Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબે ગુજરાતને 164 રનનો ટાર્ગેટ આપ્યો:ગુજરાતની ત્રીજી વિકેટ પડી, બટલર બાદ સિંધુ આઉટ

    23 hours ago

    IPLમાં રવિવારની બીજી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જવાબી ઇનિંગ્સમાં ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને નિશાંત સિધુ ક્રિઝ પર છે. નવમી ઓવરના પહેલા બોલ પર જોસ બટલર 25 રન બનાવી આઉટ થયો હતો. તેને વિજયકુમાર વૈશાખે શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પહેલા કેપ્ટન શુભમન ગિલ (5 રન)ને અર્શદીપ સિંહે કૂપર કોનોલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શેડગેની ફિફ્ટી, સ્ટોઇનિસે 40 રન બનાવ્યા પંજાબની ટીમે 47 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યાંશ શેડગેએ માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને 44 બોલમાં 79 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સ્ટોઇનિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાને 2-2 વિકેટ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    Amid custodial death claims and an autopsy that revealed 34 injuries, NCB suspends 2 officers over BSF jawan’s death
    Next Article
    'રાજા મેલડીના' નામે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ ભુવાની પોલ ખુલી:માતાજીનો ડર બતાવી લોકો પાસે દારૂ ને કિંમતી વસ્તુઓ મંગાવતો, વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરતા પોલીસ સામે હાજર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment