા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતિષ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીથી 1640 મતથી આગળ છે. 19 રાઊન્ડમાં મતગણતરી હાથ ધરાશે ​મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 14+1(પોસ્ટલ બેલેટ)ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. 200 કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી માટે 42 ગણતરી સ્ટાફ તથા દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે 42 માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી સંચાલનને લગતી અન્ય કામગીરી માટે 200 જેટલા અન્ય ચૂંટણી સ્ટાફના કર્મચારીઓ સતત સેવામાં રહેશે. ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાશે. ​મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે.
    Click here to Read More
    Previous Article
    PMને ગાળો આપનાર સગીરા પર FIR નહીં થાય:દાવો- દિલ્હી પોલીસે કહ્યું વડાપ્રધાને માફ કરી દીધી, તેથી કાર્યવાહી નહીં થાય
    Next Article
    Important Days in August 2026: Full List of National and International Events, Dates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment